શોધખોળ કરો

Surendranagar ED Raid : સુરેન્દ્રનગર ED રેડ મામલો, ફરિયાદીએ મોટા કૌભાંડનો કેવી રીતે કર્યો પર્દાફાશ?

Surendranagar ED Raid : સુરેન્દ્રનગર ED રેડ મામલો, ફરિયાદીએ મોટા કૌભાંડનો કેવી રીતે કર્યો પર્દાફાશ?

Surendranagar Land Scam:  સુરેન્દ્રનગરમાં 1500 કરોડના જમીન NA કૌભાંડમાં એક બાદ એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. એક શીટની મદદથી સૌથી મોટા જમીન કૌભાંડનો ઘટસ્ફોટ થયો છે. ACBમાં નોંધાયેલી ફરિયાદમાં ખુલાસો થયો છે કે, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીએ એક કરોડની લાંચ લીધી છે અને તેમા કલેક્ટર રાજેન્દ્ર પટેલ,ક્લાર્ક મયુર ગોહિલ અને પીએ જયરાજસિંહ ઝાલા પણ સામેલ હતા. આટલુ જ નહીં, એક શીટમાં દલાલોના નામ અને તેમને આપવાની રકમ પણ લખેલી હોવાનું સામે આવ્યું છે. 23 ડિસેમ્બરે દિલ્હીથી આવેલી ઈડીની સ્પેશિયલ ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ચંદ્રસિંહ મોરીના રહેણાંક પરિસરમાંથી 67.50 લાખની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. આ રોકડ રકમ તેમના બેડરૂમમાં છૂપાવેલી હતી. આરોપી ચંદ્રસિંહ મોરીએ 23 ડિસેમ્બરે નોંધાયેલા નિવેદનમાં સ્વીકાર્યું છે કે જપ્ત કરાયેલી રોકડ રકમ જમીનના હેતુફેરની અરજીઓના ઝડપી નિકાલ માટે સીધી રીતે અથવા વચેટિયાઓ મારફતે અરજદારો પાસેથી એકઠી કરેલી લાંચની રકમ છે.

ચંદ્રસિંહ મોરીએ એક કરોડની લાંચ લીધી હોવાના પૂરાવા મળ્યા

ચંદ્રસિંહ મોરીએ ઈડી સમક્ષ સ્વીકાર્યું હતું કે,જમીનની ફાઇલ ક્લિયર કરવા માટે સ્કવેર મીટર દીઠ 10 રૂપિયાના ભાવથી લાંચ લેવામાં આવતી હતી. ચંદ્રસિંહ મોરી પાસેથી મળેલા દસ્તાવેજોમાં એક કરોડની લાંચ લીધી હોવાના પૂરાવા પણ હાથ લાગ્યા હતા. ઉપરાંત ચંદ્રસિંહ મોરીએ સ્વીકાર્યું છે કે,જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલ, ક્લાર્ક મયુર ગોહિલ, કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા પણ આ કૌભાંડમાં સામેલ છે અને લાંચના પણ ભાગીદાર છે. ઈડીને સર્ચ દરમિયાન એક પ્રિન્ટેડ શીટ મળી આવી હતી જેમાં ઓનલાઇન અરજીનો નંબર,જમીનની વિગત, સર્વે નંબર,ક્યા પ્રકારની અરજી છે સહિતની વિગતો હતી. આ ઉપરાંત ક્યા અરજદાર પાસે કેટલી લાંચ લેવામાં આવી તેની પણ વિગતો હતી. આ શીટમાં વચેટિયાઓ, કમિશન એજન્ટના પણ નામ હતા. કૌભાંડ હેતુફેર અંતર્ગત થયેલી અરજીઓને લઈ આચરવામાં આવતું હતું. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી પાસે જમીનના NA બાબતે પાવર હતા અને આ પાવરનો તે દુરૂપયોગ કરતો હતો. EDની તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે,વચેટિયાઓ અને એજન્ટો મારફતે જમીન NA કરાવામાં આવતી હતી. આયોજનબદ્ધ રીતે ખંડણી અને ગેરકાયદેસર રીતે લાભ કરાવીને NA કૌભાંડ ચલાવવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં ફરિયાદી મીડિયા સામે આવ્યા હતા. જમીનના NA વગર જ સોલાર કંપનીએ કામ શરૂ કર્યું હતું. ઘુડખર અભયારણ્ય નજીક હોવા છતાં કલેક્ટરે સોલાર પ્લાન્ટની મંજૂરી આપી હતી. મોટી માલવણ ગામમાં સોલાર પ્લાન્ટમાં ભ્રષ્ટાચારની ફરિયાદ કરવામાં આવી હતી. 60 કરોડના પ્રોજેક્ટની મંજૂરી સામે 850 કરોડનો પ્રોજેક્ટ બનાવ્યો છે. સંકલન બેઠકથી લઈને પીએમઓ સુધી ખેડૂતે ફરિયાદ કરી હતી. જિલ્લા કલેક્ટરે ભ્રષ્ટાચાર કર્યો હોવાની ફરિયાદ કરી હતી.

ગુજરાત વિડિઓઝ

Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
Train News: ટ્રેનોમાં મંજૂરી વિના પાણી અને ખાદ્ય પદાર્થો વેચવા વિરુદ્ધ કડક વલણ, IRCTCનો મોટો નિર્ણય
Train News: ટ્રેનોમાં મંજૂરી વિના પાણી અને ખાદ્ય પદાર્થો વેચવા વિરુદ્ધ કડક વલણ, IRCTCનો મોટો નિર્ણય
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
Embed widget