શોધખોળ કરો
Advertisement
રાશિફળ 7 ફેબ્રુઆરીઃ આજે ગ્રહોની ચાલ તમામ રાશિઓને કરશે અસર, જાણો તમારું આજનું રાશિફળ
Today Horoscope: આજનો દિવસ ખુબ શુભ છે. પંચાગ અનુસાર આજે પોષ વદ અગિયારસની તિથિ છે. એકાદશીની પૂજા અને વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે.
આજનું રાશિફળઃ આજનો દિવસ ખુબ શુભ છે. પંચાગ અનુસાર આજે પોષ વદ અગિયારસની તિથિ છે. એકાદશીની પૂજા અને વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આજે ગ્રહોની ચાલ તમામ રાશિઓને અસર કરી રહી છે. કેટલીક રાશિના જાતકોએ ખાસ સાવધાની રાખવાની છે.
મેષ (અ.લ.ઇ.) : આજના દિવસે ભૂતકાળમાં કરેલી મહેનતના બળે સફળતા મળશે. તમારો સ્વભાવ નીડર છે પંરતુ નીડરતા અને દુસાહસ વચ્ચેનું અંતર સમજવું પડશે.
વૃષભ (બ.વ.ઉ.) આજના દિવસે સામાજિક કાર્યો પર વધારે ધ્યાન આપજો. તમારું નેટવર્ક જેટલું વધશે તેટલો લાભ મળવાની સંભાવના વધી જશે. પરિવારમાં નાના-મોટા ભાઈ બહેનોને માર્ગદર્શન આપજો.
મિથુન (ક.છ.ઘ.) આજના દિવસે સૌમ્ય વાણી લાભદાયી સાબિત થશે. પોતાનું કામ ઈમાનદારીથી કરો અને બીજા પ્રત્યે વિનમ્ર વ્યવહાર કરજો. કોઈ પરિચિતને ત્યાં શુભકાર્યમાં સામેલ થવાનું નિમંત્રણ મળી શકે છે.
કર્ક (ડ.હ.) આજના દિવસે આળસ બિલકુલ ન કરો. તણાવ બિલકુલ ન રાખતાં. ઘરમાં કોઈ કામ બાકી હોય તો જલદી પૂરા કરજો.
સિંહ (મ.ટ.) આજના દિવસે ઘરમાં રહીને મનપસંદનું કામ કરજો અને રિલેક્સ રહેવું લાભદાયક રહેશે. વ્યાપારિક મામલામાં ધીરજ સાથે નિર્ણય લેજો, મોટી ડીલ કરતી વખતે કાગળની કાર્યવાહી પૂરી કરજો. પિતાનો સહયોગ મળશે.
કન્યા (પ.ઠ.ણ.) આજના દિવસે બીજાની શક્ય તેટલી મદદ કરો. તેમના આશીર્વાદથી દિવસભર કાર્ય કરવાની ઉર્જા મળશે. સામાજિક સ્તર પર મોટા ભાઇ તુલ્ય લોકોનો સહયોહ મળશે.
તુલા (ર.ત.) આજના દિવસે ઓફિશિયલ કામો પૂરો કરવામાં સહયોગીઓનો સહકાર મળશે. કોઈ મિત્રને તમારી સલાહની જરૂર પડે તો નિરાશ ન કરતાં.
વૃશ્ચિક (ન.ય.) આજના દિવસે ધર્મ અને કર્મ બંને જગ્યા પર ધ્યાન કેન્દ્રિત કરજો. ગુરુની કૃપા તમારા પર છે અને યોગ્ય નિર્ણય લેવામાં તમારું માર્ગદર્શન કરશે. પરિવાર મામલામાં દિવસ લગભગ સામાન્ય રહેશે. નવું મકાન જમીન લેવાની વાત ચાલી શકે છે.
ધન (ભ.ધ.ફ.ઢ.) આજના દિવસે ભવિષ્યને લઈ મનમાં નકારાત્મક વિચાર આવી શકે છે. ગ્રહોની નકરાતાક્મક સ્થિતિ વિચારોના માધ્યમથી તમને પરેશાન કરી શકે છે. પ્રોપર્ટીને લઈ વિવાદ ચાલી રહ્યો હશે તો કઇંક પોઝિટિવ સમાચાર મળશે.
મકર (ખ.જ.) આજના દિવસે મોટા રોકાણમાં ધન લગાવવા માટે ક્યાંકથી ઓફર મળી શકે છે. પરંતુ વડીલોની સલાહ વગર ધનનું રોકાણ ન કરતાં. પરિવાર તથા મિત્રો સાથે સમય પસાર કરજો.
કુંભ (ગ.શ.ષ.સ.) આજના દિવસે આ રાશિના જાતકોએ સ્પર્ધાનો સામનો કરવો પડશે. જે પણ પ્લાનિંગ કરો તે સમયસર પૂરા થાય તેનું ધ્યાન રાખજો. બિનજરૂરી સુખ સુવિધાની વસ્તુઓ ખરીદવાથી બચજો.
મીન (દ.ચ.ઝ.થ) આજના દિવસે વિચારોને મહત્વ આપો. આર્થિક સ્થિતિ સુધરવાથી મન પ્રસન્ન રહેશે. સામાજિક સંપર્કો વધારજો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
દેશ
ક્રિકેટ
Advertisement