Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
મહીસાગરના બાલાસિનોરમાં કમળાના વધ્યા કેસ. આગામી સૂચના ન મળે ત્યાં સુધી 26 આંગણવાડી બંધ રાખવા સૂચન કરવામાં આવ્યું છે. સ્કૂલોમાં પાલિકાના પાણીનો ઉપયોગ ન કરવા તાકીદ પણ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં કમળાના 300થી વધુ કેસ નોંધાયા. જ્યારે કે 18 દિવસમાં કમળાના 243 કેસથી લોકોમાં ફફડાટ છે. આરોગ્ય લિભાગની ટીમે ડોર ટુ ડોર સર્વે શરૂ કર્યો છે.
મહીસાગર જિલ્લાનું બાલાસિનોર શહેર કમળાના ભરડામાં આવ્યું. અત્યાર સુધીમાં કમળાના 300થી વધુ કેસ નોંધાયા. જ્યારે કે ડિસેમ્બર મહિનામાં જ 243 કેસ સામે આવ્યા. જેને લઈ વડોદરા મેડિકલ કોલેજની સ્પેશિયલ ટીમ કરી રહી છે તપાસ. આ માટે અલગ અલગ 37 ટીમો બનાવાઈ. શહેરમાં પીવાના પાણીની લાઈનમાં ગટરનું દૂષિત પાણી ભળતા રોગચાળો વકર્યાનું મેડિકલ કોલેજની ટીમના રિપોર્ટમાં સામે આવ્યુ. શહેરના 34 વિસ્તારોમાં કમળાનો કહેર જોવા મળ્યો જેને લઈ નગરપાલિકા વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમોએ પણ તપાસ કરી. નગરપાલિકા વિસ્તારમાં 45 જેટલા પાણીની લાઇનના લીકેજ અંગે પાલિકાને જાણ કરાઈ.




















