શોધખોળ કરો

Navratri Recipes 2022: નવરાત્રીના ઉપવાસમાં કાચા કેળામાંથી બનાવો આ ચટપટી આઈટમ, જાણી લો રેસિપી

નવરાત્રીના ઉપવાસ દરમિયાન લોકો વિવિધ જાતના ફરાળની મજા માણતા હોય છે. ઘણા ઘરે બનાવી તો ઘણા રેડી મેડ માર્કેટમાંથી ફરાળ લેતા હોય છે. અમે તમને આજે કેળામાંથી સરળતાથી બનતી એક ફરાળી આઈટમ બતાવી રહ્યા છે..

Navratri Recipes: ફરાળી આઈટમ્સ તો તમે ઘણી ખાધી હશે પણ કાચા કેળામાંથી બનતી આ ટિક્કી તમે પહેલી વાર ખાશો અને આંગળા ચાટતા રહી જશો. આવો  જોઈએ ઓછી મહેનતે અને ઝટપટ બનતી આ ફરાળી વાનગીની રેસિપી.. 

કાચા કેળાની ટિક્કી બનાવવા માટે પહેલા ભેગી કરી લો આટલી સામગ્રી

  • કાચા કેળા
  • લીલા મરચા 
  • લીલા વટાણા બાફેલા
  •  હિંગ 
  •  આદુ 
  • લાલ મરચુ પાવડર 
  • ગરમ મસાલો 
  • તેલ (તળવા માટે)
  • આમચૂર મરચુ 
  • મીઠું(સ્વાદ પ્રમાણે)

હવે જોઈએ આ ચટપટી વાનગી બનાવવાની રીતઃ 

સૌ પહેલા તો કાચા કેળાને બાફી લો. ત્યારબાદ તેની છાલ ઉતારી તેને સારી રીતે મેશ કરી લો. ત્યારબાદ આદુ, વટાણા અને લીલા મરચાની પેસ્ટને મેશ કરેલા કેળા સાથે મિક્સ કરી લો. ત્યારબાદ આ મિશ્રણમાં સ્વાદ પ્રમાણે મીઠું, મરચુ, ગરમ મસાલો, આમચૂર પાવડર, નાખીને તેને વ્યવસ્થિત રીતે ભેળવી દો. 

હવે કઢાઈમાં તેલ ગરમ કરી લો અને આ મિશ્રણના નાની નાની ટિક્કી બનાવી તેને ગરમ તેલમાં ડીપ ફ્રાય કરો. તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી બરાબર ફ્રાય કરો. ત્યારબાદ આ ગરમા ગરમ કેળાની ટિક્કીને લીલી ચટણી સાથે સર્વ કરો. 

Navratri Recipe 2022: આપના કિચનમાં જ ઉપલબ્ધ આ વસ્તુઓથી બનાવો ટેસ્ટિ ફરાળી પેટિસ, જોઈ લો રેસિપિ 

નવરાત્રિના પાવન પર્વ પર ભક્તો માતાજીના ઉપવાસ રાખી આરાધના કરે છે. ઉપવાસ દરમિયાન વિવિધ ફરાળ લોકો આરોગતા હોય છે. લોકો બહારથી જાત જાતની ફરાળી આઈટમ ખાતા હોય છે.. પણ આજે અમે તમને ઘરમાંથી જ મળી રહેતી સાધન સામગ્રીમાંથી ઓછી મહેનતે અને ઓછા સમયમાં તૈયાર થતી રેસિપી બતાવી રહ્યા છીએ.. આજે આપણે જોઈશું ચટપટી સ્વાદિષ્ટ ફરાળી પેટિસની રેસિપિ.. 

 ફરાળી પેટિસ બનાવવા માટે પહેલા તો આટલી વસ્તુઓને કરી લો એકઠીઃ
* સુકા કોપરાને બારીક ખમણી લો
* શેકેલી શિંગને ફોતરા કાઢી અધકરતો ભૂકો કરી નાંખો 
* લીલા મરચા, આદુની અધકચરી પેસ્ટ 
* કાજુના ટુકડા 
* આખુ જીરુ 
* બારીક સમારેલી કોથમીર 
* ખાંડ(જરૂર પ્રમાણે)
* કિશમીશ 
* ગરમ મસાલો 
* મીઠુ સ્વાદ પ્રમાણે 
* તેલ(પેટિસને તળવા માટે)
* બાફેલા બટેકા 
* આરાલોટ 
* લેમન જ્યુસ 

હવે જોઈએ પેટિસ બનાવવાની રીત

*એક મોટા બાઉલમાં બાફેલા બટેકાને મેશ કરી લો. તેમાં અડધો કપ આરાનો લોટ, લીંબુનો જ્યુસ અને મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી તેને બરાબર મિક્ષ કરી લો. ત્યારબાદ તેના બોલ્સ બનાવી લેવા.

*હવે સ્ટફીંગનું મિશ્રણ બનાવવા માટે અડધો કપ સુકા કોપરાના બારીક ખમણ, શેકેલી શિંગના ફોતરા કાઢીને તેનો અધકચરો ભૂકો, આદુની પેસ્ટ, કાજુ, કિશમીશ, ગરમ મસાલો , લીંબુનો જ્યુસ, બારીક સમારેલી કોથમીર, અડધો ટી સ્પુન ખાંડ અને મીઠાને સ્વાદ મુજબ એડ કરીને બરાબર મિક્ષ કરી લો. હવે આ સ્ટફિંગનાં મિશ્રણમાંથી બટેકાના બોલ્સ કરતા થોડા નાના બોલ્સ બનાવી લ્યો.

* બટેકાના મિશ્રણના બોલ્સને હાથ વડે નાનકડી પુરી સાઈઝમાં બનાવી તેમાં સ્ટફિંગ એડ કરી ફરી તેના બોલ્સ બનાવી લેવા. અને આ બોલ્સને બરાબર સીલ કરી લેવા જેથી ફ્રાય કરતી વખતે ખુલી ન શકે.

*હવે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો અને આ બોલ્સને ડીપ ફ્રાય કરો. ધ્યાન રાખો ફ્રાય કરતી વખતે થોડીક થોડીક વારે પેટિસ પર તેલ મુકતા જવું અને પેટિસને ફેરવતા રહેવું.. જેથી પેટિસ વ્યવસ્થિત રીતે ફ્રાઈ થઈ શકે. હવે પેટિસ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારે તેને ઉતારી લો.

લ્યો હવે આ પેટિસને પ્લેટમાં મૂકી.. લીલા મરચાની તીખી ચટણી કે મસાલા દહીં સાથે તેને સર્વે કરો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget