(Source: ECI/ABP News/ABP Majha)
Diwali 2022: કાર, બાઇક, ગોલ્ડ ખરીદવા માટે આજનો દિવસ ઉત્તમ, પુષ્ય નક્ષત્રનો બન્યો છે શુભ સંયોગ
આજે ધનતેરસ 2022 અને દિવાળી 2022 પહેલા ખરીદી કરવાનો વિશેષ સંયોગ છે
Pushya Nakshatra 2022: આજે ધનતેરસ 2022 અને દિવાળી 2022 પહેલા ખરીદી કરવાનો વિશેષ સંયોગ છે. પંચાંગ મુજબ આજે, 18 ઓક્ટોબર, 2022, મંગળવારે આસો વદન આઠમની તિથિ છે. આ દિવસે પુષ્ય નક્ષત્રનો શુભ સંયોગ છે. પૌરાણિક ગ્રંથોમાં પુષ્ય નક્ષત્રને સૌથી શુભ નક્ષત્ર માનવામાં આવે છે. પુષ્ય નક્ષત્ર તમામ નક્ષત્રોનો અધિપતિ કહેવાય છે.
એવું માનવામાં આવે છે કે પુષ્ય નક્ષત્ર શુભ કાર્ય કરવા માટે સૌથી શુભ નક્ષત્ર છે. આ નક્ષત્ર વિશે એવું માનવામાં આવે છે કે શુભ કાર્ય કરવા માટે આ નક્ષત્રમાં પંચાંગ જોવાની જરૂર નથી. આ જ કારણ છે કે લોકો પુષ્ય નક્ષત્રની રાહ જુએ છે. પંચાંગ અનુસાર મંગળવારે પણ સિદ્ધ યોગનો ખૂબ જ શુભ સંયોગ બની રહ્યો છે.
પુષ્ય નક્ષત્રનું મહત્વ
પૌરાણિક ગ્રંથોમાં પુષ્ય નક્ષત્રનો અર્થ છે જે પોષણ કરે છે અને ઉર્જા અને શક્તિ આપે છે. પુષ્ય નક્ષત્રનો સ્વામી શનિ છે અને પુષ્ય નક્ષત્ર કર્ક રાશિમાં આવે છે. મંગળવાર, 18 ઓક્ટોબર, 2022 ના રોજ ચંદ્ર કર્ક રાશિમાં ગોચર કરી રહ્યો છે.
પંચાંગ અને જ્યોતિષ ગણતરી મુજબ આ દિવસે એક ખાસ ખગોળીય ઘટના બની રહી છે. મંગળવારે વૈભવી જીવનનો કારક શુક્ર તેના ઘરમાં એટલે કે તુલા રાશિમાં આવી રહ્યો છે. શુક્રને તુલા રાશિનો સ્વામી માનવામાં આવે છે. જ્યારે કોઈ ગ્રહ પોતાના ઘરમાં કે પોતાની રાશિમાં ગોચર કરે છે ત્યારે તે શુભ માનવામાં આવે છે.
તમે પુષ્ય નક્ષત્રમાં આ વસ્તુઓ ખરીદી શકો છો
ગુરુ પુષ્ય નક્ષત્ર પર તમે આ વસ્તુઓ ખરીદી શકો છો. માનવામાં આવે છે કે આ વસ્તુઓની ખરીદી શુભ હોય છે. વાહન, ગોલ્ડ, મકાન, જમીન, જ્વેલેરી, ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ, લાકડુ, લોખંડનું ફર્નિચર, કૃષિ સંબંધિત વસ્તુઓ, રોકાણ માટે શ્રેષ્ઠ તક
પુષ્ય નક્ષત્ર રોકાણ માટે પણ શુભ માનવામાં આવે છે. આ નક્ષત્રમાં તમે નિષ્ણાતની સલાહ લીધા બાદ પોલિસી, વીમા યોજના, મ્યુચ્યુઅલ ફંડ અને શેરબજાર વગેરેમાં નાણાંનું રોકાણ કરી શકો છો.
ગુરુ પુષ્ય નક્ષત્ર મુહૂર્ત
બ્રહ્મ મુહૂર્ત – વહેલી સવારે 04:43 થી 05:33 સુધી
પ્રાતઃ સંધ્યા – વહેલી સવારે 05:08 થી 06:23 સુધી
અભિજીત મુહૂર્ત – સવારે 11:43 થી 12:29 સુધી
વિજય મુહૂર્ત - બપોરે 02:00 થી 02:46 સુધી
સંધિકાળ મુહૂર્ત - સાંજે 05:37 થી 06:01 સુધી
સાયાહ્ન સંધ્યા – સાંજે 05:49 થી 07:04 સુધી
અમૃત કાલ - બપોરે 12:53 થી બપોરે 02:40 (19 ઓક્ટોબર 2022)
નિશિતા મુહૂર્ત - બપોરે 11:41 થી 12:32 સુધી (19 ઓક્ટોબર, 2022)
Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અહી એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે gujarati.abplive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.