Amritsar: લગ્ન સમારંભમાં AAP ના સરપંચની ગોળી મારીને હત્યા, આ ગેંગસ્ટરે લીધી હુમલાની જવાબદારી
Amritsar News: આમ આદમી પાર્ટીના સરપંચને એક સંબંધીના લગ્નમાં હાજરી આપતી વખતે ગોળી મારી દેવામાં આવી હતી. ગોળીબારથી લગ્ન સમારંભમાં અફરાતફરી મચી ગઈ હતી.

Amritsar News: અમૃતસરના મેરીગોલ્ડ રિસોર્ટમાં આમ આદમી પાર્ટી (AAP) સરપંચની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જર્મલ સિંહ એક સંબંધીના લગ્નમાં હાજરી આપી રહ્યા હતા. ટેબલ પર બેઠા હતા ત્યારે તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાની જવાબદારી ગેંગસ્ટર ડોની બલ, પ્રભ દાસુવાલ અને દેવેન્દ્ર બંબીહા ગ્રુપેલીધી છે.
#BREAKING | पंजाब के अमृतसर में AAP के सरपंच की हत्या@aparna_journo | https://t.co/smwhXUROiK#Punjab #Amritsar #CrimeNews #AAP #ABPNews pic.twitter.com/7xoWXyvpzy
— ABP News (@ABPNews) January 5, 2026
આપ સરપંચની હત્યા અંગે સોશિયલ મીડિયા પર એક વાયરલ પોસ્ટ સામે આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, "અમૃતસરના મેરીગોલ્ડ રિસોર્ટમાં આજે જર્મલ સિંહ (વલતોહા) સરપંચની હત્યા કરવામાં આવી હતી. હું, ડોની બા, પ્રભ દાસુવાલ, આફ્રિદી ટુટ, મોહબ્બત રંધાવા, અમર ખ્વા અને પવન શકીન આની જવાબદારી સ્વીકારીએ છીએ."
'તે મારું ઘર તોડવા ગયો હતો'
પોસ્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે, "તેણે પોલીસને 35 લાખ રૂપિયા આપ્યા હતા અને દાસુવાલમાં મારું ઘર તોડવા તેમની સાથે ગયો હતો. આ કામ અમારા નાના ભાઈ ગંગા ઠાકરપુરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. પોલીસે કોઈને ગેરકાયદેસર રીતે હેરાન ન કરવા જોઈએ."
"અમે તેને પહેલા સમજાવ્યા હતા"
તેમણે આગળ લખ્યું, "અમે બધાએ તેના પર બે વાર હુમલો કર્યો, પરંતુ તે ભાગી ગયો અને ગેરકાયદેસર મકાનોમાં રહેતા અને અમારી સાથે કોઈ લેવાદેવા ન રાખતા છોકરાઓને ગોળી મારી દીધી. અમે તેને આ વિશે પહેલાથી જ એક પોસ્ટ દ્વારા જાણ કરી હતી. અમે તેને ફોન પર પણ સમજાવ્યો હતો, પરંતુ તે કામ ન આવ્યું." આમ આદમી પાર્ટીના સરપંચને તે સમયે ગોળી મારી દેવામાં આવી જ્યારે તેઓ એક સંબંધીના ઘરે લગ્ન સમારોહમાં હાજરી આપી રહ્યા હતા. ગોળીબારથી લગ્ન સમારોહમાં અંધાધૂંધી મચી ગઈ.
નજીકથી ગોળીબાર
અમૃતસરમાં લગ્ન સમારોહમાં આમ આદમી પાર્ટીના સરપંચને ગોળી મારવામાં આવી રહી હોવાનો સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટપણે દેખાય છે કે લગ્નમાં હાજર બે યુવાનોએ સરપંચને નજીકથી ગોળી મારી હતી. પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. તો બીજી તરફ ધોળા દિવસે હત્યાની ઘટનાથી કાયદો અને વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા થાય છે.




















