Activa Electric બાદ Honda લૉન્ચ કરશે 10 નવી ઇલેક્ટ્રિક બાઇક, ભારત બનશે EV નું મેન્યૂફેક્ચરિંગ હબ
Honda Electric Vehicles: હોન્ડા આગામી પાંચ વર્ષમાં ભારતમાં ઇલેક્ટ્રિક વાહન સેગમેન્ટમાં 10 નવી EV લોન્ચ કરી શકે છે, જેમાંથી ચાર આગામી બે વર્ષમાં લૉન્ચ થઈ શકે છે

Honda Electric Vehicles: ભારતીય બજારમાં એક્ટિવા ઇલેક્ટ્રિક લોન્ચ સાથે હોન્ડાએ EV ટુ-વ્હીલર સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે. ગયા મહિને યોજાયેલા ઓટો એક્સ્પો 2025માં હોન્ડાએ બે નવા ટૂ-વ્હીલર લૉન્ચ કર્યા હતા. હોન્ડા એક્ટિવા ઇલેક્ટ્રિકના લૉન્ચ સાથે QC1 પણ બજારમાં લાવવામાં આવ્યું. ઓટોકાર પ્રોફેશનલના એક અહેવાલ મુજબ, હોન્ડા ભારતમાં EV ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવાનું વિચારી રહી છે, જે 2028 માં શરૂ થઈ શકે છે.
10 નવા ઇલેક્ટ્રિક વ્હીકલ થશે લૉન્ચ
હોન્ડા આગામી પાંચ વર્ષમાં ભારતમાં ઇલેક્ટ્રિક વાહન સેગમેન્ટમાં 10 નવી EV લોન્ચ કરી શકે છે, જેમાંથી ચાર આગામી બે વર્ષમાં લૉન્ચ થઈ શકે છે. હોન્ડા તેના વાહનોના ઉત્પાદન માટે ભારતમાં એક પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે. ઓટોમેકર્સ દ્વારા ઉત્પાદન પ્લાન્ટ માટે ભારત પસંદ કરવાનું કારણ દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની વધતી માંગ છે. કંપની માને છે કે આગામી દાયકામાં ભારતમાં EV બજાર નોંધપાત્ર રીતે વધશે.
Honda નો મોટો ટાર્ગેટ
2025 થી 2027 ની વચ્ચે આગામી બે વર્ષમાં હોન્ડા કયા વાહનો લોન્ચ કરવા જઈ રહી છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. પરંતુ ચાર નવા મોડેલ લૉન્ચ કરીને, કંપની દર વર્ષે ત્રણ લાખ યૂનિટ વેચવાનો લક્ષ્યાંક મેળવી શકે છે. હોન્ડાનું આ લક્ષ્ય નવા વાહનોના વેચાણને લગતું હશે.
Honda ના ઇલેક્ટ્રિક સ્કૂટર
હોન્ડાએ તાજેતરમાં ભારતીય બજારમાં એક્ટિવા ઇલેક્ટ્રિક અને QC1 લૉન્ચ કરી છે. આ બે ઇલેક્ટ્રિક સ્કૂટરના લૉન્ચ સાથે કંપનીએ તેની ભવ્ય યોજના શરૂ કરી છે. કંપનીએ આ મોડેલો ફક્ત મર્યાદિત સુવિધાઓ સાથે લૉન્ચ કર્યા છે. પરંતુ નવા મોડેલો ઘણી અદ્યતન સુવિધાઓ સાથે આવી શકે છે.
આ પણ વાંચો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
