શું વરસાદમાં ઇલેક્ટ્રિક કાર ચલાવવી સેફ છે? વીજળી પડે તો શું કારમાં સવાર લોકો સુરક્ષિત રહે? જાણો એક્સપર્ટેના જવાબ
હાલ સરકારે ઇલેક્ટ્રિક વાહનો પ્રોત્સાહન આપવા માટે સબસિડી આપવાની યોજના પણ કરી છે. જો કે ઇલેક્ટ્રિક વાહનોને લઇને અને સવાલો પણ છે. શું વરસાદમાં ઇલેક્ટ્રિક વાહન ચલાવવું સેફ છે?
હાલ સરકારે ઇલેક્ટ્રિક વાહનો પ્રોત્સાહન આપવા માટે સબસિડી આપવાની યોજના પણ કરી છે. જો કે ઇલેક્ટ્રિક વાહનોને લઇને અને સવાલો પણ છે. શું વરસાદમાં ઇલેક્ટ્રિક વાહન ચલાવવું સેફ છે?
ભારતમાં છેલ્લા કેટલાક સમયથી ઇલેક્ટ્રિક વાહનોની માંગમાં ધીરે ધીરે વધારો થઇ રહ્યો છે. ઇલેક્ટ્રિક વ્હિકલ પેટ્રોલ અને ડિઝલની સરખામણીમાં ઉત્તમ છે. જો કે ઇલેક્ટ્રિક વાહનને લઇને હજું પણ લોકોના મનમાં કેટલાક સવાલો થઇ રહ્યાં છે. જેમકે વરસાદમાં ઇલેક્ટ્રિક વાહન ચલાવું કેટલું સલામત છે.
વરસાદમાં ચાર્જ કરવું સેફ?
સામાન્ય રીતે લોકોને સવાલ ઉપસ્થિત થાય છે કે, વરસાદના સમયે જો ઇલેક્ટ્રિક કારને ચાર્જ કરવાં આવે તો તે જોખમી તો નથીને? આ મુદ્દે એક્સપર્ટે કહ્યું કે, ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જ માટે અનેક ટેસ્ટમાંથી પસાર થવું પડે છે. તેને વોટર પ્રૂફ પણ બનાવવામાં આવે છે. કંપનીએ તેની બેટરીને વધુ ચાર્જ, શોક પ્રોટેકશન સહિત અનેક ટેસ્ટ કરે છે.
વરસાદમાં ઇલેક્ટ્રિલ કાર કેટલી સેફ
ઇલેક્ટ્રિક કારને ટેકનિકલી અને ઇલેક્ટ્રિનિકલી ખૂબ જ એડવાન્સ બનાવવામાં આવે છે.તેની એક સેફ સિસ્ટમ હોય છે. જે તેની સુરક્ષાને સુનિશ્ચિત કરે છે. તેમાં રેટિંગ પોઇન્ટ પણ હોય છે. જે નક્કી કરે છે કે કાર કેટલી સુરક્ષિત છે. હાલ કારોમાં IP67 રેટિંગવાળા બેટરી પેકનો ઉપયોગ કરવામાં આવે છે. જે સુરક્ષાના સંદર્ભે ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. આવી બેટરીવાળી કારોને પાણીથી કોઇ જોખમ નથી રહેતુ.બેટરી પેકમાં બધા જ સિસ્ટમની અદર પ્રોટેક્ટિવ કટ ઓફની અનેક લેયર હોય છે. જે પાણી આવતા પહેલા જ એક્ટિવ થઇ જાય છે. આ સિવાય કારની મેઇન બેટરી પેકમાં આ ક્ષમતા હોય છે, જેનાથી તે બીજા પાર્ટસથી ખુદને સમય રહેતા અલગ કરી શકે છે.
વીજળી પડવાની સ્થિતિમાં શું થશે?
ઇલેક્ટ્રિક કાર ખરીદનાર વ્યક્તિના મનમાં એ સવાલ આવવો પણ સ્વાભાવિક છે. જો વરસાદના સમયે વીજળ પડવાની ઘટના ઘટે તો કારમાં સવાર લોકો પર જોખમ રહે છે કે નહીં તો અહીં જવાબ છે. નહીં, જો કારમાં વીજળી પડે છે તો કારમાં સવાર પેસેન્જર સેફ રહે છે. જો વીજળી પડે છે તો કાર પર પડે છે. જે મેટલથી તૈયાર થાય છે. ઇલેક્ટ્રિક કારને દરેક સિઝનની માર સહન કરી શકે તે રીતે જ તૈયાર કરવામાં આવે છે. જેથી તેમાં ચાલકોને કોઇ પણ પ્રકારની મુશ્કેલી ન થાય ય