Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો
ગુજરાતની ધરી ફરી એકવાર ધરતીકંપથી ધ્રુજી છે, આજે શનિવારે ભરૂચમાં વહેલી સવારે 4.46 વાગે 2.8ની તીવ્રતાના ભૂકંપનો આંચકો આવ્યો હતો. અચાનક ભૂકંપ આવતા લોકોમાં ફફડાટે ફેલાયો હતો, ભૂકંપનું આ વખતે કેન્દ્રબિન્દુ ભરૂચથી 45 કિમી દુર જંબુસર નજીક નોંધાયુ હતુ. અગાઉ કચ્છના ખાવડા અને કચ્છ શહેરમાં પણ ભૂકંપના આંચકાથી ધરતી ધ્રુજી હતી.
ગુજરાતમાં સતત ભૂકંપના આંચકા અનુભવાઇ રહ્યાં છે, કચ્છની સાથે સાથે હવે ભરૂચમાં પણ ભૂકંપના આંચકા આવી રહ્યાં છે. તાજા અપડેટ પ્રમાણે, આજે વહેલી સવારે ભરૂચમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે, ભરૂચમાં વહેલી સવારે 4.46 વાગ્યે 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનું કેંદ્રબિંદુ ભરૂચથી 45 કિમી દૂર જંબુસર નજીક નોંધાયું હતુ. ધરતીકંપ આવતા જ લોકો ઘરની બહાર ગભરાઇને દોડી ગયા હતા.
















