Money Plant Upay: શુક્રવારના દિવસે કરો મનીપ્લાન્ટસ સાથે આ પ્રયોગ, જીવનભર નહિ રહે ધનની કમી
Money Plant Upay: વાસ્તુશાસ્ત્રમાં મની પ્લાન્ટ પ્લાન્ટને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શુક્રવારે મની પ્લાન્ટ સંબંધિત ઉપાય કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.
Money Plant Upay: વાસ્તુશાસ્ત્રમાં મની પ્લાન્ટ પ્લાન્ટને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શુક્રવારે મની પ્લાન્ટ સંબંધિત ઉપાય કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.
શુક્રવાર દેવી લક્ષ્મીની પૂજા માટે વિશેષ માનવામાં આવે છે. આ દિવસે પૂજા કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવન સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર થાય છે. પરંતુ આ દિવસે જો તમે વાસ્તુ અનુસાર કેટલાક ઉપાયો કરશો તો ઘરમાં ધન અને સમૃદ્ધિ જળવાઈ રહેશે અને સકારાત્મકતાનો વાસ થશે. લોકો ઘરમાં મની પ્લાન્ટ માત્ર શોભા તરીકે જ લગાવે છે, પરંતુ જો તમે તેને વાસ્તુના નિયમને અનુસરીને લગાવવમાં આવે તો તેનાથી ઘરમાં રિદ્ધિ સિદ્ધિના વાસ થાય છે અને મા લક્ષ્મી પ્રસન્ન થાય છે.
વાસ્તુ અનુસરા ધન સમૃદ્ધિનો સંબંઘ મની પ્લાન્ટ સાથે પણ છે. આ પ્લાન્ટ શુક્ર ગ્રહ સંબંધિત છે. શુક્રવારના દિવસે આપ મની પ્લાન્ટસ સાથે જોડાયેલા ઉપાય કરી શકો છો, આ સ્થિતિમાં મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને સમગ્ર સમસ્યાનો અંત આવે છે. જાણીએ મની પ્લાન્ટના શુક્રવારે ક્યાં ઉપાય કરવાથી ધનલક્ષ્મીના આશિષ મળે છે.
શુક્રવારના દિવસે કરો આ ઉપાય
- જો ઘરમાં મની પ્લાન્ટનો છોડ નથી, તો શુક્રવારે આ છોડ લાવો અને લગાવો. શુક્રવારે મની પ્લાન્ટ લગાવવો શુભ માનવામાં આવે છે.
- શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા કર્યા પછી મની પ્લાન્ટમાં કાચું દૂધ ચઢાવો. આ નાણાંના પ્રવાહને વેગ આપે છે.
- શુક્રવારે મની પ્લાન્ટના મૂળમાં લાલ રંગનો દોરો બાંધો. તેનાથી ધનનો લાભ પણ થાય છે અને ઘરમાં સકારાત્મકતા વધે છે. પરંતુ સ્નાન કર્યા પછી આ ઉપાય કરો.
આ વાતોનું ખાસ ધ્યાન રાખો
- જો કાચની બોટલમાં મની પ્લાન્ટસ લગાવો છો તો ગ્રીન કલરની બોટલમાં લગાવો, ગ્રીન કલરની બોટલમાં મની પ્લાન્ટ લગાવો શુભ રહે છે.
- વાસ્તુ અનુસાર મનીપ્લાન્ટને દક્ષિણ –પૂર્વ એટલે ક અગ્નેય કોણમાં રાખવું સૌથી શુભ હોય છે. તેનાથી આર્થિક સ્થિતિમાં સુધાર આવે છે.
- મની પ્લાન્ટમાં આપ બેડરૂમ, બાલ્કની, પૂજાઘર અથવા તો કોઇ પણ રૂમમાં લગાવી શકો છો.જો કે તેને ઘરની બહાર ન લગાવો. એ પણ ધ્યાન રાખો કે આ પ્લાનના વેલ જમીનને ન સ્પર્શે , તે અશુભ મનાય છે. જેમ જેમ તેની વેલ વધે તેને ઉપરની તરફ જ ચઢાવતા જાવ
Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ,ઉપચાર,ડાયટ, દવા,ઉપાયની પુષ્ટી abp અસ્મિતા નથી કરતું, આ પદ્ધતિ, રીત, વિધિ, ઉપાય, ડાયટને અનુસરતા પહેલા જેતે વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો