‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
રાહુલ ગાંધીએ ભારતમાં ચૂંટણીની નિષ્પક્ષતા પર પણ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા.

કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોમવારે (22 ડિસેમ્બર, 2025) બર્લિનની મુલાકાત દરમિયાન લોકશાહી, મત ચોરી અને ભારતમાં ચૂંટણીની નિષ્પક્ષતા પર એક મોટું નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ભારતમાં લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે. ભાજપે ભારતમાં એવું વાતાવરણ બનાવ્યું છે જ્યાં સંસ્થાઓ કાર્યરત નથી. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસે તેમનો દુરુપયોગ કર્યો નથી, પરંતુ ભાજપ રાજકીય શક્તિ વધારવા માટે તેનો ઉપયોગ કરે છે.
We have shown with proofs that we won Haryana Election, we showed how a Brazilian woman was on Haryana voter list.
— Shantanu (@shaandelhite) December 22, 2025
we are seeing weaponisation of Indian institutions, we are not fighting only BJP, we are fighting BJP capture of our institution.
— Rahul Gandhi Ji in Germany pic.twitter.com/0xEX8VgqZq
જર્મનીના બર્લિનમાં હર્ટી સ્કૂલમાં પોતાના સંબોધન દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ભારતમાં ચૂંટણીની નિષ્પક્ષતા પર પણ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, "અમે તેલંગણા અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી જીતી ગયા. અમે ભારતમાં ચૂંટણીની નિષ્પક્ષતાનો મુદ્દો વારંવાર ઉઠાવ્યો છે. મેં એક પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટપણે દર્શાવ્યું છે કે અમે હરિયાણાની ચૂંટણી જીતી ગયા અને મહારાષ્ટ્રની ચૂંટણીઓ નિષ્પક્ષ ન હતી. આપણા દેશની સંસ્થાઓ પર ભારે હુમલો થઈ રહ્યો છે."
હરિયાણાની મતદાર યાદીમાં બ્રાઝિલિયન મહિલાનો સમાવેશ - રાહુલ ગાંધી
તેમણે આરોપ લગાવ્યો કે દેશના સંસ્થાકીય માળખા પર હુમલો થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે અમે ચૂંટણી પંચને સીધા પ્રશ્નો પૂછ્યા, જેમાં હરિયાણામાં એક બ્રાઝિલિયન મહિલાએ મતદાન કર્યું હોવાનો કિસ્સો પણ સામેલ છે, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. તેમણે કહ્યું હતું કે, "એક બ્રાઝિલિયન મહિલા હરિયાણામાં મતદાન કરી રહી છે. તેનું નામ હરિયાણાની મતદાર યાદીમાં 22 વખત દેખાય છે. એક મહિલા એક જ મતદાન મથક પર 200 વખત મતદાન કરે છે. ચૂંટણી પંચ આ પ્રશ્નોના જવાબ આપતું નથી. અમે મૂળભૂત રીતે માનીએ છીએ કે ભારતની ચૂંટણી પ્રણાલીમાં સમસ્યા છે."
આપણી ગુપ્તચર એજન્સીઓને હથિયાર બનાવવામાં આવી રહી છે - રાહુલ ગાંધી
તેમણે કહ્યું હતું કે આપણી સંસ્થાકીય રચના સંપૂર્ણપણે કબજે કરવામાં આવી છે. આપણી ગુપ્તચર એજન્સીઓ, CBI અને EDનો ઉપયોગ હથિયાર તરીકે થઈ રહ્યો છે. મોટાભાગના CBI અને ED કેસ ભાજપના વિરોધીઓ સામે છે. જો તમે મોટા ઉદ્યોગપતિ છો અને કોંગ્રેસને ટેકો આપવાનો પ્રયાસ કરો છો તો તમને ધમકીઓ મળશે અને તપાસ એજન્સીઓ પહોંચશે.
તેમણે કહ્યું કે આપણે રસ્તો શોધવો પડશે. અમે આનો સામનો કરીશું. આપણે વિપક્ષ પ્રતિકારની એક એવી વ્યવસ્થા બનાવીશું જે સફળ થાય. પરંતુ આપણે ફક્ત ભાજપ સામે જ નહીં, પણ ભારતીય સંસ્થાઓ પર ભાજપના કબજો સામે પણ લડી રહ્યા છીએ.





















