RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
RRP સેમિકંડક્ટર લિમિટેડ નામની કંપની SEBIની રડાર પર છે. કંપનીએ 20 જ મહિનામાં એટલું છપ્પરફાડ રિટર્ન આપ્યું કે તમામ ચોંકી ગયા. RRP સેમિકંડક્ટર લિમિટેડે માત્ર 20 મહિનામાં 55 હજાર ટકાનું રિટર્ન આપ્યું. જી.હા, આપે સાચુ સાંભળ્યું 55 હજાર ટકા રિટર્ન. 20 મહિના પહેલા એટલે કે, એપ્રિલ 2024માં RRPના શેર્સના લિસ્ટિંગ સમયે તેની કિંમત માત્ર 15 રૂપિયા હતી. જે ગયા મહિને 11 હજાર 700ને પાર પહોંચી ગઈ..માત્ર ભારત જ નહીં, દુનિયાની કોઈ કંપનીના શેર્સમાં અત્યાર સુધી આટલી મોટી તેજી નથી જોવા આવી. અત્યાર સુધી કંપનીના શેર્સે 149 વખત અપર સર્કિટ લગાવી. ચોંકાવનારી વાત એ છે કે, કંપનીએ હજુ સુધી એક પણ સેમીકંડક્ટરનું નિર્માણ નથી કર્યું. એટલુ જ નહીં. કંપની પાસે માત્ર બે જ ફુલ ટાઈમ કર્મચારી છે. રિયલ એસ્ટેટ સાથે જોડાયેલી આ કંપનીએ વર્ષ 2024માં સેમીકંડક્ટર ક્ષેત્રે બિઝનેસ શરૂ કરવાની જાહેરાત કરી હતી. કંપનીના 98 ટકા શેર્સ પ્રમોટર અને તેમના સહયોગીઓ પાસે છે.માત્ર બે ટકા શેર્સ જ રિટેલ ઈન્વેસ્ટર્સ એટલે કે, લોકો પાસે છે. કંપનીએ જુલાઈથી સપ્ટેમ્બર સુધીના ત્રણ મહિનામાં 6 કરોડ 82 લાખની નેગેટિવ રેવેન્યૂ દર્શાવી અને 7 કરોડ 15 લાખનો ચોખો નફો દર્શાવ્યો. જ્યારે કંપનીનું ટર્ન ઓવર માત્ર 2 લાખ 11 હજાર રૂપિયા છે, આ આંકડા બાદ SEBI એલર્ટ મોડ પર છે અને કંપનીને સપ્તાહમાં એક જ દિવસ ટ્રેડિંગની મંજૂરી આપી છે.
















