January horoscope 2026: નવું વર્ષ 2026નો પહેલો મહિનો જાન્યુઆરી તમામ 12 રાશિઓ માટે નવી શરૂઆત, સંકલ્પ અને તકો લઈને આવી રહ્યો છે. ગ્રહોની સ્થિતિ મુજબ કેટલાક માટે પ્રગતિ તો કેટલાક માટે સાવચેતી જરૂરી રહેશે. આવો જાણીએ મેષથી મીન રાશિનું જાન્યુઆરી 2026નું રાશિફળ.
મેષ (Aries):
કારકિર્દીમાં નવી શરૂઆતના યોગ છે. નોકરીમાં બદલાવ અથવા પ્રમોશન મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. ગુસ્સા પર નિયંત્રણ રાખો નહિતર નજીકના સંબંધોમાં દરાર પડી શકે છે.
વૃષભ (Taurus):
ધન અને સંપત્તિ માટે અનુકૂળ સમય. રોકાણથી લાભ થશે. પરિવારજીવન સુખદ રહેશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. રોકાણ માટે આ સમય સારો છે. આ વર્ષ વૃષભ રાશિ માટે ઉત્તમ છે. જાન્યુઆરીથી જ તેની શુભતા વર્તાશે
મિથુન (Gemini):
સંપર્કો અને વાતચીતથી લાભ મળશે. કામમાં દોડધામ રહેશે. મહિને અંતે સારા સમાચાર મળી શકે છે.
કર્ક (Cancer):
ભાવનાત્મક રીતે સંવેદનશીલ સમય. નિર્ણય વિચારપૂર્વક લો. પરિવારનો સહયોગ મળશે.
સિંહ (Leo):
માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. નેતૃત્વના અવસર મળશે. ખર્ચ વધે તેવી શક્યતા છે.
કન્યા (Virgo):
યોજનાબદ્ધ રીતે કરેલું કામ સફળ થશે. સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે. અધૂરા કામ પૂર્ણ થશે.
તુલા (Libra):
ભાગ્યનો સાથ મળશે. પ્રેમ અને દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે. મુસાફરીના યોગ છે.
વૃશ્ચિક (Scorpio):
પરિવર્તનનો સમય છે. કામમાં અવરોધ આવી શકે છે, પરંતુ અંતે લાભ મળશે. ધીરજ રાખો.
ધનુ (Sagittarius):
શિક્ષણ અને કારકિર્દીમાં પ્રગતિ થશે. વિદેશ સંબંધિત કામમાં સફળતા મળી શકે છે.
મકર (Capricorn):
જવાબદારીઓ વધશે. મહેનતનું યોગ્ય પરિણામ મળશે. નાણાકીય સ્થિતિ સ્થિર રહેશે.
કુંભ (Aquarius):
નવા વિચારો અને યોજનાઓ સફળ થશે. મિત્રવર્તુળનો સહકાર મળશે. એકંદરે જાન્યુઆરી માસ સામાન્ય રીતે પસાર થશે
મીન (Pisces):
આધ્યાત્મિકતા અને માનસિક શાંતિ તરફ ઝુકાવ રહેશે. સર્જનાત્મક કાર્યમાં સફળતા મળશે. વર્કપ્લેસ પર આપનું માન સન્માન વધશે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો