Pitru Paksha 2025:પિત્તૃપક્ષના અવસરે આ ઉપાય સાથે કરો શ્રાદ્ધકર્મ, પૂર્વજના પ્રસન્ન થઇ આપશે આશિષ
Pitru Paksha 2025:જો કે શ્રાદ્ધ મૃત્યુ તિથિએ કરવામાં આવે છે, પરંતુ જો તિથિ યાદ ન હોય તો અશ્વિન અમાવાસ્યાની પૂજા કરી શકાય છે જેને સર્વ પ્રભુ અમાવસ્યા પણ કહેવાય છે.

Pitru Paksha 2025:પિતૃ પક્ષનો પ્રારંભ 7 સપ્ટેમ્બર 2025થી 21 સપ્ટેમ્બર સર્વ પિતૃ અમાસ સુધી રહેશે. ભાદ્રપદની પૂર્ણિમા અને અશ્વિન માસના કૃષ્ણ પક્ષની પ્રતિપદાને પિતૃ પક્ષ કહેવામાં આવે છે. બ્રહ્મ પુરાણ અનુસાર મનુષ્યે પહેલા પોતાના પૂર્વજોની પૂજા કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે તેનાથી દેવતાઓ પ્રસન્ન થાય છે. આ કારણોસર ભારતીય સમાજમાં મરણોત્તર વડીલોનું સન્માન અને પૂજા કરવામાં આવે છે. જેને આપણે શ્રાદ્ધ કહીએ છીએ.
જો કે શ્રાદ્ધ મૃત્યુ તિથિએ કરવામાં આવે છે, પરંતુ જો તિથિ યાદ ન હોય તો અશ્વિન અમાવાસ્યાની પૂજા કરી શકાય છે જેને સર્વ પ્રભુ અમાવસ્યા પણ કહેવાય છે. શ્રાદ્ધના દિવસે બ્રાહ્મણો અથવા જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવીને દક્ષિણા આપવાનું વિધાન છે. જે દિવસે પૂર્વજનું શ્રાદ્ધ હોય વિધિવત તેનું તર્પણ કરવુ જોઇએ. પદ્મ પુરાણ અને અન્ય અનેક સ્મૃતિ ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે પિતૃપક્ષમાં પોતાના પિતૃઓ માટે જે પોતાની ક્ષમતા અનુસાર શ્રાદ્ધ કરે છે તેની મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેમજ તમામ પ્રકારના અવરોધો દૂર થાય છે. ચાલો જાણીએ કે પિતૃ પક્ષ પર ઘરમાં શ્રાદ્ધ કરીને તમે પિતૃઓને કેવી રીતે પ્રસન્ન કરી શકો છો.
ઘરે શ્રાદ્ધ કેવી રીતે કરવું
શ્રાદ્ધના દિવસે સવારે ઉઠીને સ્નાન વગેરે કરીને આખા ઘરને સાફ કરો. આ પછી ગંગાજળથી ઘર સાફ કરો.
સૌ પ્રથમ શોડસોપચારે પિતુનું પૂજન કરો. પૂજા માટે તાંબાના વાસણમાં કાળા તલ, ગાયનું કાચુ દૂધ, ગંગાજળ બધું જ મિકસ કરો. બનાવો. આ પાણીના મિશ્રણથી પિતૃને અંગૂઠાની મૂદ્રા કરીને અંગૂઠા વડે અંજલી આપો. આ રીતે 11 વખત અંજલિ આપો.
શ્રાદ્ધમાં સફેદ ફૂલનો ઉપયોગ કરવો જોઈએ. ગંગાજળ, મધ, દૂધ, સફેદ વસ્ત્ર, તલ શ્રાદ્ધ માટે જરૂરી મુખ્ય સામગ્રી છે.
હંમેશા અભિજિત મુહૂર્તમાં શ્રાદ્ધ કરો.
શ્રાદ્ધ દરમિયાન પિતૃઓ માટે કરવામાં આવતા હવનની અગ્નિમાં ગાયના દૂધમાંથી બનેલી ખીર ચઢાવો. ગાય, કૂતરો, કાગડો, દેવતા અને કીડીઓ એટલે કે પંચબલી માટે પાંદડા પર ખીર મૂકવી.
દક્ષિણ દિશામાં મુખ રાખીને કુશ, જવ, તલ, ચોખા અને પાણી લઈને સંકલ્પ કરવો. આ પછી એક કે ત્રણ અથવા તો પાંચ બ્રાહ્મણોને ભોજન કરાવો.
આ બધી જ વિધિમાં સ્ત્રીઓની પવિત્રતા જરૂરી છે. શ્રાદ્ધના દિવસે બ્રાહ્મણોને આમંત્રિત કરો અને તેમને ભક્તિભાવથી ભોજન કરાવો. ભોજન લેતા પહેલા બ્રાહ્મણ દેવના પગ ધોઈ લો. પગ ધોતી વખતે ધ્યાન રાખો કે પત્ની જમણી બાજુ હોવી જોઈએ.
ભોજન કર્યા પછી તમારી ક્ષમતા અનુસાર દક્ષિણા અને દાન કરો. દાન સામગ્રી હેઠળ ગાય, જમીન, તલ, સોનું, ઘી, કપડાં, અનાજ, ગોળ, ચાંદી અને મીઠું વગેરેનું દાન કરી શકાય છે.
દાન કર્યા પછી ચાર વાર પ્રદક્ષિણા કરીને આમંત્રિત બ્રાહ્મણના આશીર્વાદ લો. બ્રાહ્મણે સ્વસ્તિવચન અને વૈદિક પઠન કરવું જોઈએ અને ગૃહસ્થ અને પૂર્વજની શાંતિ માટે શુભકામનાઓ વ્યક્ત કરવી જોઈએ.
પિતૃ દોષ દૂર કરવાના ઉપાય
પિતૃદોષ દૂર કરવા પિતૃઓની આત્માની શાંતિ માટે તર્પણ શ્રાદ્ધ અને પિંડ દાન કરો.
દક્ષિણ દિશામાં પૂર્વજોની તસવીર લગાવીને દરરોજ તેમની પૂજા કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે.
પિતૃ દોષથી મુક્તિ મેળવવા માટે પીપળના ઝાડને જળ ચઢાવો.
અમાવસ્યાના દિવસે પીપળાને પાણીની સાથે ફૂલ, અક્ષત, દૂધ અને કાળા તલ અર્પણ કરો.
Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો




















