Taurus Yearly Horoscope: વિક્રમ સંવત 2081નું વર્ષ વૃષભ રાશિ માટે કેવું નિવડશે, જાણો વાર્ષિક રાશિફળ
Taurus Yearly Horoscope: વિક્રમ સવંત 2081નું વર્ષ વૃષભ રાશિના જાતક માટે કેવું નિવડશે,. જાણીએ વાર્ષિક રાશિફળ
Taurus Yearly Horoscope: વૃષભ રાશિ , વિક્રમ સવંત 2081ના વર્ષની શરૂઆતમાં ગુરુ વૃષભ રાશિનો તમારી રાશિથી પહેલા દેહ ભાવ માં રહેશે, જે નોકરી ધંધા માં નાનો મોટો આર્થિક અવરોધ કે, ભય ઉભો કરી શકે છે. ખર્ચ પર કાબુ રાખો નોકરી ધંધામાં બહુ મોટા ફેરફાર કરવા હિતાવહ નથી.
તા. 14 -05- 2025થી મિથુનનો ગુરૂ તમારી રાશિથી બીજા ઘનભાવે રહેશે. જે આર્થિક બાબતો માટે શુભ બનતો જશે રોકાયેલા કાર્યો પૂરા થશે કુટુંબમાં વડીલ તરફથી ધન કે સંપત્તિ મેળવવા યોગ બનતા આવશ્યકતા માટે નાણાંની સગવડ સરળતાથી થતી જશે.
વર્ષની શરૂઆતમાં શનિ કુંભ રાશિમાં હોઈ તમારા દસમા કર્મ સ્થાને રહેશે જે નોકરી વ્યવસાયમાં લાભ અપાવશે. આવકની સ્થિરતા રહશે. મનની શાંતિ રહેશે પરંતુ થોડી વધુ મહેનતના યોગ બની રહ્યાં છે પરંતુ મહેનતફળદાયી રહેશે. તા. 29-03 -2025થી શનિ તમારી રાશિથી અગિયારમા લાભ ભાવે રહેશે, જેની તમારા સુખમાં વધારો થશે. દરેક કામમાં થતો વિલંબ દૂર થશે. સફળતા મળશે, શારીરિક નાની-મોટી તકલીફો હોય તે પણ દૂર થશે
સ્ત્રી ઓ માટે : આ વર્ષ શરૂઆતમાં મધ્યમ પસાર થશે. પણ માર્ચ 2025 થી ખુબ સારો સમય શરૂ થાય જે દરેક ઈચ્છાઓ પૂર્ણ થશે અને દરેક કર્યોમાં લાભ થશે.
વિદ્યાર્થીઓ માટે : આ વર્ષ શરૂઆતમાં કઠિન રહેશે, ઈતર પ્રવૃત્તિ છોડી અભ્યાસ પરત્વે ધ્યાન કેન્દ્રિત કરશો તો લાભ થશે માર્ચ 2025થી સમય સુધરી જશે. પરિણામ સારું આવશે. ઉચ્ચ અભ્યાસના યોગ પણ સારા બની રહ્યાં છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.