Samudrik Shastra:આપના ચહેરા પર જો આ જગ્યાએ તલ છે, તો તે વ્યક્તિ ખૂબ કમાઇ છે ધન, જાણો બીજી શું હોય છે વિશેષતા
જ્યોતિષ શાસ્ત્માં જેમ, માણસના જન્મ પત્રિકામાં સ્થિત ગ્રહોનું વિશ્લેષણ કર્યા પછી, તેનો સ્વભાવ અને ભવિષ્ય કહેવામાં આવે છે. એ જ રીતે, સામુદ્રિક શાસ્ત્રમાં વ્યક્તિના શરીરના અંગો અને તલના આધારે તેના સ્વભાવ અને કારકિર્દી વિશે જણાવવામાં આવે છે
Samudrik Shastra:જ્યોતિષ શાસ્ત્માં જેમ, માણસના જન્મ પત્રિકામાં સ્થિત ગ્રહોનું વિશ્લેષણ કર્યા પછી, તેનો સ્વભાવ અને ભવિષ્ય કહેવામાં આવે છે. એ જ રીતે, સામુદ્રિક શાસ્ત્રમાં વ્યક્તિના શરીરના અંગો અને તલના આધારે તેના સ્વભાવ અને કારકિર્દી વિશે જણાવવામાં આવે છે. સામુદ્રિક શાસ્ત્રમાં શુભ અને અશુભ એમ બંને પ્રકારના વર્ણન છે. આજે અમે તમને દાઢી પર તલનું મહત્વ અને તે શું સંકેત આપે છે, તે જણાવીશું.
એવું માનવામાં આવે છે કે જે લોકોની દાઢીની મધ્યમાં તલ હોય તો આવા લોકો ખૂબ જ રમતિયાળ હોય છે. તેમને જીવન પાસેથી ઘણી અપેક્ષાઓ હોય છે. આ લોકો પોતે ખુશ રહેવાનું પસંદ કરે છે અને પોતાની વાતથી સામેની વ્યક્તિને પણ ખુશ રાખે છે. આ લોકો ખૂબ જ સ્માર્ટ માનવામાં આવે છે. તેમજ આ લોકો મોંઘી વસ્તુઓ ખરીદવાના શોખીન હોય છે. તેઓ તેમના મોટાભાગના પૈસા મોજ શોખને પૂરા કરવા માટે ખર્ચ કરે છે. પરંતુ તેમ છતાં તેમની પાસે પૈસાની કોઈ કમી નથી રહેતી.
દાઢીની જમણી બાજુએ તલ
સમુદ્રશાસ્ત્ર અનુસાર, જેમની દાઢીમાં જમણી બાજુ તલ હોય તો આવા લોકો ખૂબ જ કલાત્મક હોય છે. એવું કહેવાય છે કે, આ લોકોને લાંબા સમય સુધી એક જ કરિયર, એક જગ્યા કે એક વ્યક્તિ સાથે રહેવું ગમતું નથી. આ લોકો બહુ પ્રતિભાશાળી હોય છે. આ લોકોની ખાસ વાત એ છે કે તેમનામાં સહેજ પણ અભિમાન નથી હોતું. તે ગમે તેટલા મોટા પદ પર પહોંચી જાય, તો પણ તેનામાં અહંકાર નથી હોતો.
દાઢીમાં ડાબી બાજુ તલ
એવું માનવામાં આવે છે કે જે લોકોને દાઢીની ડાબી બાજુએ તલ ર હોય છે, આવા લોકો ખૂબ જ કંજુસ હોય છે પરંતુ આ લોકો મિત્રતા નિભાવવામાં શ્રેષ્ઠ હોય છે. આ લોકો બધાને નમ્રતાથી મળે અને પ્રભાવિત કરી દે છે. આ લોકો દરેક સાથે પ્રેમથી વાત કરે છે અને તેમની સાથે સારો વ્યવહાર રાખે છે. આ સાથે જ લોકો તેમને મળીને તેમના ફેન બની જાય છે. તેઓ પોતાના વર્તનથી સામેવાળાને ઝુકાવી દેવીનું પણ સામર્થ્ય ધરાવે છે.