Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા
બનાસકાંઠાના દિયોદરના ઓગડધામમાં મળ્યું ઠાકોર સમાજનું મહાસંમેલન....આ સંમેલનમાં તમામ ભાજપ-કોંગ્રેસના નેતાઓ એક મંચ પર એકઠા થયા અને સમાજ સુધારણા અને કુરિવાજો નાબૂદી જેવા 16 જેટલા મુદ્દાઓ પર ગહન ચર્ચા કરી....સાંસદ ગેનીબેન ઠાકોર, કેશાજી, અલ્પેશ ઠાકોર, લવિંગજી ઠાકોર, જગદીશ ઠાકોર સહિતના રાજકીય પક્ષોના નેતાઓ અને મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો અને 27 તાલુકાના લોકો હાજર રહ્યા....મહાસંમેલનનો મુખ્ય ઉદ્દેશ ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ માટે એક સર્વગ્રાહી સામાજીક બંધારણની રચના કરી અમલીકરણ કરવાનો હતો....સાંસદ ગેનીબેન ઠાકોરે બંધારણનું વાંચન કર્યું....જેમાં જાનમાં સનરૂફવાળી ગાડી ન લઈ જવી....મોંઘી પત્રિકા ન છપાવવી....મામેરું કે જાનમાં ડીજે લઈ જવું નહીં...લગ્ન પ્રસંગે હલ્દી રસમ, એન્ટ્રી મારવાની પ્રથા કે અન્ય કોઈ રસમોના પ્રસંગ રાખવા નહીં...આણાના પ્રસંગે કન્યાને તેડવા જવાનો રિવાજ સદંતર બંધ કરાયો...બિમારી પ્રસંગે રાવણું અને આમંત્રણ પ્રથા એટલે કે બોલામણા પ્રથા બંધ કરાઈ...જન્મદિવસે બર્થ ડે પાર્ટી કે જાહેર કાર્યક્રમો ન રાખવા....સામાજીક કે અન્ય કોઈ પ્રસંગોમાં બીડી-અફીણ ગોળીઓ કે અન્ય કોઈ નશાકારક વસ્તુઓ વાપરવી નહીં....મૈત્રી કરાર કે ભાગીને લગ્ન કરનારને સમાજે સ્વીકારવા નહીં કે સમર્થન ન કરવું જેવા નિર્ણયો લેવાયા....આ સિવાય સમાવાનો પ્રસંગ, જમણવારનો પ્રસંગ, મામેરા, આંણા, મરણ પ્રસંગ માટેના નિર્ણયોનો પણ બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો.....
સાથે જ સદારામ ધામ માટે ગેનીબેન ઠાકોરે ખોળો પાથરી દાન આપવાની અપીલ કરી.. તો બીજી તરફ સાંસદ, ધારાસભ્યો અને આગેવાનોએ એક એક વિઘો જમીન આપવાની જાહેરાત કરી..




















