(Source: ECI/ABP News/ABP Majha)
Bike Price Hike: 1 જાન્યુઆરીથી મોંઘી થશે આ ધાંસુ બાઈક, ડિસેમ્બરમાં જ ખરીદી લો તમારી મનપસંદ મોટરસાઇકલ
Bike Price Hike In January 2025: નવા વર્ષની શરૂઆત સાથે, કેટલાક ઓટોમેકર્સ તેમના ટુ-વ્હીલરની કિંમતોમાં વધારો કરવા જઈ રહ્યા છે. આ બાઈક અને સ્કૂટરની કિંમતમાં 2.5 ટકા સુધીનો વધારો થઈ શકે છે.
Bike Price Hike: નવા વર્ષને હવે માત્ર એક મહિનો બાકી છે. નવા વર્ષના આગમન સાથે, માત્ર તારીખ જ બદલાતી નથી, ઘણી વસ્તુઓ પણ બદલાય છે. તે જ સમયે, ઘણા ઓટોમેકર્સ તેમની પોલિસીમાં ફેરફાર કરે છે. કેટલીક કાર મોંઘી થશે તો કેટલીક સસ્તી. આ દરમિયાન, BMW 1 જાન્યુઆરીથી તેની બાઇકની કિંમતો વધારવા જઈ રહી છે. BMW Motorrad India પણ તમામ મોડલની કિંમતો વધારવા જઈ રહી છે. બાઈકની કિંમતમાં 2.5 ટકાનો વધારો થવા જઈ રહ્યો છે.
આ બાઈક 1 જાન્યુઆરીથી મોંઘી થઈ જશે
ભારતમાં માત્ર BMW કાર જ નહીં બાઈક પણ ખૂબ લોકપ્રિય છે. લોકો BMW સ્કૂટરને પણ પસંદ કરી રહ્યા છે. હવે 1 જાન્યુઆરીથી BMW Motorrad તેના તમામ ટુ-વ્હીલર્સની કિંમતો વધારવા જઈ રહી છે. ઓટોમેકર્સનું કહેવું છે કે ઈનપુટ કોસ્ટમાં વધારો અને ફુગાવાના દબાણને કારણે તેઓ તમામ રેન્જની મોટરસાઈકલના ભાવમાં વધારો કરવા જઈ રહ્યા છે. BMW ગ્રૂપની પેટાકંપની BMW Motorrad એ એપ્રિલ 2017માં ભારતમાં તેનો બિઝનેસ શરૂ કર્યો હતો. ત્યારથી BMWની બાઇક અને સ્કૂટર ભારતીય બજારમાં સામેલ છે.
ભારતમાં BMW Motorrad મોડલ્સ
BMW Motorrad દેશમાં 27 મોડલ ધરાવે છે. આ મોડલમાં 24 મોટરસાઇકલ અને ત્રણ સ્કૂટરનો સમાવેશ થાય છે. આ ત્રણ સ્કૂટરની યાદીમાં CE 02, CE 04 અને C 400 GTનો સમાવેશ થાય છે. આમાં BMW CE 04 દેશનું સૌથી મોંઘું ઇલેક્ટ્રિક સ્કૂટર છે. આ સ્કૂટર પછી, CE 02 લોન્ચ કરવામાં આવ્યું હતું, જે 5 લાખ રૂપિયાની રેન્જમાં માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.
BMWની સૌથી સસ્તી બાઇક વિશે વાત કરીએ તો, TVS સાથે બનેલી G 310 R એ ઓટોમેકર્સની સૌથી સસ્તી બાઇક છે. આ મોટરસાઇકલની કિંમત 2.90 લાખ રૂપિયાથી શરૂ થાય છે. દેશમાં BMWની સૌથી મોંઘી બાઇક M 1000 RR છે. આ ટુ-વ્હીલરની કિંમત લગભગ 55 લાખ રૂપિયા છે.
મર્સિડીઝ બેન્ઝ કાર પણ મોંઘી થશે
BMWની સાથે મર્સિડીઝ બેન્ઝે પણ પોતાના વાહનોની કિંમતો વધારવાની જાહેરાત કરી છે. 1 જાન્યુઆરી, 2025થી મર્સિડીઝ કારની કિંમતમાં 3% સુધીનો વધારો થશે. મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયાએ કહ્યું કે ભારતમાં GLC મોડલની કિંમતોમાં રૂ. 2 લાખનો વધારો કરવામાં આવશે અને Mercedes-Maybach S 680 (Maybach S 680 Luxury Limousine)ની કિંમતોમાં રૂ. 9 લાખનો વધારો કરવામાં આવશે. કંપનીએ કહ્યું કે ઉત્પાદન ખર્ચ, મોંઘવારી અને ઊંચા ઓપરેટિંગ ખર્ચને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો...