Raksha Bandhan 2023: રક્ષાબંધન આજે, ભદ્રા હોવાથી જાણો, રાખડી બાંધવાનું શું છે શુભ મૂહૂર્ત
આ વખતે ભદ્રા હોવાથી રક્ષા બંધન ક્યારે મનાવવી તેને લઇને અવઢવની સ્થિતિ છે. ત્યારે જાણીએ ભદ્રાની સમાપ્તિ બાદ રાખડી બાંધવાનું કયું શુભ મૂહૂર્ત છે.
Happy Raksha Bandhan 2023 Muhurat : આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્રા પણ છે. આ કારણે આ તહેવાર બંને દિવસ ઉજવવામાં આવી રહ્યો છે, તો જાણી રાખી બાંધવાનું શુભ મૂહૂર્ત શું છે.
30 ઓગસ્ટે આટલો સમય રહેશે ભદ્રા
30 ઓગસ્ટ, 2023 ના રોજ, ભદ્રા સવારે 10.58 વાગ્યે શરૂ થાય છે અને રાત્રે 09.01 સુધી ચાલે છે. આવી સ્થિતિમાં ભદ્રાની સમાપ્તિ પછી રાખડી બાંધવી શુભ રહેશે. ભદ્રકાળમાં રાખડી બાંધવાથી ભાઈની ઉંમર ઓછી થાય છે અને ભાઈ પર આફત આવે છે.
રાખડી બાંધવાનું શુભ મૂહૂર્ત
30 ઓગસ્ટ, 2023 ના રોજ આખો દિવસ ભદ્રાની છાયા રહેશે. કેટલાક લોકો સૂર્યાસ્ત પછી રાખડી બાંધતા નથી. આવી સ્થિતિમાં, જો તમે 31 ઓગસ્ટના રોજ રક્ષાબંધન ઉજવી રહ્યા છો, તો બ્રહ્મ મુહૂર્તને રાખડી બાંધવા માટે સૌથી વધુ શુભ માનવામાં આવે છે. આજે, 31 ઓગસ્ટના રોજ, તમે સવારે 4:26 થી 5:14 વચ્ચે રાખડી બાંધી શકો છો. આ સૌથી શુભ મૂહૂર્ત છે. આ સિવાય સવારે 7:05 સુધી પણ રાખડી બાંધી શકો છો. જો રાત્રે રાખડી બાંધવા ઇચ્છા હો તો આજે રાત્રે સવારે :9:2 વાગ્યે ભદ્રા સમાપ્ત થાય છે તો રાત્રે 9:2 થી સવારે 7:05 સુધી રાખડી બાંધી શકો છો.
પરંતુ શું રાખડી રાત્રે બાંધી શકાય?
વર્ષ 2023 માં, રક્ષાબંધનનો શુભ સમય 30 ઓગસ્ટની રાત્રે 9:01 વાગ્યે શરૂ થશે. 30 ઓગસ્ટે આખો દિવસ ભદ્રાની છાયા છે. જેના કારણે તમે રાત્રે 9:01 મિનિટ પછી રાખડી બાંધી શકો છો. રાખડી બાંધવા માટે દિવસનો સમય શુભ હોય છે પરંતુ ભદ્રા હોવાથી આ વખતે રાતનો સમય શુભ છે. રાત્રે 9:2 થી સવારે 7:5 સુધી રાખડી બાંધી શકો છો.
રક્ષાબંધન પર ભાઈઓને મરવાનો શ્રાપ આપે છે બહેનો, જાણો ક્યાં છે આવો વિચિત્ર રિવાજ
Raksha Bandhan 2023: ભાઈ-બહેનના સંબંધોના ઘણા ઉદાહરણો આપવામાં આવે છે, આ સંબંધનો સૌથી મોટો તહેવાર રક્ષાબંધન છે, જેમાં બહેન તેના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેની લાંબી ઉંમર માટે પ્રાર્થના કરે છે. આ સાથે ભાઈ બહેનની રક્ષા કરવાનું વચન પણ આપે છે. આ તહેવાર દેશભરમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે, ઘણી જગ્યાએ તેને અલગ અલગ નામ પણ આપવામાં આવ્યા છે. જો કે રાખીના તહેવારને લઈને એક જગ્યાએ ભાઈને શ્રાપ આપવાનો રિવાજ પણ છે, જેમાં બહેનો પોતાના ભાઈને મૃત્યુ માટે શ્રાપ આપે છે.
રક્ષાબંધન પર ભાઈને શ્રાપ આપવાનો ક્યાં છે રિવાજ
રક્ષાબંધન પર ભાઈને શ્રાપ આપવાનો આ રિવાજ છત્તીસગઢમાં છે. અહીં જશપુરમાં એક સમુદાય આવા રિવાજને અનુસરે છે. આ રિવાજ મુજબ, પહેલા બહેનો તેમના ભાઈને મૃત્યુનો શ્રાપ આપે છે અને પછી તેનું પ્રાયશ્ચિત કરે છે. આ માટે બહેનો પોતાની જીભ પર કાંટો ખુંચાડે છે, શ્રાપ આપ્યા પછી પ્રાયશ્ચિત તરીકે આમ કરવામાં આવે છે. આવું રક્ષાબંધન સિવાય ભાઈબીજ પર પણ કરવામાં આવે છે.
શ્રાપ આપવા પાછળની માન્યતા શું છે?
અહીં રક્ષાબંધનના તહેવારને લઈને ઘણી અલગ-અલગ અને વિચિત્ર માન્યતાઓ છે. જેનું આજ સુધી પાલન કરવામાં આવી રહ્યું છે. આ સિવાય પણ આવી ઘણી વાર્તાઓ કહેવામાં આવે છે, જેમાં ભાઈઓએ બહેનની રક્ષા માટે ઘણા બલિદાન આપ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.