Guru Purnima 2022: ગુરૂપૂર્ણિમાના અવસરે બુધાદિત્ય યોગમાં સફળતા મેળવવા માટે આ કામ અવશ્ય કરો
Guru Purnima 2022 :અષાઢ મહિનામાં આવતી પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખાય છે. આ વખતે ગુરુ પૂર્ણિમા 13 જુલાઈએ ઉજવવામાં આવશે.આ દિવસે 4 યોગનો બની રહ્યો છે સંયોગ
Guru Purnima 2022 :અષાઢ મહિનામાં આવતી પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખાય છે. આ વખતે ગુરુ પૂર્ણિમા 13 જુલાઈએ ઉજવવામાં આવશે.આ દિવસે 4 યોગનો બની રહ્યો છે સંયોગ
અષાઢ મહિનામાં આવતી પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખાય છે. આ વખતે ગુરુ પૂર્ણિમા 13 જુલાઈએ ઉજવવામાં આવશે. માન્યતાઓ અનુસાર ચારેય વેદોનું જ્ઞાન આપનાર મહર્ષિ વેદ વ્યાસજીનો જન્મ આ દિવસે થયો હતો.
આ કારણે તેને વેદવ્યાસ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. શિવપુરાણ અનુસાર વેદ વ્યાસને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. આવી સ્થિતિમાં પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુની પૂજાનું પણ વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે, મહર્ષિ વેદ વ્યાસે માનવજાતને પ્રથમ વખત ચાર વેદોનું જ્ઞાન આપ્યું હતું. તેથી જ તેમને બ્રહ્માંડના પ્રથમ ગુરુનો દરજ્જો છે. આ જ કારણ છે કે દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમાની તિથિને અષાઢ પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમા અને ગુરુ પૂર્ણિમા તરીકે ખૂબ જ ઉત્સાહ અને આદરપૂર્વક ઉજવવામાં આવે છે. આવો જાણીએ ગુરુ પૂર્ણિમાની તિથિ અને પૂજા પદ્ધતિ વિશે.
ગુરૂપૂર્ણિમા તિથિ
- ગુરુ પૂર્ણિમા તારીખ: 13 જુલાઈ, બુધવાર
- પૂર્ણિમા તારીખ શરૂ: 13મી જુલાઈ, સવારે 04:02 થી
- પૂર્ણિમા તિથિ સમાપ્ત 12;05 મિનિટ પર
- ગુરૂપૂર્ણિમા પર બની રહ્યો છે 4 યોગ
- ગુરૂપૂર્ણિમાએ બની રહ્યો છે આ 4 યોગ
- ગુરુ પૂર્ણિમાના દિવસે કરો આ કામ
- આ દિવસે માત્ર ગુરુ જ નહીં પરંતુ પરિવારમાં જે કોઈ વડીલ હોય એટલે કે માતા-પિતા, દાદા, દાદીને પણ ગુરુ માનીને તેમની પૂજા કરવી જોઈએ અને આશિષ લેવા જોઇએ.
- ગુરુની કૃપાથી જ વિદ્યાર્થીને જ્ઞાન મળે છે. તેના હૃદયનું અજ્ઞાન અને અંધકાર દૂર થાય છે.
- ગુરુના આશીર્વાદ જ જીવ માટે કલ્યાણકારી, જ્ઞાનદાયક અને શુભ છે. જગતનું સર્વ જ્ઞાન ગુરુની કૃપાથી જ પ્રાપ્ત થાય છે.
- ગુરુ પાસેથી મંત્રો મેળવવા માટે પણ આ દિવસ શ્રેષ્ઠ છે.
- આ દિવસે ગુરુઓની યથાશક્તિ સેવા કરવાનું અનેરું મહત્વ છે. તેથી આ દિવસે ગૂરૂકાર્ય અવશ્ય કરવું.
- જો શક્ય હોય તો લક્ષ્મી-નારાયણ મંદિરમાં ગોળ નારિયેળ ચઢાવો. આમ કરવાથી અટકેલા કામો પૂર્ણ થાય છે.