શોધખોળ કરો

BMW New Bike: બીએમડબલ્યૂની આ ધમાકેદાર બાઇક ભારતમાં થઇ લૉન્ચ, રેસ ટ્રેક પર મચાવશે ધમાલ

BMW M 1000 XR એ S 1000 XR બાઇકની યાદ અપાવે છે. BMWએ આ નવી બાઇકની સ્ટાઇલને સ્પૉર્ટિયર બનાવી છે

BMW M 1000 XR: BMWની નવી બાઈક ભારતીય બજારમાં લૉન્ચ થઈ ગઈ છે. BMW M 1000 XR દમદાર ફિચર્સ (Powerfull Features) સાથે માર્કેટમાં આવી ગયું છે. BAWના M મૉડલની આ ત્રીજી બાઇક (Third Bike) છે. અગાઉ M 1000 RR અને M 1000 R ભારતીય બજારમાં (Indian Market) લૉન્ચ કરવામાં આવી હતી. હવે ભારતીય બજારમાં M 1000 XR આવી ગયું છે. BMWની આ બાઇક સૌથી પાવરફુલ મૉટરસાઇકલ હોવાનો દાવો કરે છે. આ બાઈકનું એન્જિન પણ એકદમ પાવરફુલ બનાવવામાં આવ્યું છે.

બીએમડબલ્યૂ M 1000 XRની ડિઝાઇન 
BMW M 1000 XR એ S 1000 XR બાઇકની યાદ અપાવે છે. BMWએ આ નવી બાઇકની સ્ટાઇલને સ્પૉર્ટિયર બનાવી છે. આ બાઇકમાં M વિંગલેટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે તેની હાઇ-સ્પીડ સ્ટેબિલિટીમાં વધુ સુધારો કરવામાં આવ્યો છે. આ BMW બાઇકમાં સ્મૉક્ડ વિન્ડસ્ક્રીન, સ્પ્લિટ હેડલાઇટ, ડે ટાઇમ રનિંગ લાઇટ્સ પણ એસેમ્બલ કરવામાં આવી છે. આ બાઇક બે નવી પેઇન્ટ સ્કીમ અને બાર-એન્ડ મિરર્સ સાથે આવે છે. નવી પેઇન્ટ સ્કીમમાં બ્લેક સ્ટોર્મ મેટાલિક અને લાઇટ વ્હાઇટ કલરનો સમાવેશ થાય છે.

BMWના આ M મૉડલમાં કાર્બન ફાઈબરના ઘટકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં બાઇકના વ્હીલ્સ, ઇન્ટીગ્રેટેડ ચેઇન ગાર્ડ સાથે પાછળના વ્હીલ કવર, સાઇડ પેનલ્સ, ફ્રન્ટ વ્હીલ કવર, ઇગ્નીશન કવર, ઇનર કવર જેવા ઘટકોનો સમાવેશ થાય છે. આ બાઇકના વજનની વાત કરીએ તો આ બાઇકનું વજન 223 કિલો છે.

BMW M 1000 XR ની પાવરટ્રેન 
BMW M 1000 XR માં 999 cc, ઇનલાઇન 4-સિલિન્ડર, લિક્વિડ-કૂલ્ડ એન્જિન છે. આ એન્જિન 12,750 rpm પર 201 PS ની શક્તિ પ્રદાન કરે છે અને 11,000 rpm પર 113 Nmનો ટૉર્ક જનરેટ કરે છે. આ BMW બાઇકના એન્જિન સાથે 6-સ્પીડ ગિયર બોક્સ પણ જોડાયેલ છે. આ બાઇક માત્ર 3.2 સેકન્ડમાં 0 થી 100 kmphની ઝડપ પકડી શકે છે અને માત્ર 7.4 સેકન્ડમાં 200 kmphની સ્પીડ પણ હાંસલ કરી શકે છે. આ બાઇકની ટોપ સ્પીડ 280 kmph છે.

નવી બાઇકના ફિચર્સ અને કિંમત 
BMW M 1000 XR માં બાઇ-ડાયેરેક્શન ક્વિકશિફ્ટર છે. ન્યૂ જનરેશન ટ્રેક્શન કંટ્રોલ, TPMS, વ્હીલી કંટ્રોલ, હીટેડ ગ્રિપ્સ, અનુકૂલનશીલ હેડલાઇટ્સ, શિફ્ટ આસિસ્ટન્ટ પ્રો, પીટ લેન લિમિટર, લૉન્ચ કંટ્રોલ, એબીએસ, સ્લાઇડ કંટ્રોલ, યુએસબી ચાર્જિંગ સૉકેટ, ઓટોમેટિક હિલ સ્ટાર્ટ કંટ્રોલ અને ડાયનેમિક બ્રેક કંટ્રોલ જેવી સુવિધાઓ આપવામાં આવી છે.

BMWની આ શાનદાર બાઈકની કિંમત ખૂબ જ વિસ્ફોટક છે. આ બાઇકને રેસિંગ ટ્રેક પર જોરશોરથી દોડાવી શકાય છે. BMWએ આ નવી મોટરસાઇકલની એક્સ-શોરૂમ કિંમત 45 લાખ રૂપિયા રાખી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs PAK Score Live : ભારતને બીજી સફળતા, અક્ષરના ડાયરેક્ટ થ્રૉએ ઇમામને પેવેલિયન મોકલ્યો, કેપ્ટન ક્રિઝ પર
IND vs PAK Score Live : ભારતને બીજી સફળતા, અક્ષરના ડાયરેક્ટ થ્રૉએ ઇમામને પેવેલિયન મોકલ્યો, કેપ્ટન ક્રિઝ પર
IND vs PAK Dubai: ભારત સામે પાકિસ્તાને બદલી પ્લેઈંગ 11, ટીમનો દિગ્ગજ ખેલાડી થયો બહાર  
IND vs PAK Dubai: ભારત સામે પાકિસ્તાને બદલી પ્લેઈંગ 11, ટીમનો દિગ્ગજ ખેલાડી થયો બહાર  
Apple જલદી લૉન્ચ કરશે પોતાનો ફૉલ્ડેબલ iPhone, ઓનલાઇન લીક થઇ ગઇ ડિટેલ્સ
Apple જલદી લૉન્ચ કરશે પોતાનો ફૉલ્ડેબલ iPhone, ઓનલાઇન લીક થઇ ગઇ ડિટેલ્સ
Munawar Faruqui: મુનવર ફારુકીના હફ્તા વસુલી વિરુદ્ધ ફરિયાદ દાખલ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
Munawar Faruqui: મુનવર ફારુકીના હફ્તા વસુલી વિરુદ્ધ ફરિયાદ દાખલ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
Advertisement
ABP Premium

વિડિઓઝ

PM Modi Surat Visit : લોકસભામાં જીત બાદ પહેલીવાર સુરત આવશે PM મોદી, જુઓ શું છે કાર્યક્રમ?Bhikhusinh Parmar : મંત્રી ભીખુસિંહના પુત્રોએ જાહેરમાં કરી મારામારી, વીડિયો વાયરલ થતાં મચ્યો ખળભળાટGujarat Politics :  ભાજપ નેતાનો મગફળીની ખરીદીમાં કૌભાંડનો આરોપ, ... તો ભાજપ સામે મોરચો માંડવો જોઇએDevayat Khavad Audio Clip Viral : મારી આબરુમાં હાથ નાંખ્યો, કાઠી દરબાર છું.. તમે તૈયારીમાં રહેજો ફૂલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs PAK Score Live : ભારતને બીજી સફળતા, અક્ષરના ડાયરેક્ટ થ્રૉએ ઇમામને પેવેલિયન મોકલ્યો, કેપ્ટન ક્રિઝ પર
IND vs PAK Score Live : ભારતને બીજી સફળતા, અક્ષરના ડાયરેક્ટ થ્રૉએ ઇમામને પેવેલિયન મોકલ્યો, કેપ્ટન ક્રિઝ પર
IND vs PAK Dubai: ભારત સામે પાકિસ્તાને બદલી પ્લેઈંગ 11, ટીમનો દિગ્ગજ ખેલાડી થયો બહાર  
IND vs PAK Dubai: ભારત સામે પાકિસ્તાને બદલી પ્લેઈંગ 11, ટીમનો દિગ્ગજ ખેલાડી થયો બહાર  
Apple જલદી લૉન્ચ કરશે પોતાનો ફૉલ્ડેબલ iPhone, ઓનલાઇન લીક થઇ ગઇ ડિટેલ્સ
Apple જલદી લૉન્ચ કરશે પોતાનો ફૉલ્ડેબલ iPhone, ઓનલાઇન લીક થઇ ગઇ ડિટેલ્સ
Munawar Faruqui: મુનવર ફારુકીના હફ્તા વસુલી વિરુદ્ધ ફરિયાદ દાખલ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
Munawar Faruqui: મુનવર ફારુકીના હફ્તા વસુલી વિરુદ્ધ ફરિયાદ દાખલ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
Shashi Tharoor: 'જો કોંગ્રેસને મારી જરૂર ન હોય તો...', હવે શશિ થરૂરે હાઈકમાન્ડને પહોંચાડ્યો મેસેજ!
Shashi Tharoor: 'જો કોંગ્રેસને મારી જરૂર ન હોય તો...', હવે શશિ થરૂરે હાઈકમાન્ડને પહોંચાડ્યો મેસેજ!
1 લાખ રૂપિયામાં તમારા હાથમાં હશે સૌથી વધુ વેચાતી કારની ચાવી,દર મહિને ચૂકવવી પડશે આટલી EMI
1 લાખ રૂપિયામાં તમારા હાથમાં હશે સૌથી વધુ વેચાતી કારની ચાવી,દર મહિને ચૂકવવી પડશે આટલી EMI
WhatsApp એ ભારતમાં 84 લાખ એકાઉન્ટ કર્યા બંધ! જાણો તેની પાછળનું કારણ
WhatsApp એ ભારતમાં 84 લાખ એકાઉન્ટ કર્યા બંધ! જાણો તેની પાછળનું કારણ
'તેઓ અમારા પર કીચડ ઉછાળે છે...', ટ્રમ્પ અને પીએમ મોદીનું નામ લઇ લિબરલ્સ પર કેમ ભડકી ઇટાલી PM ?
'તેઓ અમારા પર કીચડ ઉછાળે છે...', ટ્રમ્પ અને પીએમ મોદીનું નામ લઇ લિબરલ્સ પર કેમ ભડકી ઇટાલી PM ?
Embed widget