Shani Upay: નવા વર્ષની પૂર્વ સંધ્યાએ શનિદેવના આ ઉપાયો આપશે મુશ્કેલીઓથી મુક્તિ
Shani Dev, Shani Stotra: આજે વર્ષ 2022નો છેલ્લો શનિવાર છે જે ખૂબ જ ખાસ છે. આ શનિવારે આ ઉપાય કરવાથી શનિદેવ ખૂબ જ પ્રસન્ન થશે. શનિદેવ પ્રસન્ન થાય તો આખું વર્ષ દરેક મુશ્કેલીઓથી મુક્ત રહે છે
![Shani Upay: નવા વર્ષની પૂર્વ સંધ્યાએ શનિદેવના આ ઉપાયો આપશે મુશ્કેલીઓથી મુક્તિ Shani Upay: These remedies of Shani Dev on New Year's Eve will give relief from troubles Shani Upay: નવા વર્ષની પૂર્વ સંધ્યાએ શનિદેવના આ ઉપાયો આપશે મુશ્કેલીઓથી મુક્તિ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/31/484802bf7a881f378d1967fc2c7832e1167245672775881_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Shani Dev, Shani Stotra: આજે વર્ષ 2022નો છેલ્લો શનિવાર છે જે ખૂબ જ ખાસ છે. આ શનિવારે આ ઉપાય કરવાથી શનિદેવ ખૂબ જ પ્રસન્ન થશે. શનિદેવ પ્રસન્ન થાય તો આખું વર્ષ દરેક મુશ્કેલીઓથી મુક્ત રહે છે
Shani Dev Upay, Raja Dasharath krit Shani Stotra: શનિવાર શનિદેવને સમર્પિત છે. આ દિવસે શનિદેવની પૂજા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે પણ વ્યક્તિ પર શનિ ગુસ્સે થાય છે તેને ઘણું કષ્ટ સહન કરવું પડે છે. તેમને શનિના સાડાસાત અને ધૈયાનો પ્રકોપ સહન કરવો પડે છે. તો બીજી તરફ જેના પર શનિદેવની કૃપા હોય છે, તેની બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે.
2023માં કુંભ રાશિમાં શનિ ગોચર
પંચાંગ મુજબ, શનિ 17 જાન્યુઆરી, 2023 ના રોજ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. કુંભ રાશિમાં શનિના ગોચરને કારણે મકર, કુંભ અને મીન રાશિ ઉપર શનિ દેવની સાડા સાતી અને કર્ક અને વૃશ્ચિક રાશિ પર શનિ દેવની વક્ર દ્રષ્ટિ રહેશે.
શનિની સાડા સાતી અને વક્ર દ્રષ્ટિથી મુક્તિ મેળવવા માટે આ વર્ષના અંતિમ દિવસે એટલે કે 31 ઓક્ટોબરે આ ખાસ ઉપાય એટલે કે શનિ સ્ત્રોતનો પાઠ કરવો. એવું માનવામાં આવે છે કે આનાથી શનિદેવ પ્રસન્ન થશે અને તેમના તમામ દોષ દૂર થઈ જશે.
શનિ સ્ત્રોત
नम: कृष्णाय नीलाय शितिकण्ठ निभाय च।
नम: कालाग्निरुपाय कृतान्ताय च वै नमः।
नमो निर्मांस देहाय दीर्घश्मश्रुजटाय च।
नमो विशालनेत्राय शुष्कोदर भयाकृते।
नम: पुष्कलगात्राय स्थुलरोम्णेऽथ वै नमः।
नमो दीर्घाय शुष्काय कालदंष्ट्र नमोऽस्तु ते।
नमस्ते कोटराक्षाय दुर्नरीक्ष्याय वै नमः।
नमो घोराय रौद्राय भीषणाय कपालिने।
नमस्ते सर्वभक्षाय बलीमुख नमोऽस्तु ते।
सूर्यपुत्र नमस्तेऽस्तु भास्करेऽभयदाय च।
अधोदृष्टे: नमस्तेऽस्तु संवर्तक नमोऽस्तु ते।
नमो मन्दगते तुभ्यं निस्त्रिंशाय नमोऽस्तु ते।
तपसा दग्ध-देहाय नित्यं योगरताय च।
नमो नित्यं क्षुधार्ताय अतृप्ताय च वै नमः।
ज्ञानचक्षुर्नमस्तेऽस्तु कश्यपात्मज-सूनवे।
तुष्टो ददासि वै राज्यं रूष्टो हरसि तत्क्षणात्।
देवासुरमनुष्याश्र्च सिद्ध-विद्याधरोरगा:।
त्वया विलोकिता: सर्वे नाशं यान्ति समूलत:।
प्रसाद कुरु मे सौरे ! वारदो भव भास्करे।
एवं स्तुतस्तदा सौरिर्ग्रहराजो महाबल:।
Disclaimer: આ લેખ ફક્ત ધારણાઓ અને માહિતી પર આધારિત છે. આ બબાતે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)