શોધખોળ કરો

Navratri 2023:  નવરાત્રિમાં આ મંત્રોની ઉપાસના  શીઘ્ર ફળ આપે છે

જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે નવરાત્રીમાં વિશિષ્ટ મંત્રોથી ઉપાસના કરવાથી તુરંત શ્રેષ્ઠ ફળ મળે છે.   15 ઓક્ટોબરથી નવરાત્રી પર્વ શરૂ થશે.  

નવરાત્રિ એટલે દેવી શક્તિ અંબિકા જગદંબા દુર્ગા ચામુંડા જેવા અનેક નામોથી આપણે જેને પૂછીએ છે તે માં જગત જનનીની ઉપાસના કરવાનો શ્રેષ્ઠ અવસર આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે નવરાત્રીમાં વિશિષ્ટ મંત્રોથી ઉપાસના કરવાથી તુરંત શ્રેષ્ઠ ફળ મળે છે.   15 ઓક્ટોબરથી નવરાત્રી પર્વ શરૂ થશે.  24 ઓક્ટોબરે  વિજયા દશમી એટલે કે દશેરા  મનાવવામાં આવશે.  આમ  આ દિવસે નવરાત્રિ  પૂરી નવ રાત મનાવી શકાશે.   નવરાત્રિ પ્રારંભમાં આ વખતે માતા દૂર્ગાનું વાહન હાથી છે જે અનુસાર  વિશ્વમાં સુખ શાંતિ અને સ્થિરતા વધશે 

દેવી ભાગવતમાં જણાવ્યા અનુસાર નવરાત્રિ ઉપાસનામાં નિત્ય પૂજામાં  દેવી મંત્ર પ્રયોગો કરવાથી શીઘ્ર ફળ મળે છે  સંકલ્પ અનુસાર ની મનોકામનાઓ સિદ્ધ થાય છે 

ઉપાસના શરૂ કરવા તેમજ નવરાત્રિ ઘટ સ્થાપના કરવા માટે ના શુભ મુહર્ત ૧૫ ઓક્ટોબર રવિવારે

સવારે  ૮-૦૪ થી ૯-૩૧ (ચલ)
૯-૩૧ થી ૧૦-૫૮ (લાભ)
૧૦-૫૮ થી ૧૨-૨૩  (અમૃત)
સાંજે  ૬-૧૩ થી ૭-૪૬  (શુભ)
રાત્રે   ૭-૪૬ થી  ૯-૧૯  (અમૃત)
રાત્રે   ૯-૧૯ થી  10-૫૨ ( ચલ)
           
નવરાત્રિ એટલે આસુરી શક્તિ ઉપર દેવી શક્તિના વિજયનો ઉત્સવ નવદુર્ગા અંબિકા જગદંબા ભગવતી ચામુંડા ચંડિકા જેવા અનેક નામોથી જેને પૂજીએ છીએ તેવી દેવી શક્તિની કૃપા પ્રાપ્ત કરવાનો આ સુવર્ણ અવસર ગણાય નવરાત્રિ ઉપાસના તુરંત ફળ આપે છે. 

દેવી ભાગવતમાં જણાવેલ અહી આપેલ અનુભવ સિદ્ધ  કોઈપણ મંત્ર કે યંત્ર દ્વારા નવરાત્રિમાં માતાજીની ઉપાસના કરાય તો જે કરે  તેનું નિર્બળ ભાગ્ય બળવાન બને છે તેનુ આપત્તિઓ સામે રક્ષણ થાય છે તમામ રીતે કલ્યાણ થાય છે 
 
પ્રાચીન કાળથી દેવી ભાગવતમાં જણાવેલ આ મહાન મંત્રો ના ઉપયોથી માં શક્તિ ને પ્રસન્ન કરવામાં આવે છે.  આ અંગે જણાવતા ચેતનભાઇએ જણાવ્યું કે દેવી ભાગવતમાં તો કહ્યુ છે કે પૃથ્વી પર જેટલા વ્રતો છે  તેમાં નવરાત્રિ વ્રતને શ્રેષ્ઠ ગણવામાં આવે છે.  નવરાત્રિ પૂજનથી  ધન-ધાન્ય, સંતતિ,  સુખ-સમૃદ્ધિ, આયુષ્ય, આરોગ્ય, રક્ષણ,  સ્વર્ગ, મોક્ષ તેમજ વિદ્યા સુખ સંપત્તિ સૌભાગ્ય વગેરે લાભ થાય છે. 

રામાયણ યુદ્ધ સમયે ભગવાન શ્રીરામે પણ નવરાત્રિ વ્રત કરેલ અને માતાજીના આશીર્વાદ લીધા હતા તેથી જ તેમના હાથે જ દશેરાએ રાવણનો વધ થયેલ આમ પોતાનું શુભ ઇચ્છનારા સર્વ લોકોએ નવરાત્રિમાં  શક્તિની આરાધના કરવી જોઈએ 

દેવી ભાગવતમાં  દુર્ગાને પ્રસન્ન કરવા ખુબજ દુર્લભ જણાવેલ છે જેના  મંત્ર અને યંત્ર  સાધના પ્રયોગો નવરાત્રિમાં  શીઘ્ર ફળ આપે છે 
  
( ૧) શક્તિ બીજ મંત્ર પ્રયોગ ઐં. હ્રીં  કલીં 

દેવી ભાગવત અનુસાર અનેક વખતે અનેક દેવોએ અનેક ઋષિઓ એ તથા તપસ્વી  ઓ એ સંકટ સમયે કેવળ આ મહાશક્તિશાળી  આ ત્રણ એકાક્ષર  બીજ મંત્રનું  નવરાત્રિ અનુષ્ઠાન કરી   સતત જાપ કરી માતાજી ને પ્રસન્ન કરેલ હતા. 

ઐં (વાગબીજ)  હ્રીં ( માયાબીજ) અને  કલીં (કામરાજ બીજ) છે જે અનેક મંત્રો ને શક્તિથી ભરી દે તેવા છે   માટે નવરાત્રી દરમ્યાન માતાજીનું ધ્યાન કરી નિત્ય પૂજન કરી કોઈ પણ કાર્ય માટે નો સંકલ્પ કરી   ઐં. હ્રીં  કે ,કલીં કોઈ પણ એકબીજ મંત્ર નો સંકલ્પ લઈ જો જ્ઞાન બુદ્ધિ ની કામના હોય તો માતા સરસ્વતી નો  ઐં. બીજ મંત્ર  ધન સમૃદ્ધિ એશ્વર્યા ની કામના હોય તો માતા લક્ષ્મી નો  હ્રીં બીજ મંત્ર અને શક્તિ સાહસ અને રક્ષણ ની કામનાં હોય તો માતા કાલી નો  કલીં બીજ મંત્ર જાણી સંકલ્પ લઈ  ૫ માળા નિયમિત કરવી  અને દિવસ રાત્રી સતત મનોમન જાપ કરતા રહેવું  તો અવશ્ય તે કાર્ય ઈચ્છા કે મનોકામના સિદ્ધ થાય છે. 

શક્તિ મહામંત્ર પ્રયોગ

(૨)  સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે  શરણ્યે ત્ર્યંબકે ગૌરીનારાયણી નમો નમઃ સ્તુતે આ મંત્ર અંગે કહેવાય છે કે નવરાત્રિમાં કોઈપણ કાર્ય હેતુ સંકલ્પ કરી  આ મહામંત્રની ત્રણ માળા કરી પોતાના જે કોઈપણ મંગલ કાર્યની કામના માતાજી સમક્ષ કરવામાં આવે તે અવશ્ય નિર્વિઘ્ને પૂર્ણ થાય છે અને  મંગલ કામના પૂર્ણ થાય છે.

(૩) જયંતિ મંગલા કાલી ભદ્રકાલી કપાલીની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે

કોઈપણ આપત્તિ સામે રક્ષણ હેતુની કામના કરી નવરાત્રિ નિત્ય પૂજન કરી આ મંત્રની રોજ ત્રણ માળા કરાય  અને દીવસ રાત તેનું મનમાં જાપ રહે તો  ગમે તેવી ભયંકર આપત્તિ સામે માતાજી તેનું રક્ષણ કરે છે અને કોઈ તેનો વાળ પણ વાકો કરી શકતું નથી ગજબનું સાહસ પ્રાપ્ત થાય છે અને અનેક  મનોરથ પૂરા કરે છે.  

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Aravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યોBhavnagar News : પાલિતાણામાં 13 વર્ષીય કિશોરી પર સામુહિક દુષ્કર્મ, એક આરોપીની કરી અટકાયતPanchmahal News: ગોધરા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાના અભાવે દર્દીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
Embed widget