શોધખોળ કરો

પશ્ચિમ બંગાળ ચૂંટણી 2026: TMC એ તમામ 291 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા, જાણો મમતા બેનર્જી ક્યાંથી લડશે?

મમતા બેનર્જીનો દાવો - TMC 226 થી વધુ બેઠકો જીતશે; ઉમેદવારોની જાહેરાત વખતે ભાજપ અને ચૂંટણી પંચ પર કર્યા આકરા પ્રહાર.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મમતા બેનર્જી ભવાનીપુરથી, TMCએ 291 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા.
  • આ યાદી 'મા, માટી, માનુષ' અને બાંગ્લા સંસ્કૃતિને સમર્પિત.
  • મમતાએ ભાજપ અને ચૂંટણી પંચ પર નિષ્પક્ષતાના અભાવના આરોપો કર્યા.
  • TMC 226+ બેઠકોથી જીતશે, પશ્ચિમ બંગાળના અસ્તિત્વની લડાઈ છે.

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 નો જંગ હવે બરાબરનો જામ્યો છે. મંગળવારે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના તમામ 291 વિધાનસભા બેઠકો માટેના ઉમેદવારોની યાદી એકસાથે જાહેર કરી દીધી છે. આ સાથે જ સૌથી મોટો સસ્પેન્સ પણ પૂરો થઈ ગયો છે કે મમતા દીદી ક્યાંથી ચૂંટણી લડશે? દીદી પોતાની પરંપરાગત અને સુરક્ષિત ગણાતી 'ભવાનીપુર' બેઠક પરથી જ ચૂંટણી મેદાનમાં ઉતરશે. ઉમેદવારોની આ યાદી જાહેર કરતી વખતે મમતા બેનર્જી આક્રમક અંદાજમાં જોવા મળ્યા હતા અને તેમણે ભાજપ તેમજ ચૂંટણી પંચ બંનેને આડે હાથ લીધા હતા. તેમણે પૂરા આત્મવિશ્વાસ સાથે દાવો કર્યો છે કે આ ચૂંટણીમાં TMC 226 થી પણ વધુ બેઠકો પર ભવ્ય જીત મેળવશે.

"મા, માટી અને માનુષને સમર્પિત છે આ યાદી"

ઉમેદવારોના નામની જાહેરાત કરતા પહેલા મમતા બેનર્જીએ બંગાળની જનતાનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે કહ્યું, "હું આ 294 ઉમેદવારોની યાદી 'મા, માટી, માનુષ' અને આપણી 'બાંગ્લાર સંસ્કૃતિ' ને સમર્પિત કરું છું."

ચૂંટણી પંચ અને ભાજપ પર સીધો પ્રહાર

દીદીએ પોતાના ભાષણમાં ભાજપ અને ચૂંટણી પંચ પર નિશાન સાધતા ગંભીર આક્ષેપો કર્યા હતા.

ચૂંટણી પંચને કટાક્ષ: મમતાએ કટાક્ષ કરતા કહ્યું કે ચૂંટણી પંચ ભાજપના ઈશારે "નિષ્પક્ષ રમત" રમી રહ્યું છે, તેમણે તો હવે સીધો ભાજપ માટે જ પ્રચાર કરવો જોઈએ.

ભાજપને ખુલ્લો પડકાર: ભાજપને સીધો પડકાર ફેંકતા તેમણે કહ્યું, "તમે શા માટે ડરો છો? જો તમારે ખરેખર લડવું જ હોય તો ગેસની કટોકટી જેવી સમસ્યાઓ ઊભી કરવાને બદલે યોગ્ય રીતે સીધા મેદાનમાં આવો. ચૂંટણી પંચે ભલે ગમે તેવી શાનદાર રમત રમી હોય, પણ ભાજપ પાસે અહી કોઈ તક નથી. આ વખતે તમારી બેઠકો ગત ચૂંટણી કરતા પણ ઘટી જશે."

બંગાળના અસ્તિત્વની લડાઈ: તેમણે ઉમેર્યું કે આ ચૂંટણી પશ્ચિમ બંગાળના અસ્તિત્વને બચાવવાની લડાઈ છે અને અહી કોઈ પણ ભોગે 'દિલ્હીનો લાડુ' વેચાશે નહીં.

TMC ના મુખ્ય ઉમેદવારોની યાદી:

પાર્ટીએ જાહેર કરેલા કેટલાક મહત્વના ઉમેદવારો અને તેમની બેઠકો નીચે મુજબ છે:

  • હાબરા: જ્યોતિપ્રિયા મલ્લિક
  • અશોકનગર: નારાયણ ગોસ્વામી
  • ભાટપરા: અમિત ગુપ્તા
  • જગદ્દલ: સોમનાથ શ્યામ
  • બેરકપુર: રાજ ચક્રવર્તી
  • દમ દમ ઉત્તર: ચંદ્રિમા ભટ્ટાચાર્ય
  • બારાસત: સબ્યસાચી દત્તા
  • બિધાનનગર: સુજીત બોઝ
  • નોઆપારા: ત્રિનંકુર ભટ્ટાચાર્ય
  • રાજારહાટ-ગોપાલપુર: અદિતિ મુનશી
  • રેજીનગર: અતાઉર રહેમાન
  • નાઓડા: શાહિના મુમતાઝ
  • ડોમકલ: હુમાયુ કબીર
  • પલાશીપરા: રૂકબાનુર રહેમાન
  • કરીમપુર: સોહમ ચક્રવર્તી
  • શાંતિપુર: બ્રજકિશોર ગોસ્વામી
  • રાણાઘાટ દક્ષિણ: સૌગત કુમાર બર્મન
  • બગડા: મધુપૂર્ણા ઠાકુર
  • બોનગાંવ ઉત્તર: બિસ્વજીત દાસ
  • ચોપરા: હમીદુલ રહેમાન
  • ઇસ્લામપુર: કન્હૈયાલાલ અગ્રવાલ
  • હેમતાબાદ: સત્યજીત બર્મન
  • રાયગંજ: કૃષ્ણા કલ્યાણી
  • બાલુરઘાટ: ​​અર્પિતા ઘોષ
  • હરિરામપુર: બિપ્લબ મિત્રા
  • ગાઝોલ: પ્રોસેનજીત દાસ
  • ચંચલ: પ્રસુન બેનર્જી
  • માલતીપુર: અબ્દુર રહીમ બોક્સી
  • અંગ્રેજી બજાર: આશિષ કુંડુ
  • સુજાપુર: સબીના યાસ્મીન
  • જાંગીપુર: જાકીર હુસૈન
  • સાગરદીઘી: બાયરન બિશ્વાસ
  • મુર્શિદાબાદ: સયાની સિંહ રોય
  • ખારગ્રામ: આશિષ મરજીત
  • કાંડી: અપૂર્બા સરકાર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

80th Independence Day Live: 80મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર ગૂંજશે વંદેમાતરમ્, PM મોદી 13મી વખત ફરકાવશે તિરંગો
80th Independence Day Live: 80મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર ગૂંજશે વંદેમાતરમ્, PM મોદી 13મી વખત ફરકાવશે તિરંગો
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget