Yearly Horoscope: શનિના સાડાસાતીના કારણે મીન સહિત આ રાશિ માટે કપરો સમય, જાણો વાર્ષિક રાશિફળ
વિક્રમ સવંત 2081નું વર્ષ આવી રહ્યું છે. આગામી વર્ષ તુલાથી મીન રાશિના જાતક માટે કેવું નિવડશે. જાણીતા જ્યોતિષાચાર્ય જ્યોતિષાર્ચ ચેતન પટેલ પાસેથી જાણીએ વાર્ષિક રાશિફળ
Yearly Horoscope: વિક્રમ સંવત 20281નું વર્ષ કેવું વિતશે. આર્થિક, અને દાંપત્ય જીવન કેવું નિવડશે, આગામી વર્ષને લઇને દરેક લોકોને કોઇને કોઇ યોજના અને સપના હશે, આ વર્ષ આપના માટે શું લઇને આવશે. શું કહે છે. આપના ભાગ્યના સિતારા, જાણો તુલાથી મીન રાશિનું વાર્ષિક રાશિફળ
તુલા રાશિ
વિક્રમ સંવત 20281ના વર્ષની શરૂઆતમાં વૃષભ રાશિનો ગુરુ તમારી રાશિથી આઠમા સ્થાનમાં ભ્રમણ કરશે જેથી નોકરી વેપારમાં નુકસાન થઇ શકે છે. આર્થિક-શારીરિક નુકસાનના યોગ બની શકે છે. આરોગ્ય પ્રત્યે બેદરકારી ભારે પડી શકે છે.
તારીખ 14—5 2025થી મિથુન રાશિનો ગુરૂ તમારી રાશિથી નવમાં ભાગ્યભાવે આવશે. જે સુખ સફળતા અને લાભના યોગ ઊભા કરે છે. વિદેશ જવાની ઈચ્છા પૂરી થઇ શકે છે. પરિવારમાં શુભ પ્રસંગો આવી શકે છે. ખૂબ સારા લાભોની પ્રાપ્તિ થઇ શકે છે.
વર્ષની શરૂઆતમાં કુંભનો શનિ તમારા પાંચમા સ્થાનમાં ભ્રમણ કરે છે. જે આર્થિક બાબતે અશુભ પરિણામ આપે નાની મોટી નુકશાની થઇ શકે છે. ધંધા નોકરીમાં રૂકાવટ આવી શકે છે. સંતાનોના પ્રશ્નો ઉભા થઇ શકે છે.
તારીખ 29-03- 2025 થી મીન રાશિનો શનિ તમારી રાશિથી છઠ્ઠા રોગ-શત્રુસ્થાને આવશે. જે દરેક કાર્યોમાં સફળતા અપાવશે. રોકાયેલા કાર્યો પૂરા થશે. કોર્ટ કચેરીમાં જીત મળી શકે છે. આરોગ્યમાં સુધારો થઇ શકે છે. શત્રુ પર વિજય મેળવી શકશો.
સ્ત્રીઓ માટે : આ વર્ષ શરૂઆતમાં મિશ્ર ફળદાયી રહેશે, પરંતુ માર્ચ 2025થી સારો સમય શરૂ થશે. જે વિલંબમાં પડેલા કાર્યની પૂર્તિ કરાવશે,.
વિદ્યાર્થીઓ માટે :- આ વર્ષની શરૂઆત કસોટીમય રહેશે,. ખૂબ મહેનત કરવી જરૂરી છે. આત્મવિશ્વા થી અભ્યાસ કરશો તો સારું પરિણામ મળશે. માર્ચ 2025થી સમય સારો આવશે.
વૃશ્ચિક રાશિ
વિક્રમ સંવત 2081ના વર્ષની શરૂઆતમાં વૃષભનો ગુરૂ તમારી રાશિથી સાતમાં ભાવમાં ભ્રમણ કરતા નોકરી ધંધામાં લાભ, સન્માન યસ પ્રતિષ્ઠા સાથે કાર્ય સફળતાના યોગ બની રહ્યો, ઘરમાં માંગલિક કાર્યો બની શકે છે.
તારીખ 14-5 2025થી મિથુનનો ગુરૂ તમારી રાશિથી આઠમા સ્થાનમાં આવશે. જે શારીરિક તકલીફ આપી શકે છે. ઘરમાં ક્લેશ ઊભો થઈ શકે છે. નોકરી વ્યવસાયમાં આકસ્મિક સમસ્યા થઈ શકે છે. એકંદરે સમય શાંતિથી પસાર કરવો.
વર્ષની શરૂઆતમાં કુંભનો શનિ તમારી રાશિથી ચોથા સુખભાવે રહેશે, જે નુકશાની અને શત્રુતાના યોગ ઊભા કરી શકે છે, નોકરી વ્યવસાય ઘર પરિવારમાં વાદ વિવાદથી દૂર રહેવું જોઇએ. કોર્ટ કચેરીથી બચવું, નહીં તો નાણાંકીય તકલીફોનો સામનો કરવો પડી શકે છે. શેર-શટા જેવા કાર્યોથી દૂર રહેવું, આર્થિક, માનસિક તેમજ શારીરિક તકલીફોનો સામનો કરવો પડે
તા. 29-03 2025થી મીન રાશિનો શનિ તમારી રાશિથી પાંચમા સ્થાનમાં રહેશે. જે આર્થિક બાબતો માટે અશુભ ગણાય છે. જે શારીરિક તકલીફો આપી શકે છે. સંતાન સંદર્ભે ચિંતા થઇ શકે છે. ખર્ચ પર કાબૂ રાખવો ધીરજ પૂર્વક સમય પસાર કરવો હિતાવહ છે
સ્ત્રીઓ માટે : આ વર્ષ સંઘર્ષ ભર્યું પસાર થઇ શકે છે. ઘર પરિવાર કે દામત્ય જીવનમાં વિવાદોથી દુર રહેવું પાચનની નાની-મોટી તકલીફ થઈ શકે છે. આર્થિક તંગી રહ્યાં કરે. ખર્ચ પર કાબૂ રાખવો જરૂરી
વિદ્યાર્થીઓ માટે : આ વર્ષની શરૂઆત ફાયદાકારક રહેશે. વિદેશ જવાની તમારી ઈચ્છા પૂર્ણ થતી જણાય તમારા કાર્યો સફળ થતાં જણાય મે 2025થી અભ્યાસમાં ધ્યાન વધુ આપવું હિતાવહ રહેશે. થોડો કઠિન સમય શરૂ થઇ શકે છે. એકંદરે વર્ષ સારુ જશે.
ધન રાશિ :
વિક્રમ સંવત 2081ના વર્ષની શરૂઆતમાં વૃષભનો ગુરૂ તમારી રાશિથી છઠ્ઠા રોગ-શત્રુ ભાવમાં ભ્રમણ કરે છે. આ સ્થાને ગુરુ અશુભ ફળદાયી ગણાય છે.નોકરી વ્યવસાયમાં અણબનાવ નુકસાન થઈ શકે આરોગ્ય બાબતે ખૂબ જ સાવચેત રહેવું જરૂરી છે. નાના મોટા રોગ કે સમસ્યા ઊભી થઇ શકે છે.
તા.14-5 2025થી મિથુન રાશિનો ગુરૂ તમારી રાશિથી સાતમા સ્થાનમાં રહેશે જેથી કાર્ય સિદ્ધિના યોગો શરૂ થશે વેપાર ધંધા નોકરીમાં આવક વધશે. કામ સફળ થશે સંબંધો મધુર થશે. તબિયતમાં સુધાર થશે. લગ્ન ઈચ્છુક માટે લગ્નના યોગ ઉભા થશે. દાંપત્ય જીવનમાં મધુરતા આવશે. યશની પ્રાપ્તિ થશે.
વર્ષની શરૂઆતમાં કુંભ રાશિનો શનિ તમારી રાશિથી ત્રીજા પરાક્રમ સ્થાને રહેશે. જે વેપાર ધંધા નોકરીમાં સાહસથી સિદ્ધિ પ્રાપ્ત કરાવશે ઉપરાંત આકસ્મિક ધન પ્રાપ્તિ કરાવશે.તમારી જીવનશૈલીમાં પરિવર્તન આવશે સારો ધન લાભ થાય તેમજ કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. સમાજમાં પ્રતિષ્ઠા વધશે.
તારીખ 29-03 2025થી શનિ તમારી રાશિથી ચોથા સુખસ્થાને આવશે. જે માતા- પિતા સાથે અણબનાવ ઊભો ન કરે તેની કાળજી રાખવી , આર્થિક, માનસિક અને શારીરિક તકલીફોનો એકાએક સામનો કરવો પડી શકે છે શેર-સટ્ટાકીય કાર્યોથી દૂર રહેવું જોઇએ.નુકસાની વેઠવી પડશે.
સ્ત્રીઓ માટે : આ વર્ષની શરૂઆત ઘણી શુભ છે.સામાજિક કાર્યમાં યશ મળે. નોકરિયાત બહેનોને કાર્ય સિદ્ધિ અને ધન પ્રાપ્તિના યોગ બની રહ્યાં છે. 29 માર્ચ 2025 પછી નબળો સમય રહે ત્યારબાદ સમય શાંતિથી પસાર કરવો ખર્ચ પર કાબૂ રાખવો.
વિદ્યાર્થીઓ માટે: આ વર્ષ શરૂઆતમાં મિશ્ર ફળદાયી ગણાય પરંતુ માર્ચ 2025થી ઉત્તમ સમય શરૂ થશે. અભ્યાસ અંગે વાત કરીએ તો વિદેશ જવામાં સફળતા મળશે
મકર રાશિ : વિક્રમ સંવત 2081ના વર્ષની શરૂઆતમાં વૃષભનો ગુરુ તમારી રાશિથી પાંચમા ભાવે ભ્રમણ કરશે જે નોકરી તેમજ વ્યવસાયમાં કાર્ય સફળતા અને ધન પ્રાપ્તિના યોગ ઊભા કરાવશે.જીવનમાં સુખ સફળતા મળે સંતાનોના પ્રશ્નો હલ થાય. નોકરીમાં પ્રમોશનના યોગ સર્જાય.વિદેશ જવાનું સપનું પૂરું થાય
તારીખ 14 -5-2025થી મિથુન રાશિનો ગુરૂ તમારીથી છઠ્ઠા રોગ-શત્રુભાવે રહેશે, જે શારીરિક સમસ્યા તેમજ અંગત વ્યક્તિ દ્વારા વિશ્વાસ ઘાતના યોગ બનાવે, નોકરી વ્યવસાયમાં તકરારથી બચવું આવક ઘટી શકે છે.
વર્ષની શરૂઆતમાં કુંભનો શનિ તમારી રાશિથી બીજા ધનભાવે ભ્રમણ કરે છે અહીં તમારે સાડાસાતી પનોતીનો છેલ્લો તબક્કો સોનાના પાયે પગ પરથી પસાર થાય છે, જે શારીરિક -માનસિક ચિંતા બેચેની અપાવે તમારે અનેક તકલીફોનો સામનો કરવી પડી શકે છે. ઉતરતી પનોતીમાં ધીરજ પૂર્વક સમય પસાર કરવો, મોટા સાહસ કે મોટા ખર્ચથી બચવું કોઈની સાથે તકરાર કે કોર્ટ કચેરીમાં ઉતરવું નહીં, પનોતી નો સમય છે. બને તેટલી વધારે શનિ ઉપાસના અને હનુમાનજીની ઉપાસના કરવી જેનાથી વધુ લાભ રહે, તકલીફ ઓછી પડે.
તારીખ 29--૦3-2025થી શનિ તમારી રાશિથી ત્રીજા પરાક્રમ સ્થાને આવશે. તમને પનોતીમાંથી મુક્તિનો અહેસાસ થશે. રોકાયેલા કાર્યો પૂરા થશે લોકો તરફથી સારો પ્રતિસાદ અને સપોર્ટ મળશે. ફરી સાહસિક કાર્યો દ્વારા પ્રગતિ થશે, વેપાર ધંધા નોકરીમાં ધનની વૃદ્ધિના યોગ ઊભા થશે એકંદરે સારી સફળતા મળે યશ મળશે.
સ્ત્રીઓ માટે : આ વર્ષ શરૂઆત એ બેચેની ચિંતા અને તકલીફો લાવનારું બને. પરંતુ માર્ચ 2025થી તમામ સમસ્યાઓનો અંત આવે. સારા ધન યોગ ઉભા થાય ક્લેશ દૂર થાય રોકાયેલા કાર્યો પૂરા થતા જણાય.
વિદ્યાર્થીઓ માટે : આ વર્ષની શરૂઆત ઉત્તમ થવાની છે, સફળતા મળશે થોડું પરિશ્રમ કરવાવાળું વર્ષ ગણાય, માર્ચ 2025 બાદ ઉચ્ચ ડિગ્રીની પ્રાપ્તિ માટે તમારે કમર કસવી પડશે. ખૂબ વધુ મહેનત બાદ સફળતા મેળવી શકશો.વર્ષના અંતમાં થોડી કઠિનાઈ ઊભી થઈ શકે
કુંભ રાશિ:
વિક્રમ સંવત 2081ના વર્ષની શરૂઆતમાં વૃષભ રાશિનો ગુરુ તમારી રાશિથી ચોથા ભાવે ભ્રમણ કરશે. જે વેપાર ધંધા નોકરીમાં ધનલાભના યોગ ઊભા કરે, સફળતા પ્રાપ્તિ કરાવે. કૌટુંબિક જીવનમાં પણ ખૂબ લાભ અપાવે, જમીન મિલકત પ્રોપર્ટીથી પણ ફાયદો થશે. તા. 14 5-2025 થી ગુરૂ તમારી રાશિથી પાંચમા સ્થાનમાં આવશે, જે સુખ સફળતાના યોગ ઊભા કરે, સંતાન પ્રાપ્તિના યોગ થાય, બાળકોના પ્રશ્નો પુરા થાય, ધાર્મિક યાત્રા મુસાફરીના યોગ બનશે
વર્ષની શરૂઆતમાં કુંભના શનિથી પનોતીનો બીજો તબક્કો તાંબાના પાપે છાતી પરથી પસાર થશે. જે વેપાર ધંધા નોકરી માટે લક્ષ્મીદાયક કે ધન દાયક ગણી શકાય. પનોતી હોવાથી શારીરિક માનસિક ચિંતા અને બેચેની સમય સમયે રહ્યા કરે. રોકાયેલા કાર્યોમાં ધીમી ગતિએ સફળતા મળે પનોતીનો સમય છે બને તેટલી વધારે શનિ ઉપાસના અને હનુમાનજીની ઉપાસના કરવી. જેનાથી વધુ લાભ રહે. તકલીફ ઓછી પડે.
તા. ૨૯-૦૩-૨૫ થી શત્તિ તમારી રાશિ થી બીજા ધન ભાવે આવશે. અહીં તમારી સાડાસાતી પનીતીનો ત્રીજો અને છેલ્લો તઠાલકો રૂપાના પાયે પગ પરથી પસાર થવાનો છે જે પણ એકંદરે લાભદાયી રહેશે રોકાયેલા કાર્યોમાં સફળતા અપાવશે, વારસાગત લાભ અપાવે, જમીન મકાન પ્રોપર્ટીથી ધન લાભ થાય, શનિ ઉપાસના શરૂ રાખવી,વધુ ખર્ચને કારણે નાણાંકીય ખેંચ વધતી જણાય જેથી ખર્ચ પર કાબુ રાખવો.
સ્ત્રીઓ માટે :- સ્ત્રીઓ માટે આ વર્ષે માનસિક શારીરિક રીતે મધ્યમ ગણાય,પરંતુ આર્થિક અને સુખની દ્રષ્ટિએ સારું ગણાય, પનોતી હોવા છતાં પણ ઘણા લાભ મળશે, શનિ ઉપાસના અને હનુમાનજીની ઉપાસના શરૂ રાખવી, તેનાથી કૌટુંબિક સુખ અને ધનની પ્રાપ્તિ થશે, શારીરિક સમસ્યા દૂર થશે
વિદ્યાર્થીનો માટે : આ વર્ષ એકંદરે વધુ મહેનત બાદ જ સફળતા મળશે. ઓછી મહેનત કરશો તો પરિણામ નબળું આવી શકે છે. માર્ક ઓછા રહેશે. ઉચ્ચ અભ્યાસ અંગે વિદેશ જવામાં કઠિનાઈથી સફળતા મળશે. એકંદરે વિદ્યા પ્રાપ્તિમાં સારી સફળતા મળશે.
મીન રાશિ
વિક્રમ સંવત 2081ના વર્ષની શરૂઆતમાં વૃષભનો ગુરુ તમારી રાશિથી ત્રીજા ભાવે ભ્રમણ કરે છે, જેથી નોકરી વ્યવસાયમાં સ્થળ પરિવર્તનના યોગ બને નાનો મોટો ફ્લેશ થાય, થોડી ઘણી આર્થિક સમસ્યા ઊભી થાય,
તારીખ 14 -5 2025થી મિથુન રાશિનો ગુરુ તમારી રાશિથી ચોથા સુખ ભાવમાંથી ભ્રમણ કરશે, જે વેપાર ધંધા નોકરીમાં ધનલાભનું સૂચન કરે છે આવકમાં વધારો થશે માલ મિલકત વધશે. મકાન વાહન ગાડીનું સુખ વધશે વૈભવમાં વધારો થઈ શકે છે. યસ પ્રતિષ્ઠાની પ્રાપ્તિ કરાવશે.
વર્ષની શરૂઆતમાં કુંભનો શનિ તમારા બારમા વ્યયસ્થાને આવશે. અહીં તમારે સાડાસાતી પનોતીનો પ્રથમ તબક્કો રૂપાના પાસે માથા પરથી પસાર થાય છે જે માનસિક ચિંતા અને બેચેની ઉપજાવી વેપાર ધંધા નોકરીમાં નાની મોટી સમસ્યા આપે, પનોતીનો સમય હોવાથી હનુમાનજીની ઉપાસના કરવી, શનિદેવની ઉપાસના કરવી, સમય શાંતિથી પસાર કરવો. ખૂબ મોટા સાહસોથી બચવું ઉતાવળિયા નિર્ણયો ન લેવો.
તારીખ 29-3-2025થી શનિ મીન રાશિમાં પ્રવેશ કરતા, તમારી રાશિમાં આવશે. અહીં સાડાસાતી પનોતીનો બીજો તબક્કો સોનાના પાયે છાતી પરથી પસાર થશે. અહીં તમે કર્મને ધર્મ માનીને સંયમ પૂર્વક કાર્ય કરશો તો મુશ્કેલી ઓછી રહેશે. ખૂબ મોટા સાહસોથી બચવું, શાંતિથી સમય પસાર કરવો, ખર્ચ પર કાબુ રાખવો, થોડી ઘણી કસોટી નો સમય ગણી શકાય, શનિ ઉપાસના અને હનુમાનજીની ઉપાસના કરશો તો સુડીનો ઘા સોય થી ઉકેલી જશે શનિદેવ કાર્ય અનુસાર ફળ આપતા દેવ છે, કોઈનું અહિત નહીં કરો, ઉત્તમ કાર્ય કરશો તો નુકસાન નહીં થાય આ સમય પણ શાંતિથી પસાર થશે. આ જ સમયમાં ગુરુ પોઝિટિવ છે, જેથી તકલીફ ઓછામાં ઓછી પડશે
સ્ત્રીઓ માટે : આ વર્ષ આર્થિક શારીરિક રીતે લાભપ્રદ રહે પરંતુ માનસિક ચિંતા અને બેચનીની રહ્યા કરે, આ સમયે શનિ ઉપાસના હનુમાનજીની ઉપાસના કરવી જરૂરી છે. કૌટુંબી ક્લેશથી દૂર રહેવું. કચેરીથી બચવું. ખર્ચ પર કાબુ રાખવો. મિશ્ર ફળ ગણી શકાય, કૌટુંબિક તકલીફો કે મનદુઃખના પ્રસંગો બને, માનસિક શાંતિ રાખવી
વિદ્યાર્થીઓ માટે : આ વર્ષ શરૂઆતની કઠિનાઈ બાદ સફળતા આપતું વર્ષ ગણી શકાય પરંતુ આ વર્ષ થોડી ઘણી વધુ મહેનત માગી લે છે. ચોક્કસ સારું પરિણામ મળશે, શનિ ક્યારે પણ વિદ્યાર્થીઓને પનોતીમાં નડતો નથી કોઈ પણ શંકા રાખવી નહીં.તેમ છતાં પણ માનસિક ચિંતા રહેતી હોય તો શનિદેવ અને હનુમાનજીના દર્શન કરવા અને હનુમાન ચાલીસા કરવા, ઉચ્ચ અભ્યાસ અંગે વિદેશ જેવું હોય તો ઉતાવળિયા નિર્ણય ન લેવા. ધીમે ધીમે પ્રયત્ન કરવા સફળતા પ્રાપ્ત થશે.
જ્યોતિષાર્ચ ચેતન પટેલ