જુલાઇ 2025માં ગ્રહોનું મહાગોચર, શનિ વક્રી, ગુરૂ ઉદય કઇ રાશિ પર થશે અસર
July planet transit 2025: જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના ગોચરને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જ્યારે કોઈપણ ગ્રહમાં પરિવર્તન આવે છે, ત્યારે તેની અસર બધી રાશિઓ પર પડે છે. જુલાઈ 2025 નું ગ્રહ ગોચર જાણો.

July Grah gochar 2025: જુલાઈ 2025 ના મહિનામાં ગ્રહોની ગતિમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો જોવા મળશે. ભારતીય જ્યોતિષશાસ્ત્રમાં આ ગ્રહોની ગતિનું ખૂબ મહત્વ છે. જુલાઈ મહિનામાં ઘણી રાશિઓ પર ગ્રહોના ગોચરની અસર જોવા મળશે. જેમાં જુલાઈ મહિનામાં શનિની વક્રી ગતિ અને ગુરુનું મોટું પરિવર્તન જોવા મળશે. જેમાં કેટલીક રાશિઓ પર તેની સકારાત્મક અસર જોવા મળશે અને કેટલીક રાશિઓ પર નકારાત્મક અસર જોવા મળશે.
સૌ પ્રથમ, જુલાઈ મહિનામાં, શનિ 138 દિવસ માટે મીન રાશિમાં વક્રી એટલે કે વિપરીત દિશામાં જશે. શનિ 13 જુલાઈ 2025 થી 28 નવેમ્બર 2025 સુધી વક્રી રહેશે. આ સમય દરમિયાન, શનિની વક્રી કેટલીક રાશિઓ પર પ્રતિકૂળ અસર કરશે અને કેટલીક રાશિઓ પર અનુકૂળ અસર કરશે.
તુલા રાશિને શનિની વક્રીનો સૌથી મોટો લાભ મળશે. દેવગુરુ ગુરુ ગ્રહ 11 જૂન 2025 ના રોજ મિથુનમાં અસ્ત થયો છે, જે આવતા મહિને 9 જુલાઈએ મિથુનમાં ઉદય કરશે. જ્યારે ગુરુ ગ્રહ અસ્ત અને ઉદય કરે છે, ત્યારે તેની અસર બધી રાશિઓ પર જોવા મળે છે.
ગુરુ અને શનિમાં પરિવર્તન થશે.
ગુરુ અને શનિમાં પરિવર્તન થશે. નોંધનિય છે કે, જ્યોતિષશાસ્ત્રમાં આ બંને ગ્રહોનું ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન છે. એક તરફ, ગુરુને જીવનમાં બુદ્ધિ, પૈસા, જ્ઞાન, ધર્મ, શિક્ષણનો કારક માનવામાં આવે છે, જ્યારે બીજી તરફ, શનિને ન્યાય અને કર્મનો દેવતા કહેવામાં આવે છે. શનિને ઉંમર, દુ:ખ, રોગ, કર્મ, નોકરીનો કારક માનવામાં આવે છે. હાલમાં શનિ મીન રાશિમાં ગોચર કરી રહ્યો છે.
જેમની રાશિ મીન છે, તેમના માટે શનિ વક્રી લાભદાયી છે. ગુરુના આશીર્વાદથી લગ્ન, વ્યવસાય, નોકરી અને શિક્ષણમાં સારી તકો મળશે. જુલાઈમાં, ગુરુ અને શનિની ચાલમાં પરિવર્તન જોવા મળશે. આવી સ્થિતિમાં, જે લોકો સારા કાર્યો કરે છે તેમને ગ્રહ ગોચરનું શુભ પરિણામ મળે છે. કોઈપણ પ્રકારના અયોગ્ય કાર્યોથી દૂર રહો.




















