Dhanteras Upay: આજે ધનતેરસના અવસરે કરી લો આ પાંચમાંથી એક ઉપાય, સુખ સમૃદ્ધિમાં થશે વૃદ્ધિ
Dhanteras 2024: આજે દેશભરમાં ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આજે આ ખાસ ઉપાય કરવાથી ઘરમાં સૌભાગ્યની વર્ષા થાય છે અને ધન અને સમૃદ્ધિમાં પણ વૃદ્ધિ થાય છે.
Dhanteras Upay: દિવાળીના પંચ પર્વનો આજથી પ્રારંભ થયો છે. દિવાળીના તહેવારના પહેલા દિવસે ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવે છે. તે પછી નરક ચતુર્દશી, દિવાળી, ગોવર્ધન પૂજા અને છેલ્લે ભાઇબીજનો તહેવાર ઉજવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે ધનતેરસના દિવસે બજારમાંથી કંઈક ખરીદવાની પરંપરા છે. સોના કે ચાંદીની વસ્તુઓ ખરીદવાનું વિશેષ મહત્વ છે. ઘણા લોકો લક્ષ્મી-ગણેશજીના બનેલા સોના અને ચાંદીના સિક્કા ખરીદે છે, જેને ખૂબ જ શુભ માનવામાં આવે છે, પરંતુ જે લોકો આ ખરીદી શકતા નથી તેઓ સ્ટીલ, પિત્તળ અથવા તાંબા વગેરેના વાસણો ખરીદી શકે છે. આ દિવસે ધાતુની વસ્તુઓ ખરીદવી ખૂબ જ શુભ હોય છે. તેથી ધનતેરસના દિવસે ધાતુની કોઈ વસ્તુ ખરીદીને ઘરે લાવવી જોઈએ.
જો તમે તમારા જીવનમાંથી નકારાત્મકતાને દૂર કરવા માંગો છો તો આજે ભગવાન યમ માટે પ્રગટાવેલા દીવામાં એક ચપટી કાળા તલ નાંખો અને તેને પ્રગટાવો. તેનાથી તમારી આસપાસની તમામ નકારાત્મકતા દૂર થશે અને તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે.
લક્ષ્મી-ગણેશના આશીર્વાદ મળશે
જો તમે દેવી લક્ષ્મી અને શ્રી ગણેશ જીની કૃપા મેળવવા માંગતા હોવ તો આજે સિક્કા અને વાસણો સિવાય લક્ષ્મી-ગણેશજીની મૂર્તિ પણ ખરીદી પણ કરી શકો છો. દિવાળીના દિવસે તેમની પૂજા કરો. આમ કરવાથી તમારા સમગ્ર પરિવાર પર દેવી લક્ષ્મી અને શ્રી ગણેશજીની કૃપા રહેશે.
ધનતેરસના દિવસ આ ઉપાય કરો
ધનતેરસના દિવસ એક ચાંદીનો સિક્કો લો. એક તજની સ્ટીક, એક સોપારી લો તેનું પૂજન કરી માતાને અર્પણ કરો અને લાલ પોટલીમાં બાંધીને પૂજા બાદ તિજોરીમાં રાખો, આર્થિક સ્થિતિ મજબૂત બનશે,
ઘરમાં ખુશીઓ જળવાઈ રહેશે
જો તમે તમારા ઘરમાં સુખ-શાંતિ જાળવી રાખવા માંગો છો તો આજે જ એક સૂકું નારિયેળ ખરીદો અને દિવાળી પર દેવી લક્ષ્મીને અર્પણ કરો. જો તમે ઈચ્છો તો તે નાળિયેરમાંથી મીઠાઈ બનાવીને તેને અર્પણ કરી શકો છો અથવા તેને પીસીને તેમાં થોડી ખાંડ ભેળવીને પણ અર્પણ કરી શકો છો.
આર્થિક બળ મળશે
આજે તમારા ઘરની સુખ-સમૃદ્ધિ માટે પીપળના પાન લો, તેના પર પીળા ચંદનની પેસ્ટ લગાવો અને વહેતા પાણીમાં તરતા રાખો. સાથે જ 5 ગોમતી ચક્રને સફેદ કપડામાં લપેટીને માતા લક્ષ્મીને અર્પણ કરો અને બાદ તેને તિજોરીમાં રાખો તમારા ઘરની સુખ-સમૃદ્ધિ તો વધશે જ પરંતુ તમને આર્થિક રીતે પણ મજબૂત થશે.
આખું વર્ષ ઘરમાં ધનનો વરસાદ રહેશે
જો તમે તમારા ઘરમાં ધનની વર્ષા ઇચ્છો તો આ વખતે ધનતેરસ પર કુબેર યંત્રને ઘરમાં લાવો અને તેને પૂજા સ્થાને રાખો. હવે દિવાળી પર સાંજની પૂજા દરમિયાન તે યંત્રની યોગ્ય રીતે પૂજા કરો અને મંત્રમહર્ણવમાં આપેલા કુબેરજીના 16 ઉચ્ચારણ મંત્રનો જાપ કરો.