Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જોખમમાં જીવ ?
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જોખમમાં જીવ ?
NCRBએ તાજેતરમાં જ રિપોર્ટ જાહેર કર્યો છે જેમાં ગુજરાતમાં 83 ટકા માર્ગ અકસ્માતથી મોત ઓવરસ્પીડના કારણે થતા હોવાનું સામે આવ્યું છે....રાજ્યમાં અલગ અલગ માર્ગ અકસ્માતોમાં વર્ષ 2023માં કુલ 7 હજાર 854 લોકોના મોત થયા....જે પૈકી 6 હજાર 594 લોકોના મોત ઓવરસ્પીડથી વાહન ચલાવવાની ઘટનામાં થયા હોવાનો ઘટસ્ફોટ થયો છે....અગાઉની વર્ષોની સરખામણીમાં વર્ષ 2023માં માર્ગ અકસ્માતોની સંખ્યામાં 3.6 ટકા જેટલો વધારો નોંધાયો છે....જોખમી, બેદરકારીપૂર્વક વાહન ચલાવવા, ઓવરટેકિંગના કારણે વર્ષ 2023માં 816 લોકોના મોત થયા....જ્યારે 2 હજાર 267 લોકોએ સ્ટેટ હાઈવે પર અને 2 હજાર 139 લોકોએ નેશનલ હાઈવે પર અકસ્માતમાં જીવ ગુમાવ્યો....
રાજ્યમાં છેલ્લા 7 દિવસના અલગ અલગ અકસ્માતોની વાત કરીએ....તો બેફામ દોડતા ડમ્પરો નાગરિકોના જીવ લઈ રહ્યા છે...18 ડિસેમ્બરે ખોખરામાં ડમ્પરે ટુ-વ્હીલર ચાલક યુવતીને ટક્કર મારી...અને ઘટનાસ્થળે જ 22 વર્ષીય યુવતીનું મૃત્યુ થયું....અમદાવાદના વાળીનાથ ચોક નજીક 13 ડિસેમ્બરે મોપેડ પર જતા દંપતીને ટક્કર મારીને ડમ્પર ચાલક ફરાર થયો....અકસ્માતની આ ઘટનામાં ડમ્પરનું ટાયર ફરી વળતા ગાયત્રીબેન પ્રજાપતિનું ઘટનાસ્થળે જ મોત થયું....જ્યારે તેમના પતિને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા...
---------------
16 ડિસેમ્બરે સુરેન્દ્રનગર લીમડી નેશનલ હાઈવે પર બાઈક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો...જેમાંથી બાઈકસવાર બે વ્યક્તિઓમાંથી એકનું મૃત્યુ થયું અને એકને ઈજા પહોંચી....ત્યારબાદ 14 ડિસેમ્બરે ભક્તિનંદન સર્કલ પાસે ડમ્પરે અકસ્માત સર્જતા બાઈક ચાલક યુવકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું...પોલીસે આ કેસમાં ડમ્પરચાલકની ધરપકડ કરી હતી....





















