Hun To Bolish : હું તો બોલીશ : વસાવા છોડશે ભાજપ ?
Hun To Bolish : હું તો બોલીશ : વસાવા છોડશે ભાજપ ?
જેઠા ભરવાડ
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ પરથી અચાનક રાજીનામું આપી દીધું...વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના નિવાસસ્થાને જઈને તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની હાજરીમાં રાજીનામું આપ્યું....રાજીનામું આપવા પાછળનું કારણ તેમણે કામનું વધુ ભારણ અને અન્ય હોદ્દાઓ અને સામાજિક જવાબદારીઓની વ્યસ્તતા હોવાનું જણાવ્યું છે.....જો કે, તેમણે અચાનક આપેલા રાજીનામાંથી અનેક ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે...
---------------------
મનસુખ વસાવા
નર્મદા જિલ્લામાં 75 લાખની કટકી મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ પોતાની જ સરકાર સામે મોરચો માંડ્યો છે....મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ 75 લાખની માંગણી કરી હોવાનો આરોપ લગાવ્યો....સાંસદ મનસુખ વસાવાએ માત્ર ચૈતર વસાવા જ નહીં, પરંતુ જિલ્લા કલેક્ટર સંજય મોદીની ભૂમિકા સામે પણ સવાલો ઉઠાવ્યા....તેમણે કલેક્ટરને 'ડરપોક' ગણાવતા કહ્યું કે, અધિકારીઓ દબાણમાં આવીને સત્ય છુપાવી રહ્યા છે....સાંસદે ચૈતર વસાવા પર તોડપાણીનો આરોપ લગાવ્યો તો ખુદ ચૈતર વસાવા જિલ્લા કલેક્ટર સંજય મોદી પાસે પહોંચ્યા...અને પોતાના પર લગાવવામાં આવેલા આરોપો અંગે કલેક્ટરને સ્પષ્ટતા કરવા કહ્યું..ત્યારે કલેક્ટરે શું કહ્યું તે સાંભળી લઈએ...
---------------------
હવે આ મુદ્દે આવતીકાલે ખુદ સાંસદ મનસુખ વસાવા અને જિલ્લા પ્રમુખ નીલ રાવ કલેક્ટરને મળવા જશે....સાંસદનું કહેવું છે કે, કલેકટરે ખુદ તેમને કહ્યું હતું કે, ચૈતર વસાવા પૈસા માંગે છે અને અધિકારીઓને ધમકાવે છે....જો કલેક્ટર ખોટું બોલશે તો સરકારમાં રજૂઆત કરાશે....સાંસદના મતે, જો સરકાર પોતાની જ પાર્ટીના પ્રતિનિધિઓની રજૂઆત પર ધ્યાન નહીં આપે અને ભ્રષ્ટાચારને છાવરશે, તો તેમને ભાજપ પક્ષમાં રહેવામાં કોઈ રસ નથી....આ નિવેદને ભાજપ સંગઠનમાં દોડધામ મચાવી દીધી છે...કારણ કે મનસુખ વસાવા આદિવાસી પટ્ટામાં ખૂબ જ મજબૂત પકડ ધરાવે છે....મે મનસુખભાઈને આ અંગે પૂછ્યું છે તેમનું શું કહેવું છે સાંભળી લઈએ...





















