Ramajan 2023 રોજાથી મળે છે, ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગના આ અદભૂત ફાયદા, ઇફ્તારીમાં આ ફૂડ કરો અવોઇડ
રમઝાન મહિનો શરૂ થઇ ગયો છે આ સમય દરમિયાન, સમગ્ર વિશ્વમાં મુસ્લિમો રોઝા એટલે કે સૂર્યોદય પહેલાથી લઈને સૂર્યાસ્ત થાય ત્યાં સુધી ઉપવાસ કરે છે.
Ramajan 2023:રમઝાન મહિનો શરૂ થઇ ગયો છે આ સમય દરમિયાન, સમગ્ર વિશ્વમાં મુસ્લિમો રોઝા એટલે કે સૂર્યોદય પહેલાથી લઈને સૂર્યાસ્ત થાય ત્યાં સુધી ઉપવાસ કરે છે. આ સમય દરમિયાન ઉપવાસ કરવાના ઘણા ફાયદા છે, ચાલો જાણીએ તેમના વિશે.
આજથી પવિત્ર રમઝાન માસ શરૂ થઈ રહ્યો છે. આ વર્ષે તે 22 માર્ચથી શરૂ થઈને 21 એપ્રિલ સુધી ચાલશે. આ વર્ષે ઈદ-ઉલ-ફિત્ર 22 અથવા 23 એપ્રિલના રોજ ઉજવવામાં આવશે, જે ચાંદના દેખાવના આધારે છે. ઇસ્લામિક કેલેન્ડર મુજબ, રમઝાન મહિનો 9મો મહિનો છે.
આ આધ્યાત્મિક અને સ્વ-સુધારણાનો સમય છે, તેથી વિશ્વભરના મુસ્લિમો સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ઉપવાસ કરે છે. રમઝાનમાં ઉપવાસ 12 થી 14 કલાક સુધી ચાલે છે, જે આપણા પાચનતંત્રને આરામ કરવાની તક આપે છે, ચયાપચયને વેગ આપે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
રમઝાન કરવાથી શું ફાયદો થાય છે?
વજન ઘટાડવામાં મદદ કરીને સ્વાસ્થ્ય સુધારે છે. ઓછી કેલરી ખાવાની સાથે, 12 થી 14 કલાક સુધી ઉપવાસ કરવાથી માત્ર વજન ઓછું થતું નથી, પરંતુ બ્લડ પ્રેશર પણ ઓછું થાય છે, બ્લડ સુગરનું સ્તર સુધરે છે અને મગજની તંદુરસ્તી સુધરે છે.
શરીરને ડિટોક્સ કરવાની તક મળે છે. ઉપવાસ દરમિયાન, પાચન તંત્રને આરામ કરવાની તક મળે છે, જેના કારણે શરીરમાંથી ઝેરી તત્વોને વધુ સારી રીતે દૂર કરી શકાય છે
રોજા રાખવાથી બગડેલી કોશિકાઓ આપોઆપ શરીરમાંથી નીકળી જાય છે અને પાચનક્રિયા સ્વસ્થ બને છે.
મોટાબોલિક રેટ વધે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે. જો કે, રોઝા રાખવાથી તમને ત્યારે જ ફાયદો થશે જ્યારે તમે ઇફ્તારીમાં પણ હેલ્ધી ફૂડ ખાશો. વધુ પડતો તળેલા ખોરાક ખાવાથી તમને નુકસાન જ થશે.
ખાવાની આદતો બદલીને અને પછી ભક્તિમાં ધ્યાન કરવાથી, ઘણા લોકો માને છે કે તેઓ અંદરથી પણ સારો અનુભૂતિ થાય છે પહેલા કરતાં વધુ ધ્યાન કેન્દ્રિત પણ કરી શકાય છે.
ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગના ફાયદા
- ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગથી બ્લડ શુગર કન્ટ્રોલમાં આવે છે.
- વ્યક્તિનું મેટાબોલિઝમ સુધરે છે, એટલે કે તેની પાચનક્રિયા મજબૂત બને છે.
- બોડી ડિટોક્સ થવાથી શરીરમાં રહેલા ઝેરી પદાર્થો દૂર થાય છે.
- પેટની ચરબી ઘટાડવામાં મદદ મળે છે.
- ઇમ્યુનિટી વધે છે.
- કેન્સર થતું અટકાવે છે.