Janmastami 2024: જન્માષ્ટમીના અવસરે રાશિ મુજબ કાન્હાને અર્પણ કરો આ ચીજ, કામનાની થશે પૂર્તિ
કૃષ્ણને શ્રી હરિ વિષ્ણુનો સૌથી સુંદર અવતાર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જન્માષ્ટમી પર કાન્હાની પૂજા કરવાથી અકાળ મૃત્યુનો ભય નથી રહેતો અને વ્યક્તિને સ્વર્ગમાં સ્થાન મળે છે.
Janmastami 2024:વર્ષ 2024 માં, જન્માષ્ટમીનો તહેવાર 26 અને 27 ઓગસ્ટ બંનેના રોજ ઉજવવામાં આવશે. ઉદયતિથિના કારણે 26 ઓગસ્ટ, 2024ને સોમવારના રોજ ઉપવાસ કરી શકાશે. વર્ષ 2024માં ભગવાન શ્રી કૃષ્ણનો 5251મો જન્મદિવસ ઉજવવામાં આવશે. દર વર્ષે ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવે છે.
વર્ષ 2024માં અષ્ટમી તિથિ સોમવાર, 26 ઓગસ્ટ, 2024ના રોજ સવારે 03.39 કલાકે હશે. જે 27મી ઓગસ્ટે બપોરે 2.19 કલાકે સમાપ્ત થશે. આ કારણે 26 ઓગસ્ટે જન્માષ્ટમી વ્રત રાખવામાં આવશે. જ્યારે મથુરા-વૃંદાવનમાં 26 ઓગસ્ટને સોમવારે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે લાખો કૃષ્ણ ભક્તો મથુરા-વૃંદાવન પહોંચે છે અને કૃષ્ણના જન્મસ્થળ પર આ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરે છે.
આ દિવસે ભગવાન વિષ્ણુના આઠમા અવતાર કૃષ્ણજીનો જન્મ થયો હતો. તેથી જ તે મથુરા અને વૃંદાવનમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે.
પૂજાનું શુભ મુહૂર્ત
સોમવારે, 26 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી માટે પૂજાનો સમય સવારે 12:01 થી 12:45 સુધીનો છે. આ નિશિતા મુહૂર્ત છે. જે પૂજા માટે ઝાંખી દર્શન પૂજા માટે શુભ છે
મેષ રાશિ
મેષ રાશિના લોકો સર્વ પ્રથમ શ્રીકૃષ્ણને જળથી અભિષેક કરીને તેને પવિત્ર જળથી સ્નાન કરાવો, લાલ વાઘા પહેરાવો, કુમ કુમનુ તિલક કરો. માખણ મિશરીનો ભોગ લગાવો. દૂધથી બનેલી મીઠાઇ ધરાવો
વૃષભ રાશિ
ચાંદીના વર્ક વાળા વાઘા શ્રીકૃષ્ણને પહેરાવો. ચંદનનું તિલક કરો. પંચામૃતનો ભોગ લગાવો. સફેદ મીઠાઇ ધરાવો.
મિથુન રાશિ
રાધા કૃષ્ણને દૂધની નવડાવો. ત્યાર બાદ લેરિયાના પ્રિન્ટના વાઘા પહેરાવો, ચંદન કરો અને દહીં અને સૂકા મેવા ધરાવો.
કર્ક રાશિ
રાધા કૃષ્ણને કેસરથી સ્નાન કરાવો, સફેદ વાઘા પહેરાવો, દૂધ અને નારિયેળની મીઠાઇનો ભોગ ઘરાવો
સિંહ રાશિ
ગંગા જળ અને મધ મિશ્રિત જળથી શ્રીકૃષ્ણને સ્નાન કરાવો, ગુબાલી રંગના વસ્ત્રો પહેરાવો,અષ્ટ ગંધનું તિલક લગાવો, ગોળ અને માખણ, મિશરીનો ભોગ લગાવો,
તુલા રાશિ
શ્રીકૃષ્ણને દૂધથી સ્નાન કરાવો, કેસરિયા વસ્ત્રો પહેરાવો, સૂકો મેવો, માખણ, મિશરીનો ભોગ લગાવો, શુદ્ધ ઘીથી બનેલી મીઠાઇનો ભોગ લગાવો.
વૃશ્ચિક રાશિ
બાંકે બિહારીને દૂધ, દહીં, મધથી સ્નાન કરાવો. લાલ વસ્ત્રો પહેરાવો,માખણ,દહી અને ગોળની સાથે નારિયેળથી બનેલ મીઠાઇ ધરાવો
ધન રાશિ
રાધાકૃષ્ણને દૂધ અને મધથી સ્નાન કરાવો. તેને પીળા રંગનો વસ્ત્રો પહેરાવો, પીળી મીઠાઇનો ભોગ લગાવો.
મકર રાશિ
ભગવાન શ્રીકૃષ્ણને ગંગાજળથી સ્નાન કરાવો. નારંગી રંગના વસ્ત્રો પહેરાવો,મીશરીનો ભોગ લગાવો અને મીઠું પાન અર્પણ કરો
કુંભ રાશિ
રાધાકૃષ્ણને મધ, દૂધ, દહીં, સાકર, જળથી સ્નાન કરાવો. નીલા રંગના વસ્ત્રો પહેરાવનીને સૂકો મેવો ઘરાવો
મીન રાશિ
રાધા કૃષ્ણને મધ, દહીં, જળ અર્પણ કરો.પીતામ્બરી પહેરાવો, પૂજા દરમિયાન નારિયેલ, દૂઘ,કેસર, અથવા મેવાથી બનેલી મીઠાઇનો ભોગ લગાવો