શોધખોળ કરો

Love Horoscope 2023: લવ લાઇફની દષ્ટીએ આવનાર વર્ષ મેષથી કન્યા રાશિના જાતકનું કેવું નિવડશે, જાણો વાર્ષિક રાશિફળ

Love Horoscope 2023: 2023 કેટલીક રાશિના જાતક માટે બની રહ્યું છે વિશેષ, જાણીએ વર્ષ 2023માં 12રાશિના જાતકની લવલાઇફ અને કરિયર કેવી રહેશે.

Love Horoscope 2023: 2023 કેટલીક રાશિના જાતક માટે બની રહ્યું છે વિશેષ, જાણીએ વર્ષ 2023માં 12રાશિના જાતકની લવલાઇફ અને કરિયર કેવી રહેશે.

મેષ-લવલાઇફ મેષ રાશિના લોકોની આવનાર વર્ષેમાં ખૂબ જ સારી રહેશે, 2023ના રાશિફળ અનુસાર આપ આપના જીવનસાથી સાથે ક્યાં બહાર પ્રવાસ પર જવાનો પ્લાન કરી શકો છો. સંબંધોમાં નિકટતા આવશે. પ્રેમ વધશે. આપ આપના પાર્ટનર સાથે સારો સમય વિતાવી શકશો. અપરણિત લોકો તેની પ્રેમી પ્રેમિકા સાથે લગ્નસૂત્રથી જોડાઇ શકે છે.

વૃષભ-તમે તમારા પ્રેમ સંબંધને લઈને ખૂબ જ ગંભીર રહેશો અને જેને તમે ખૂબ પ્રેમ કરો છો તેમના માટે ઘણું સારું કરવાનું વિચારશો.સંબંધને લઈને ખૂબ જ ગંભીર હશો અને જો તમે તમારા પ્રેમીને તમારા પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો હોય અથવા તમારા દિલની વાત કરી હોય તો તમારા પ્રિયજન માટે, તો આ વર્ષના પ્રથમ ચાર મહિનામાં તમારા પ્રેમ લગ્નની ઉચ્ચ સંભાવના હશે, જે તમને વધુ ખુશ કરશે.

મિથુન-  2023ના રાશિફળ અનુસાર લવ લાઈફ વિશે વાત કરીએ તો આ વર્ષની શરૂઆતમાં તમારી લવ લાઈફ કંઈ ખાસ નહીં રહે. તમને એવું લાગશે કે જાણે બધું થંભી ગયું છે, તમને સમજાતું નથી કે શું થઈ રહ્યું છે? તમારે તમારા પ્રિયજનને સમજવા માટે ખૂબ જ પ્રયત્નો કરવા પડશે કારણ કે અત્યારે કેતુના પ્રભાવને કારણે તમારી વચ્ચે લડાઈની સ્થિતિ ઊભી થઈ શકે છે અને એકબીજા પ્રત્યે ઘણી ગેરસમજ ઊભી થઈ શકે છે.

કર્ક- કર્ક રાશિના જાતકની 2023માં લવલાઇફ કેવી રહેશે તે વિશે વાત કરીએ તો શરૂઆત ખૂબ જ સારી રહેશે. આપ કોઇ કારણોસર ઉતાવળમાં રહેશો. આપ બહુ જલ્દી લગ્ન કરવા માટે પાર્ટનર સાથે વાત કરી શકો છો. જો કે આપને સંયમ અને ધૈર્ય રાખવી પડશે. ઉતાવળમાં બનતી વાત બગ઼ડી શકેછે. કેટલીક બાબતે સાવધાની રાખવી પડશે નહિતો બંને વચ્ચે વાદ વિવાદ વધી શકે છે.

સિંહ- આવનાર 2023માં આપના પ્રેમ સંબંધ લગ્નસૂત્રમાં બંધાઇ શકે છે. આ વર્ષના છેલ્લા ત્રણ માસ આપની લવ લાઇફ માટે ઉત્તમ હશે. આપ આપના મનપસંદ પાત્ર સાથે લગ્ન કરી શકવાથી ખૂબ જ પ્રસન્ન રહેશો. બંને સારો ક્વોલિટી સમય વિતાવી શકશો.

કન્યા-આ વર્ષે આપને થોડી નિરાશા આવી જશે. જો કે વર્ષના મધ્યમાં બંને વચ્ચે પ્રેમભાવ વધતો જણાશે. એક બીજા સાથે નિકટતા વધશે. જેનાથી વિશ્વાસનું વાતાવરણ બનશે. આપની લવલાઇફ લગ્નજીવનમાં પણ પરિવર્તિત થઇ શકે છે.

Grah Gochar January 2023: જાન્યુઆરીમાં આ ગ્રહોનું ગોચર આ રાશિના લોકો પર પાડશે વધુ પ્રભાવ

Grah Gochar January 2023: જાન્યુઆરી 2023માં આ 5 ગ્રહોની સ્થિતિમાં ફેરફાર થવાનો છે. જ્યાં 3 ગ્રહોની રાશિમાં ફેરફાર થશે તો 2 ગ્રહો પોતાની ગતિ બદલીને ચાલ કરશે.

પંચાંગ અનુસાર જાન્યુઆરીમાં શનિ કુંભ રાશિમાં પ્રવેશ કરશે અને સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. બીજી તરફ, શુક્ર 22 જાન્યુઆરીએ કુંભ રાશિમાં ગોચર  કરશે. મંગળ 12 જાન્યુઆરીએ તેની ગતિ બદલશે અને બુધ 18 જાન્યુઆરીએ વર્કી માર્ગે ગતિ કરશે. ગ્રહોની આ ગતિ આ રાશિના લોકો માટે મુશ્કેલીઓ ઊભી કરશે.

મેષઃ- જાન્યુઆરી 2023માં ગ્રહ ગોચરની અસરને કારણે મેષ રાશિના લોકોના દરેક કામમાં અડચણો  આવી શકે છે. બિનજરૂરી ખર્ચ થશે. સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. પરિવાર અને ઓફિસમાં વિવાદ થઈ શકે છે.

કર્કઃ ધૈર્યનો અભાવ રહેશે. નાની-નાની બાબતો પર વિવાદ ટાળવો પડશે. મન પ્રમાણે કામ ન થાય તો દુઃખ વધશે. સ્વાસ્થ્યની ચિંતા રહેશે.

વૃશ્ચિક: તેમને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. પૈતૃક સંપત્તિ સંબંધિત સમસ્યા આવી શકે છે. જૂના રોકાણમાં નુકસાન થવાની સંભાવના છે. નોકરીમાં કોઈ ફેરફાર ન કરો. કોઈપણ પ્રકારના વિવાદથી બચો.

કુંભ: શનિની સાડા સતીનો બીજો તબક્કો  ચાલુ રહેશે. પ્રોફેશનલ લાઈફમાં વધુ સજાગ રહેવું પડશે, બોસ સાથે કોઈપણ પ્રકારના વિવાદમાં ન પડો. સૂર્ય ગોચરની અસરથી સ્વાસ્થ્ય બગડી શકે છે. તમારું જીવન સામાન્ય રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

IND vs ENG: ઓવલમાં સીરિઝ ડ્રો કરવા ઉતરશે ટીમ ઈન્ડિયા, ગિલ-ગંભીર સામે છે આ પડકારો
IND vs ENG: ઓવલમાં સીરિઝ ડ્રો કરવા ઉતરશે ટીમ ઈન્ડિયા, ગિલ-ગંભીર સામે છે આ પડકારો
USA: અમેરિકામાં F-35 ફાઈટર જેટ ક્રેશ, પાયલટનો થયો બચાવ
USA: અમેરિકામાં F-35 ફાઈટર જેટ ક્રેશ, પાયલટનો થયો બચાવ
ભારતીય રોકાણકારોએ થોડી જ મિનિટોમાં ગુમાવ્યા 5 લાખ કરોડથી વધુ રૂપિયા, જાણો શેરબજારમાં કડાકા પાછળના કારણો
ભારતીય રોકાણકારોએ થોડી જ મિનિટોમાં ગુમાવ્યા 5 લાખ કરોડથી વધુ રૂપિયા, જાણો શેરબજારમાં કડાકા પાછળના કારણો
'શું ખબર એક દિવસ પાકિસ્તાન ભારતને....', અમેરિકાએ PAK સાથે કરી ઓઈલ ડીલ
'શું ખબર એક દિવસ પાકિસ્તાન ભારતને....', અમેરિકાએ PAK સાથે કરી ઓઈલ ડીલ
Advertisement

વિડિઓઝ

Sharemarket News: ટ્રમ્પના ટેરિફ બોમ્બની ભારતીય શેરમાર્કેટ પર જોરદાર અસર, સેન્સેક્સમાં મોટો કડાકો
India vs Pakistan WCL Semi-Final: ભારત-પાકિસ્તાનની સેમી ફાઈનલ મેચ થઈ રદ્દ, જાણો શું છે કારણ?
Tariff Bomb Of trump: અમેરિકાએ ભારતને આપ્યો ઝટકો, જુઓ ટ્રમ્પની સૌથી મોટી જાહેરાત
Porbandar Loot Case: પોરબંદરના ખીજદળ ગામે લૂંટના કેસમાં પોલીસે 6 આરોપીની કરી ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ નબીરા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: ઓવલમાં સીરિઝ ડ્રો કરવા ઉતરશે ટીમ ઈન્ડિયા, ગિલ-ગંભીર સામે છે આ પડકારો
IND vs ENG: ઓવલમાં સીરિઝ ડ્રો કરવા ઉતરશે ટીમ ઈન્ડિયા, ગિલ-ગંભીર સામે છે આ પડકારો
USA: અમેરિકામાં F-35 ફાઈટર જેટ ક્રેશ, પાયલટનો થયો બચાવ
USA: અમેરિકામાં F-35 ફાઈટર જેટ ક્રેશ, પાયલટનો થયો બચાવ
ભારતીય રોકાણકારોએ થોડી જ મિનિટોમાં ગુમાવ્યા 5 લાખ કરોડથી વધુ રૂપિયા, જાણો શેરબજારમાં કડાકા પાછળના કારણો
ભારતીય રોકાણકારોએ થોડી જ મિનિટોમાં ગુમાવ્યા 5 લાખ કરોડથી વધુ રૂપિયા, જાણો શેરબજારમાં કડાકા પાછળના કારણો
'શું ખબર એક દિવસ પાકિસ્તાન ભારતને....', અમેરિકાએ PAK સાથે કરી ઓઈલ ડીલ
'શું ખબર એક દિવસ પાકિસ્તાન ભારતને....', અમેરિકાએ PAK સાથે કરી ઓઈલ ડીલ
UPI New Rules: હવે આ બેન્ક UPI પેમેન્ટ પર વસૂલશે ચાર્જ, આ ગ્રાહકોને લાગ્યો મોટો ઝટકો
UPI New Rules: હવે આ બેન્ક UPI પેમેન્ટ પર વસૂલશે ચાર્જ, આ ગ્રાહકોને લાગ્યો મોટો ઝટકો
Sensex-Nifty Crashed: 10 સેકન્ડમાં 4.42 લાખ કરોડ રૂપિયા સ્વાહા, ટ્રમ્પના ટેરિફથી બજારમાં હાહાકાર
Sensex-Nifty Crashed: 10 સેકન્ડમાં 4.42 લાખ કરોડ રૂપિયા સ્વાહા, ટ્રમ્પના ટેરિફથી બજારમાં હાહાકાર
‘હાઇવે પર અચાનક બ્રેક મારવી એ બેદરકારી’ રોડ અકસ્માતો પર સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
‘હાઇવે પર અચાનક બ્રેક મારવી એ બેદરકારી’ રોડ અકસ્માતો પર સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
સેમિફાઈનલ રમ્યા વિના ફાઈનલમાં પહોંચ્યું પાકિસ્તાન, WCLમાં ભારત સામેની મેચ થઈ રદ્દ
સેમિફાઈનલ રમ્યા વિના ફાઈનલમાં પહોંચ્યું પાકિસ્તાન, WCLમાં ભારત સામેની મેચ થઈ રદ્દ
Embed widget