PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
psi lrd recruitment news: ડુપ્લિકેટ અરજીઓ પર GPRB ની લાલ આંખ: અગાઉ 58 હજાર ફોર્મ રદ થયા બાદ નવી યાદી જાહેર, જાણો કઈ અરજી ગણાશે માન્ય અને કઈ થશે રદ.

psi lrd recruitment news: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા રાજ્યમાં ચાલી રહેલી PSI અને લોકરક્ષક દળની ભરતી (Recruitment) પ્રક્રિયામાં પારદર્શિતા (Transparency) જાળવવા માટે વધુ એક કડક પગલું ભરવામાં આવ્યું છે. બોર્ડ દ્વારા ચકાસણી દરમિયાન ધ્યાનમાં આવ્યું છે કે અનેક લોકોએ એક કરતાં વધુ વખત ફોર્મ ભર્યા હતા, જેના પગલે બોર્ડે કાર્યવાહી કરીને વધુ 1,121 ઉમેદવારો (Candidates) ની વધારાની અરજીઓ રદ કરી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પણ 31 ડિસેમ્બર, 2025 ના રોજ બોર્ડ દ્વારા મોટાપાયે કાર્યવાહી કરીને ડુપ્લિકેટ જણાયેલી કુલ 58,228 અરજીઓને રદ કરવામાં આવી હતી. હવે નવી ચકાસણીમાં વધુ ઉમેદવારો એકથી વધુ અરજી સાથે પકડાતા તેમની યાદી વેબસાઈટ પર જાહેર કરવામાં આવી છે.
બોર્ડે અરજીઓની માન્યતા અંગેના નિયમો (Rules) સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે કઈ અરજી ગ્રાહ્ય રાખવામાં આવશે. જે ઉમેદવારોએ 'BOTH' (PSI અને LRD બંને) કેટેગરીમાં એકથી વધુ વખત અરજી કરી છે, તેમના કિસ્સામાં છેલ્લે કરવામાં આવેલી 'BOTH' ની અરજી જ માન્ય (Valid) ગણાશે અને બાકીની રદ થશે. તે જ રીતે, જો કોઈએ માત્ર PSI અથવા માત્ર LRD માટે એકથી વધુ ફોર્મ ભર્યા હોય, તો તે ચોક્કસ કેડરની છેલ્લી અરજી માન્ય રહેશે. જો કોઈ ઉમેદવારે અલગ અલગ સમયે 'BOTH' અને તે ઉપરાંત માત્ર PSI કે માત્ર LRD નું અલગ ફોર્મ ભર્યું હોય, અથવા તો ત્રણેય રીતે અરજી કરી હોય, તો આવા તમામ કિસ્સાઓમાં ઉમેદવારે છેલ્લે કરેલી 'BOTH' વાળી અરજી જ માન્ય રાખવામાં આવશે અને અગાઉની અલગ અલગ ભરેલી અરજીઓ રદ (Cancelled) ગણવામાં આવશે. ટૂંકમાં, સિસ્ટમ દ્વારા છેલ્લી કન્ફર્મ થયેલી મુખ્ય અરજીને જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.'
ઉમેદવારોનું લિસ્ટ જોવા અહીં ક્લિક કરો....
જે ઉમેદવારોની અરજીઓ આ યાદીમાં રદ થઈ છે અને તેમને આ અંગે કોઈ વાંધો કે રજૂઆત (Representation) હોય, તો ભરતી બોર્ડે તેમને એક તક આપી છે. આવા ઉમેદવારોએ આગામી 8 જાન્યુઆરી, 2026 સુધીમાં પોતાની રજૂઆત પહોંચાડવાની રહેશે. આ માટે ઉમેદવારે ભરતી બોર્ડની કચેરી (Recruitment Board Office) ખાતે રૂબરૂમાં જવું પડશે. રજૂઆત કરવાનો સમય જાહેર રજાના દિવસો સિવાય સાંજે 17:00 કલાક સુધીનો રહેશે. બોર્ડે સ્પષ્ટ સૂચના આપી છે કે ટપાલ, કુરિયર કે ઈમેલ દ્વારા મોકલવામાં આવેલી અથવા નિયત સમયસીમા (Deadline) બાદ મળેલી કોઈપણ રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહીં, તેથી અસરગ્રસ્ત ઉમેદવારોએ જરૂરી દસ્તાવેજો સાથે રૂબરૂમાં જ જઈને ખાતરી કરી લેવી હિતાવહ છે.





















