![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Navratri 2023: ગરબાની રમઝટ બાદ ખૈલેયા આ સ્ટ્રીટ ફૂડની માણે છે લિજ્જત, ગુજરાત સ્ટ્રીટ ફૂડનું જબરદસ્ત માર્કટ
પાણીપુરી પણ અહીંનું મેઇન સ્ટ્રીટ ફૂડ છે. પાણી પુરીમાં સાત પાણીની પાણી પુરી સહિત દહીં પુરી મસાલા પુરી પણ ગુજરાતના સ્ટ્રીટ ફૂડનું પ્રચિલિત વ્યંજન છે.
![Navratri 2023: ગરબાની રમઝટ બાદ ખૈલેયા આ સ્ટ્રીટ ફૂડની માણે છે લિજ્જત, ગુજરાત સ્ટ્રીટ ફૂડનું જબરદસ્ત માર્કટ This street food is enjoyed after Garba in Gujarat during Navratri Navratri 2023: ગરબાની રમઝટ બાદ ખૈલેયા આ સ્ટ્રીટ ફૂડની માણે છે લિજ્જત, ગુજરાત સ્ટ્રીટ ફૂડનું જબરદસ્ત માર્કટ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/28/aa78f5ee1612d76008a8674bbc79f3f5169591133455181_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Navratri 2023:ગુજરાત પ્રવાસન સ્થળો માટે જેટલું લોકપ્રિય છે, તેટલું જ ગુજરાત ખાણી પીણી માટે પણ છે. અહીંનું ફૂડ ખૂબ ટેસ્ટી અને લિજ્જતદાર હોય છે. ગુજરાતમાં સ્ટ્રીટ ફૂડનું જબરદસ્ત માર્કેટ છે.
ભારતના પશ્ચિમાં સ્થિત ગુજરાત પ્રવાસન સ્થળો માટે પ્રખ્યાત છે. ગુજરાત પ્રવાસન સ્થળો માટે જેટલું લોકપ્રિય છે, તેટલું જ ગુજરાત ખાણી પીણી માટે પણ છે. અહીં ફૂડ ખૂબ ટેસ્ટી અને લિજ્જતદાર હોય છે. ગુજરાતમાં સ્ટ્રીટ ફૂડનું જબરદસ્ત માર્કેટ છે. નવરાત્રીમાં ગરબા બાદ લોકો આ સ્ટ્રીટ ફૂડની લિજ્જત માણે છે.
ગુજરાતનું મેઇન ફૂડ છે ઢોકળા, આજકાલ લાઇવ ઢોકળા સ્ટ્રીટ ફૂડમાં ખૂબ વેચાણ થાય છે. ટામેટાં સોસ અને લસણની ચટણી સાથે રોડ કિનારે ગરમાગરમ આ લાઇવ ઢોકળાની લિજ્જત માણવાની મોજ જ કંઇ બીજી છે.
સ્વીટ કોર્ન કરતાં વધુ રિયલ આ સ્ટ્રીટ ફૂડ છે. મકાઇના ડોડા શેકીને પણ મળે છે અથવા તો બાફેલી મકાઇ પણ ચાટ મસાલા અને લીંબુ સાથે સર્વે કરવામાં આવે છે. મોનસૂનમાં મકાઇની સિઝન હોવાથી ગરબા બાદ લોકો આ સ્ટ્રીટ ફૂડની પણ મોજ માણે છે.
પાણીપુરી પણ અહીંનું મેઇન સ્ટ્રીટ ફૂડ છે. પાણી પુરીમાં સાત પાણીની પાણી પુરી સહિત દહીં પુરી મસાલા પુરી પણ ગુજરાતના સ્ટ્રીટ ફૂડનું પ્રચિલિત વ્યંજન છે.
તમે એ ગીત તો સાંભળ્યું જ હશે, “મેં રસ્તે સે જા રહા હું, ભેળપુરી ખા રહા હૂ,”? બજારમાં મળતી પેક્ડ ભેળપુરી કરતા ભૈયાની લારીમાં મળતી આ ભેળપુરીની લિજ્જત કંઇક ઔર હોય છે. જો આપ આ ભેળપુરીનો એકવાર સ્વાદ માણસો તો પેક્ડ ભેળપુરીની ભૂલી જશો.
ભેળપુરીની જેમ ભેળ પણ ગુજરાતીઓનું ફેવરિટ સ્ટ્રીટ ફૂડ છે. જે લાઇટ હોવાથી વેઇટ વધવાનો પણ ડર રહેતો નથી. ગરબા બાદ રાત્રે ગુજરાતમાં સ્ટ્રીટ માર્કેટમાં આ તમામ ફૂડનું ધૂમ વેચાણ થાય છે.
ઘુઘરા આમ તો પરંપરાગત રીતે હોળી અથવા દિવાળી જેવા તહેવારોની ખાસ મીઠાઇ છે પરંતુ સ્ટ્રીટ માર્કેટમાં સ્પાઇસી ઘૂઘરા વેચાય છે. ખાસ કરીને આ જામનગરની ફૂડ સ્ટ્રીટ માર્કેટનું મેઇન ફૂડ છે. કેલરી કોન્શિયશ લોકો માટે આ ઘુઘરા ડીપ ફ્રાય કરવાને બદલે બેક કરીને ખાઈ શકાય છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)