Diwali 2025 : દિવાળીના અવસરે જાણો, લક્ષ્મી પૂજાના શુભ મૂહૂર્ત અને સંપૂર્ણ વિધિ વિધાન
Diwali 2025 : દિવાળીના અવસરે લક્ષ્મી પૂજાનું વિશેષ મહત્વ છે. તોઆજે સાંજના અને રાત્રિના પૂજાના શુભ મૂહૂર્ત નોંધી લો અને પૂજાની સંપૂર્ણ વિધિ પણ જાણો

Diwali 2025 : દિવાળીનો તહેવાર કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષ (અંધારા પખવાડિયા) ના અમાસના દિવસે ઉજવવામાં આવે છે, જે આ વખતે 20 ઓક્ટોબરના રોજ આવે છે. આ દિવસે, દેવી લક્ષ્મી, ભગવાન ગણેશ અને દેવતા કુબેરની પૂજા સાંજના શુભ મુહૂર્તમાં કરવામાં આવે છે. તો ચાલો જાણીએ કે દિવાળીની પૂજા માટેનો શુભ સમય શું છે અને લક્ષ્મી અને ગણેશની પૂજાનું વિધિવિધાન શું છે.
20 ઓક્ટોબર, સોમવારના રોજ દેશભરમાં દિવાળી ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવી રહી છે. આ દિવસે શુભ મુહૂર્તમાં ભગવાન ગણેશ, દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા કરવાની પરંપરા છે. આ વર્ષે દિવાળીની તારીખ અંગે મૂંઝવણ હતી. તમને જણાવી દઈએ કે આ તહેવાર કાર્તિક કૃષ્ણ પક્ષના અમાસના દિવસે ઉજવવામાં આવે છે, અને આ વખતે, આ તિથિ 20મીએ આવે છે. તેથી, દિવાળી 20 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. તો ચાલો જાણીએ કે દિવાળી પર લક્ષ્મી અને ગણેશની પૂજા કરવાનું શુભ મુહૂર્ત શું છે.
2૦ ઓક્ટોબરે, કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની અમાસ તિથિ બપોરે 3:45 વાગ્યે શરૂ થશે. 21 ઓક્ટોબરે સાંજે 5:55 વાગ્યે સમાપ્ત થશે. પ્રદોષ વ્યાપિની અને નીતિશ કાલ વ્યાપિની અમાસ ૨૦ ઓક્ટોબરે થશે. તેથી, દિવાળી પૂજા ફક્ત ૨૦ ઓક્ટોબરે જ કરવામાં આવશે. આ દિવસે પૂજા માટેનો સૌથી શુભ સમય સાંજે 5:46 થી 7:21 વાગ્યાનો રહેશે. આ સમયગાળા દરમિયાન દિવાળી પૂજા કરવી શ્રેષ્ઠ રહેશે.
- બપોરે મુહૂર્ત (ચલ, લાભ, અમૃત) – 03:44થી 06:10
- સાંજે મુહૂર્ત (ચલ) – 06:10થી 07:44
- રાત્રિ મુહૂર્ત (લાભ) – 10:51થી 12:24, ઓક્ટોબર 21
- વહેલી સવારે મુહૂર્ત (શુભ, અમૃત, ચલ) – 01:58 થી 06:39, ઓક્ટોબર 21
લક્ષ્મી પૂજાની સંપૂર્ણ વિધિ વિધાન
સૌ પ્રથમ દીપક પ્રગટાવો ત્યારબાદ લાલ આસ બિછાવીને લક્ષ્મી ગણેશની સ્થાપના કરો. પવિત્રકરણ કરીને સામગ્રી પૂજામાં બેસના અને માતાજી ની પીઠનું જળ છાંટીને પવિત્રકરણ કરો. ત્યાર બાદ લક્ષ્મી ગણેશનું ષોડસોપચારે પૂજન કરો. લક્ષ્મીજીને દૂધ સાકરથી અભિષેક કરો, સ્વચ્છ પાણીથી સ્નાન કરાવી સ્થાપના મંત્રો સાથે સ્થાન કરો બાદ નૈવદ્ય, ચંદન ધૂપ દિપક આપો. માતાજીને ફળ ફુલ ડ્રાઇ ફૂટ અર્પણ કરો. બાદ સોના ચાંદીના દાગીનાને પણ માતાજીની સમક્ષ રાખોને પૂજા કરો બાદ ચાંદીના સિક્કાની પંચામૃત સહિત ચઢાવો બાદ સાફ જળથી સાફ કરીને પૂજા કરો. માતાજીને કમળ અથવા સફેદ પુષ્પ અર્પણ કરો. આ સાથે સફેદ મીઠાનો ભોગ લગાવો,. માતાજીને ગોમતી ચક્ર અને કોડી અર્પણ કરો. બાદ લક્ષ્મીના મંત્રના જાપ કરો. થાળ અને આરતી કરો, માતાજીને સ્થાયી ઘરમાં નિવાસ માટે અરજી કરો. માતાજી સમક્ષ દીપક પ્રગટવો અને આ દિપક રંગોળી આંગળામાં મૂકો. આ રીતે વિધિવત માનું પૂજન કરો,.




















