રાશિફળ 29 માર્ચ: આજે ધૂળેટી, જાણો કઈ જાતિના જાતકોને કેવો કલર ફળશે
Today Horoscope: ચંદ્ર કન્યા રાશિમાં ગોચર કરી રહ્યો છે. આજે હસ્ત નક્ષત્ર રહેશે. કેટલીક રાશિના જાતકોએ ધન અને સ્વાસ્થ્ય મામલે સાવધાની રાખવાની જરૂર છે.
આજનું રાશિફળઃ પંચાગ અનુસાર આજના દિવસે ફાગણ સુદ એકમની તિથિ છે. ચંદ્ર કન્યા રાશિમાં ગોચર કરી રહ્યો છે. આજે હસ્ત નક્ષત્ર રહેશે. કેટલીક રાશિના જાતકોએ ધન અને સ્વાસ્થ્ય મામલે સાવધાની રાખવાની જરૂર છે.
Today Horoscope (આજનું રાશિફળ)
મેષ (અ.લ.ઇ.) આજના દિવસે આકસ્મિક લાભ થઈ શકે છે. જૂના ઋણ લાભના રૂપમાં પરત મળી શકે છે. તમારે પીળા, ગુલાબી તથા લાલ ગુલાબનો ઉપયોગ કરવાનો છે.
વૃષભ (બ.વ.ઉ.) : આજે બીજાના વિવાદમાં પડવાથી બચજો. ગ્રહોની સ્થિતિ જોતાં નિયમોનું પાલન કરવાની સલાહ આપવામાં આ છે.
મિથુન (ક.છ.ઘ.) આજના દિવસે મૂળ સ્વભાવમાં રહેજો. જૂના મિત્રો સાથે સમય વ્યતીત કરજો. લીલા રંગ તથા ગુલાલનો ઉપયોગ કરજો.
કર્ક (ડ.હ.) આજના દિવસે તમારા નજીકના લોકોના સહયોગથી આત્મબળ મજબૂત બનશે. ધન સંબંધિત મામલાને લઈ પરેશાન ન થતાં.
સિંહ (મ.ટ.) આજના દિવસે સકારાત્મક વિચાર ધરાવતાં મિત્રો સાથે સમય વીતાવજો. જનસંપર્ક વધારીને તમારા નેટવર્કને વધારે મજબૂત કવાનો સમય છે.
કન્યા (પ.ઠ.ણ.) આજના દિવસે ભાવનામાં તણાઈ જઈને ખર્ચા પ્રત્યે સજાગ રહેજો. લાંબી યાત્રા તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. દાંપત્ય જીવનમાં પ્રસન્નતા અને પ્રફુલ્લિતા જાળવી રાખવા માટે ક્રોધ ન કરતાં.
તુલા (ર.ત.) આજના દિવસે પૂર્વજોના આશીર્વાદથી અટકેલા કાર્યો પૂરા થશે. પડોશી તથા સંબંધીઓ સાથે તાલમેલ બનાવીને રાખજો.
વૃશ્ચિક (ન.ય.) આજના દિવસે મન પ્રફુલ્લિત રાખજો. અંતર્મુખી બનવાને બદલે બહિર્મુખી બનજો. ગુલાબી તથા લીલા ગુલાલનો પ્રયોગ કરો.
ધન (ભ.ધ.ફ.ઢ.) આજનો દિવસ આનંદ સાથે મનાવો. ગ્રહોની સ્થિતિ કામ બનવામાં મુશ્કેલી ઉભી કરી શકે છે. ઘાટા પીળા તથા લાલ રંગનો ગુલાલ લગવો.
મકર (ખ.જ.) આજના દિવસે બચક માટે પ્લાનિંગ કરજો. પરિવારના સભ્યો સાથે સમય વ્યતીત કરજો. લીલા અને લાલ રંગના ગુલાલનો પ્રયોગ કરજો.
કુંભ (ગ.શ.ષ.સ.) આજના દિવસે તમારી ટેલેન્ટ બીજા સામે લાવજો. વધારે ઋણ લેવાથી બચજો. આછા લીલા રંગનો ગુલાલનો ઉપયોગ કરજો.
મીન (દ.ચ.ઝ.થ) આજના દિવસે વધારે ચિંતિત અને ગંભીર રહેવાથી તણાવ વધી શકે છે. ઉત્સાહ સાથે હોળીના પર્વનો આનંદ લેજો. લાલ, પીળા તથા ગુલાબી રંગો લગાવી સંબંધો મજબૂત કરજો.