Horoscope Today 31 December 2021 : લક્ષ્મીજીની આ રાશિ પર વરસશે કૃપા,જાણો બારેય રાશિનું રાશિફળ
ઋષભ અને મીન રાશિ માટે 31 ડિસેમ્બર 2021નો દિવસ મહત્વપૂર્ણ છે. 12 રાશિઓનો કેવો રહેશે દિવસ, જાણો
Horoscope Today 31 December 2021 : ઋષભ અને મીન રાશિ માટે 31 ડિસેમ્બર 2021નો દિવસ મહત્વપૂર્ણ છે. 12 રાશિઓનો કેવો રહેશે દિવસ, જાણો
પંચાંગ અનુસાર, આજે 31 ડિસેમ્બર 2021, શુક્રવારે પોષ મહિનાના કૃષ્ણ પક્ષની દ્વાદશી તિથિ છે. આ દિવસે એકાદશી વ્રત તોડવામાં આવે છે. શુક્રવાર ધનની દેવી લક્ષ્મીને સમર્પિત છે. પંચાંગ મુજબ આજે ચંદ્ર વૃષભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે અને કઇ રાશિને આજે લક્ષ્મીજીની કૃપા મળવાની છે. આવો જાણીએ.....
મેષ રાશિ
આ દિવસે ભવિષ્યને લઈને વધુ પડતા આશાવાદી રહેવું યોગ્ય નથી. તેથી પરિસ્થિતિઓને સમજો અને વર્તમાનમાં રહો. કામ સમયસર પૂરું થશે તો બોસ ખુશ થશે. ટ્રાન્સફરની સાથે પ્રમોશન મળવાની પણ સંભાવના છે.
વૃષભ રાશિ
આજે કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે કારણ કે, બોસની વાતોને નજરઅંદાજ કરશો તો ભારે પડી શકે છે. હોટલ અને રેસ્ટોરન્ટનો વ્યવસાય કરનારાઓ માટે આજનો દિવસ મહત્વપૂર્ણ છે, ધંધામાં ધ્યાન આપો.
મિથુન રાશિ
આ દિવસે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાનું ટાળો કારણ કે મનમાં ભ્રમિત થવાની સ્થિતિ નિર્ણય લેવામાં મૂંઝવણ કરી શકે છે. ઓફિસિયલ કામમાં બોસનું માર્ગદર્શન મળશે. જો તમે લક્ષ્ય-આધારિત કાર્ય કરો છો, તો ફોન પર અન્ય લોકો સાથે સંપર્કમાં રહો. વેપારીઓના અટકેલા કામ પૂરા થતા જોવા મળશે.કોઈને આપેલી લોન પણ પરત મળી શકે છે.
કર્ક રાશિ
આ દિવસે પરિવાર અને સામાજિક રીતે ઈમેજ મજબૂત રહેશે. જે લોકો સામાજિક કાર્યોમાં રસ ધરાવતા હોય, તેઓએ આજે જાગૃત રહેવું જરૂરી. આવશ્યક સેવા સાથે સંકળાયેલા લોકોએ ગંભીરતાથી લોકોને મદદ કરવી હિતાવહ, . વેપારી વર્ગને જૂનો અનુભવ ફાયદાકારક રહેશે.
સિંહ રાશિ
આજના દિવસે કોઇ અજ્ઞાત ડર સતાવશે. મનમાં અનેક પ્રકારની શંકાઓ પણ ઉદ્ભવી શકે છે. બિનજરૂરી શંકાઓને અવકાશ ન આપો, નહીં તો તે ભારે તણાવનું કારણ બની શકે છે. નોકરિયાત લોકોને ઓફિસમાં દરેકનો સહયોગ મળશે.
કન્યા રાશિ
આજે ગ્રહોની નકારાત્મક સ્થિતિ સર્જી શકે છે. વેપારીઓએ વર્ગે કોઈપણ પ્રકારનું જોખમ લીધા વિના ધૈર્યથી કામ કરવું. વિદ્યાર્થીઓએ તેમના નબળા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવું.
તુલા રાશિ
સરકારી વિભાગ સાથે જોડાયેલા લોકોએ કામમાં બેદરકારી દાખવવી જોઈએ નહીં નહિ તો તો કડક કાર્યવાહી થવાની સંભાવના છે. જે લોકો વેપાર કરી રહ્યા છે, તેઓએ સરકારી અધિકારીઓ સાથે ઝઘડો કરવાનું ટાળવું. વિવાદના કારણે આપને નુકાસાન ભોગવવું પડી શકે છે.
વૃશ્ચિક રાશિ
આજના દિવસે લોન લેવાનું ટાળવું. આર્થિક બાબતોમાં સમજી વિચારીને નિર્ણય લો. સ્વાસ્થ્યની બાબતમાં જે લોકોને કાન-ગળા સંબંધિત બીમારીઓ છે તેઓ પરેશાન થઈ શકે છે, સાવધાન રહો. બીજી બાજુ, જો જીવનસાથીનું વજન વધારે હોય તો તેને ઘટાડવું સલાહભર્યું છે.
ધનુ રાશિ
આ દિવસે કોઈની નિંદા કે ખરાબ વાતો સાંભળીને પરેશાન ન થાઓ, પોતાની જાતને સકારાત્મક રાખો, એવું કહેવામાં આવી રહ્યું છે કે. NGO સાથે જોડાયેલા લોકોને સરકાર તરફથી મદદ મળશે.
મકર રાશિ
નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે દિવસ શુભ છે. ઓફિસિયલ પરિસ્થિતિઓની વાત કરીએ તો કામ પૂરા કરવામાં વધારે સમય ન ખર્ચો, આ વાતનું ખાસ ધ્યાન રાખો કે, વ્યવસાયની સાથે સામાજિક વર્તુળ પણ વધારવું પડશે, સામાજિક પ્રતિષ્ઠા આપને વધુ ફાયદો કરાવશે.
કુંભ રાશિ
આજના દિવસે આપની જાતને વ્યસ્ત રાખો. ઓફિસનું કામ ભૂલ વગર ખૂબ કાળજી રાખીને કરવું હિતાવહ છે નહિ તો બોસના ગુસ્સાનો સામનો કરવો પડશે.જો તમને ઘરે જવાની ઉતાવળ કરશો તો બોસની નારાજગીનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્ય માટે નબળો દિવસ.
મીન રાશિ
આ દિવસે આર્થિક લાભ થવાની પૂરેપૂરી સંભાવના છે, જો તમે કોઈને ઉધાર આપ્યું હોય તો આજે નાણા પરત મળવાની પૂરતી શક્યતા છે. સારા સમાચાર મળવાની શક્યતા દેખાઈ રહી છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો, લાંબા સમયથી સતાવતી બીમારીમાં કોઇ રાહત મળતી નથી દેખાતી.