(Source: ECI/ABP News/ABP Majha)
Feng Shui Tips :ઘરમાં મુખ્ય દ્વાર માટે અપનાવો ફેંગસૂઇના આ કારગર ઉપાય, ચમકી ઉઠશે કિસ્મત
સખત મહેનત કર્યા પછી પણ તમારી આર્થિક સ્થિતિ બરાબર નથી થઈ રહી, તો તમારે ફેંગશુઈના વાસ્તુ આધારિત નિયમોનું પાલન કરવું જરૂરી છે. જે સુખ અને સમૃદ્ધિમાં વધારો કરે છે.
Feng Shui Tips :ફેંગશુઈ અનુસાર, કોઈપણ ઘરમાં 'ચી' એટલે કે જીવન ઊર્જાનો પ્રવેશ ત્યારે જ થાય છે, જ્યારે તેનો મુખ્ય દરવાજો સાચો હોય. જો તમને લાગતું હોય કે, આપના ઘરની ખુશી કોઈની નજરમાં આવી ગઈ છે અથવા સખત મહેનત કર્યા પછી પણ તમારી આર્થિક સ્થિતિ બરાબર નથી થઈ રહી, તો તમારે ફેંગશુઈના વાસ્તુ આધારિત નિયમોનું પાલન કરવું જરૂરી છે. જે સુખ અને સમૃદ્ધિમાં વધારો કરે છે.
ફેંગશુઈ અનુસાર જો મુખ્ય દરવાજાની સામે થાંભલો હોય તો તેને તોડવાને બદલે તેના પર અરીસો લગાવવાથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશતી નથી.ફેંગશુઈ અનુસાર, ઘરના મુખ્ દ્રાર માં પ્રકાશ સારી રીતે આવવો જોઇએ. અને હવા ઉજાસ સારો હોવા જોઇએ. મુખ્ય દરવાજાની બાજુમાં કોઈ ગેરેજ કે અન્ય ગેટ ન હોવો જોઈએ.
જો મુખ્ય દરવાજાનો દરવાજો અવાજ કરતો હોય તો તેને ઠીક કરો. દરવાજામાંથી આવતા અવાજથી એવું લાગે છે કે દરવાજો રડી રહ્યો છે અને તેનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે. જો ઘરના દરવાજા અવાજ કરે છે,ઘરમાં સકારાત્મક ઉર્જા લાવવા માટે તમારે તમારા મુખ્ય દરવાજાની નિયમિત સફાઈ કરવી જોઈએ. જો જરૂરી હોય તો, તમે તેને પેઇન્ટ પણ કરી શકો છો. મુખ્ય દરવાજાની સ્વચ્છતાના કારણે ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ આવે છે.
ફેંગશુઈ અનુસાર, જો તમે ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પાસે બુક શેલ્ફ રાખો છો, તો તે સકારાત્મક ઉર્જા પોતાની તરફ આકર્ષિત કરે છે. માત્ર એટલું ધ્યાનમાં રાખો કે શેલ્ફ મુખ્ય દરવાજાની બરાબર સામે ન હોવો જોઈએ નહીં તો તે સકારાત્મક ઊર્જાના પ્રવેશમાં અવરોધ બની શકે છે.
તમારા મુખ્ય દરવાજા પાસે સ્વચ્છતા રાખો અને ઘરમાં પ્રવેશતા પહેલા જૂતા અને ચપ્પલ પણ ઉતારો. નહિ તો નકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશ થાય છે. ઉપરાંત મુખ્ય દરવાજાની આસપાસ ક્યારેય ગંદકી ન થવા દેવી.ફેંગશુઈના નિયમો અનુસાર, તમારા ઘરનો મુખ્ય દરવાજો અને પાછળનો દરવાજો એક સીધી રેખામાં ન હોવો જોઈએ કારણ કે જ્યારે આવું થાય છે, ત્યારે જીવન ઊર્જા અંદર પ્રવેશતાની સાથે જ બહાર આવી જશે.
ફેંગશુઈના નિયમો અનુસાર જો મુખ્ય દરવાજાની સામે રસોડું હોય તો તેનાથી વાસ્તુ દોષ સર્જાઇ છે. આ ખામીથી છુટકારો મેળવવા માટે મુખ્ય દરવાજા પર ક્રિસ્ટલ બોલ લટકાવી શકાય છે.