પતંજલિની કાર્ડિયોગ્રિટ ગોલ્ડ: હૃદયરોગનો આયુર્વેદિક ઇલાજ, આંતરરાષ્ટ્રીય રિસર્ચ જનરલમાં રિપોર્ટ પ્રકાશિત
પતંજલિના સંશોધનમાં જાણવા મળ્યું છે કે 'કાર્ડિયોગ્રીટ ગોલ્ડ' નામની આયુર્વેદિક દવા કીમોથેરાપી દવા ડોક્સોરુબિસિનથી થતા હૃદય રોગને મટાડી શકે છે. આ સંશોધન આયુર્વેદની વૈજ્ઞાનિકતાને દર્શાવે છે

પતંજલિએ દાવો કર્યો છે કે, આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાનના મિશ્રણથી સૌથી ગંભીર રોગોની પણ સારવાર શક્ય બને છે. પતંજલિએ કહ્યું છે કે, કંપનીના વૈજ્ઞાનિકોએ એક સંશોધનમાં શોધી કાઢ્યું છે કે, કેન્સરની સારવારમાં વપરાતી કીમોથેરાપી દવા ડોક્સોરુબિસિનથી થતા હૃદય રોગ (કાર્ડિયોટોક્સિસિટી) ને કાર્ડિયોગ્રીટ ગોલ્ડ નામની આયુર્વેદિક દવાથી મટાડી શકાય છે. આ સંશોધન આયુર્વેદની શક્તિને વિશ્વ સમક્ષ વધુ મજબૂત રીતે રજૂ કરે છે.
આ સંશોધન આયુર્વેદની વૈજ્ઞાનિકતાને સાબિત કરે છે - આચાર્ય બાલકૃષ્ણ
પતંજલિ આયુર્વેદના સીઈઓ આચાર્ય બાલકૃષ્ણએ જણાવ્યું હતું કે, "આ સંશોધન માત્ર આયુર્વેદના વૈજ્ઞાનિકતાને સાબિત કરતું નથી, પરંતુ એ પણ દર્શાવે છે કે, જો પ્રાચીન તબીબી પદ્ધતિઓનું વૈજ્ઞાનિક રીતે પરીક્ષણ કરવામાં આવે, તો આધુનિક દવાની જટિલ સમસ્યાઓનું નિરાકરણ લાવી શકાય છે. કાર્ડિયોગ્રીટ ગોલ્ડમાં યોગેન્દ્ર રસ, અર્જુન, મોતી પિષ્ટી, અકિક પિષ્ટી જેવી જડીબુટ્ટીઓ અને રાખ હોય છે, જેને પ્રાચીન આયુર્વેદિક ગ્રંથોમાં હૃદય રોગ માટે અસરકારક ગણાવવામાં આવી છે.

તેમણે વધુમાં કહ્યું, "આ સંશોધન પતંજલિના વૈજ્ઞાનિકોની મહેનતનું પરિણામ છે અને આયુર્વેદને ફરીથી સ્થાપિત કરવા તરફ એક મોટું પગલું છે. જ્યારે આખું વિશ્વ આયુર્વેદ અપનાવવા માટે ઉત્સુક છે, ત્યારે આ સંશોધન લોકોને આયુર્વેદ પર વિશ્વાસ કરવાનું મજબૂત કારણ આપે છે. પરંપરા અને વિજ્ઞાનના સંયોજનની આ એક અમૂલ્ય ભેટ છે. સંશોધનમાં, સી. એલિગન્સ નામના નાના જીવ પર પ્રયોગો કરવામાં આવ્યા હતા.''
જર્નલ ઓફ ટોક્સિકોલોજીમાં પ્રકાશિત સંશોધન
પતંજલિએ દાવો કર્યો છે કે, "પરિણામો દર્શાવે છે કે કાર્ડિયોગ્રીટ ગોલ્ડે આ જીવોની ખોરાક ખાવાની ક્ષમતામાં વધારો કર્યો, હૃદય જેવા સ્નાયુઓની સ્થિતિમાં સુધારો કર્યો અને હાનિકારક તત્વો (ROS) નું સ્તર ઘટાડ્યું. આ સાથે, આ જીવોની લંબાઈ અને પ્રજનન ક્ષમતામાં પણ વધારો થયો. આ દવાએ ડોક્સોરુબિસિનનું સ્તર પણ ઘટાડ્યું, જે સાબિત કરે છે કે તે હૃદયના રોગો ઘટાડવામાં અસરકારક છે. આ સંશોધન વિશ્વના પ્રખ્યાત સંશોધન જર્નલ જર્નલ ઓફ ટોક્સિકોલોજીમાં પ્રકાશિત થયું છે.




















