Who is Santa Claus: કોણ છે સાંતા ક્લોજ અને ક્રિસમસ સાથે તેનો શું છે સંબંધ, જાણો દિલચશ્પ કહાણી
Christmas: નાતાલ પર સાન્તાક્લોઝના પરિવેશમાં કેટલાક લોકો ભેંટ આપે છે પરંતુ શું આપ જાણો છો કે સાંતાક્લોઝનું નાતાલ સાથે શું છે કનેકશન અને કોઇ છે આ સાંતા ક્લોઝ
Christmas:દર વર્ષે વિશ્વભરમાં ઘણા લોકો 25 ડિસેમ્બરે નાતાલની ઉજવણી કરે છે. સાન્તાક્લોઝ ક્રિસમસની રાત્રે બાળકોને ભેટ આપે છે. આ લેખમાં અમે તમને જણાવીશું કે નાતાલના તહેવાર દરમિયાન શા માટે સાન્તાક્લોઝનો ઉલ્લેખ કેમ કરવામાં આવે છે અને તેની કહાણી શું છે.
એવું માનવામાં આવે છે કે, તે પર્વતોમાં બરફવાળી જગ્યાએ રહેતો હતો. નાતાલના તહેવારમાં સાન્તાક્લોઝ બાળકોને ભેટ આપતા હતા. તમને જણાવી દઈએ કે સાન્તાક્લોઝ અને ભગવાન જીસસ વચ્ચે મુખ્યત્વે કોઈ સંબંધ નથી પરંતુ તે આ પર્વ પર લોકોને ભેટ આપતા હતા તેથી આ રીતે તેની સાથે ક્રિસમસનું કનેકશન જોડાયું છે.
એક કહાની અનુસાર, સાન્તાક્લોઝે એક ગરીબ વ્યક્તિના ઘરે ત્રણ દીકરીઓનું જીવન ખુશીઓથી ભરી દીધું હતું કારણ કે ગરીબ વ્યક્તિની દીકરીઓએ ઘરની બહાર મોજાં લટકાવી દીધા હતા જેમાં તેણે સોનાના સિક્કા ભર્યા હતા. ત્યારથી, લોકો હજુ પણ ક્રિસમસ પર તેમના ઘરની બહાર મોજાં લટકાવે છે.
સાંતાક્લોઝ ક્યારે બન્યા હતા પાદરી
સાન્તાક્લોઝ તેના માતાપિતાના મૃત્યુ પછી ખૂબ જ નાની ઉંમરે પાદરી બન્યા હતા. એવું માનવામાં આવે છે કે સંત નિકોલસ સ્વભાવે ખૂબ જ દયાળુ હતા અને બાળકો તેમને ખૂબ પસંદ કરતા હતા અને આ કારણે તેઓ બાળકોને ઘણી ભેટો આપતા હતા. આટલું જ નહીં, એક એવી પણ દંતકથા છે, કે તેઓ ક્રિસમસની મધ્યરાત્રિએ બાળકોને ભેટ આપવા જતા હતા, જ્યારે બધા ગાઢ ઊંઘમાં હતા. તે રાતના અંધારામાં બાળકોને ભેટ આપતો હતો જેથી કોઈ તેને ઓળખી ન શકે.
તમને જણાવી દઈએ કે સાંતાક્લોઝનું ગામ બરફથી ઢંકાયેલ ફિનલેન્ડના રોવેનીમીમાં આવેલું છે અને આ ગામ આખું વર્ષ બરફથી ઢંકાયેલું રહે છે. તમને જણાવી દઈએ કે આ જગ્યાએ સાન્તાક્લોઝની ઓફિસ પણ છે અને આજે પણ લોકો તેમના પત્રો મોકલે છે અને પછી ટીમ આ બધા પત્રોને ઓફિસમાં એકત્રિત કરે છે અને પછી ત્યાંના ઓફિસના મુખ્ય કર્મચારીઓ પણ આનો જવાબ આપે છે.