શોધખોળ કરો

Upcoming Honda SUV: હ્યૂન્ડાઇ ક્રેટાનો ખેલ બગાડી દેશે હોન્ડાની નવી એસયૂવી, જુલાઇ સુધી થઇ શકે છે એન્ટ્રી, જાણો

કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એ જાણકારી સામે આવી છે કે, હોન્ડાની નવી એસયૂવી રડાર બેઝ્ડ એડવાન્સ ડ્રાઇવર આસિસ્ટ સિસ્ટમ એટલે કે ADAS વાળી હશે

New Honda SUV: હોન્ડા કાર્સ ઇન્ડિયાએ તાજેતરમાં જ પોતાની નવી સીટી સેડાનને નવા માપદંડો પ્રમાણે એન્જિનોની સાથે લૉન્ચ કરી છે. હવે કંપની આ વર્ષે જુલાઇ-સપ્ટેમ્બરની વચ્ચે પોતાની નવી એસયૂવીને લાવવાની તૈયારી કરી રહી છે. હોન્ડાની આ નવી એસયૂવી મારુતિ સુઝુકી ગ્રાન્ડ વિટારા, ટોયોટા અર્બન ક્રૂઝર હાઇરાઇડર, અને કિયા સેલ્ટૉસને ટક્કર આપશે. આજે અમે તમને અહીં આ એસયૂવી વિશે બતાવી રહ્યાં છીએ. 

ADAS વાળી હશે નવી કાર - 
કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એ જાણકારી સામે આવી છે કે, હોન્ડાની નવી એસયૂવી રડાર બેઝ્ડ એડવાન્સ ડ્રાઇવર આસિસ્ટ સિસ્ટમ એટલે કે ADAS વાળી હશે. જેમાં ઓટોમેટિક કૉલિશન બ્રેકિંગ સિસ્ટમ, લેન કીપિંગ આસિસ્ટ, એડેપ્ટિવ ક્રૂઝ કન્ટ્રૉલ અને ઓટો હાઇ બીમ જેવા એડવાન્સ ફિચર્સ મળવાની આશા છે. આ મૉડલમાં સેફ્ટી ફિચર્સ તરીકે 6 એરબેગ, વ્હીકલ સ્ટેબિલિટી પ્રૉગ્રામ, 360 ડિગ્રી કેમેરા, કનેક્ટેડ કાર ટેક, હોન્ડાની લેન વૉચ સિસ્ટમ, ઇલેક્ટ્રૉનિક સ્ટેબિલિટી કન્ટ્રૉલ, હિલ હૉલ્ડ એસિસ્ટ, ઇબીડીની સાથે એબીએસ અને એક ઇલેક્ટ્રૉનિક પાર્કિંગ બ્રેક જેવા ફિચર્સ પણ મળશે. 

મળશે હાઇબ્રિડ પાવરટ્રેન  - 
નવી હોન્ડા એસયૂવીમાં કંપની તરફથી હજુ કોઇ ખુલાસો નથી થયો, પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ કાર 1.5L iVTEC પેટ્રૉલ અને 1.5L એટકિન્સન સાયકલ એન્જિનની સાથે આવશે. જેને e:HEV હાઇબ્રિડ ટેકનિક સાથે આપવામાં આવી શકે છે. આનું ગેસોલીન યૂનિટ 121 bhpની મેક્સિમમ પાવર અને 145Nm નો ટૉર્ક જનરેટ કરવામાં સક્ષમ છે, આને 6- સ્પીડ મેન્યૂઅલ અને CVT ઓટોમેટિક ગિયરબૉક્સની સાથે લૉન્ચ કરવામાં આવી શકે છે. જ્યારે આનો હાઇબ્રિડ સેટઅપ 253Nm ટૉર્કની સાથે 109bhp ની પાવર જનરેટ કરી શકે છે. 

હ્યૂન્ડાઇ ક્રેટા સાથે થશે ટક્કર - 
આ કારને ભારતીય માર્કેટમાં હ્યૂન્ડાઇ ક્રેટા સાથે મુકાબલો થશે. આ કારમાં ડીજલ અને પેટ્રૉલ બન્ને એન્જિનનો ઓપ્શન મળે છે. તાજેતરમાં જ કંપનીએ આના એન્જિનમાં પણ અપડેટ કર્યુ છે. 

Upcoming Honda SUV: હોંડા લાવી રહી છે 2 ધાંસુ SUV કાર, દિવાળી પહેલા થઈ શકે છે લોંચ

Honda Motors: જાપાની કાર નિર્માતા કંપની ટૂંક સમયમાં ભારતમાં તેના ડીઝલ વાહનોનું વેચાણ બંધ કરવા જઈ રહી છે. Honda Amaze ડીઝલ હમણાં જ બંધ કરવામાં આવી છે, જ્યારે WR-V અને Jazz હેચબેકનું વેચાણ પણ એપ્રિલ પહેલા બંધ કરશે, જ્યારે 4th Gen City પણ હવે ભારતમાં કંપનીની લાઇનઅપનો ભાગ નહીં રહે. ત્યાર બાદ એપ્રિલ 2023થી ભારતમાં ફક્ત હોન્ડા સિટી અને અમેઝના પેટ્રોલ મોડલ જ વેચાણ માટે ઉપલબ્ધ રહેશે. જો કે, કંપની 2023ના મધ્યમાં તેની નવી મિડ-સાઇઝ એસયુવીને લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.

નવી SUV દિવાળી સુધીમાં આવશે

કંપનીએ તેની આગામી નવી મિડસાઇઝ એસયુવીનું ફોટો ટીઝર રિલીઝ કર્યું છે, જે એપ્રિલ અથવા મે 2023 દરમિયાન લોંચ કરી શકાય છે. જ્યારે તેનું વેચાણ દિવાળી સુધી શરૂ થઈ શકે છે. હોન્ડાએ ભારતીય રસ્તાઓ પર ફેસલિફ્ટેડ સિટી સેડાનનું પરીક્ષણ પણ શરૂ કર્યું છે, જે માર્ચ-એપ્રિલ 2023 માં લોન્ચ થઈ શકે છે, કારણ કે નવા રિયલ-ડ્રાઈવિંગ એમિશન નોર્મ્સ એટલે કે BS6 સ્ટેજ 2 એપ્રિલથી દેશમાં લાગુ થવાના છે.

કેવા હશે ફિચર્સ

પાવરટ્રેન

નવી Honda SUVમાં 1.5-લિટર i-VTEC પેટ્રોલ એન્જિન અને 1.5-લિટર એટકિન્સન સાયકલ એન્જિન મળશે, તેમજ બે ઇલેક્ટ્રિક મોટર્સ સાથે e:HEV હાઇબ્રિડ ટેક્નોલોજીથી સજ્જ હશે. હાલમાં તે સિટી સેડાનમાં પણ જોવા મળે છે. હાઇબ્રિડ વેરિઅન્ટને સિંગલ ફિક્સ-ગિયર રેશિયો સાથે ત્રણ ડ્રાઇવ મોડ્સ - એન્જિન, ઇવી અને હાઇબ્રિડની પસંદગી મળશે. 

સિટી ફેસલિફ્ટ ટૂંક સમયમાં આવશે

નવી હોન્ડા સિટી ફેસલિફ્ટના આંતરિક અને બહારના ભાગમાં કેટલાક કોસ્મેટિક ફેરફારો જોવા મળશે. તેમાં નવા એલોય અને અપડેટેડ ટેલ-લાઈટ્સ, વિશાળ ક્રોમ બાર સાથે મોટી ગ્રિલ, મોટો એર-ડેમ અને નવા ફોગ લેમ્પ હાઉસિંગ જેવા ફેરફારો જોવા મળશે. ઉપરાંત, તે વાયરલેસ Apple CarPlay અને Android Auto સાથે અપડેટેડ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મેળવવાની સંભાવના છે. આ નવા મોડલમાં ડીઝલ એન્જિન ઉપલબ્ધ નહીં હોય. તે વર્તમાન 1.5L NA પેટ્રોલ અને એટકિન્સન સાયકલ 1.5L પેટ્રોલ હાઇબ્રિડ પાવરટ્રેન યથાવત રાખશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
સૌથી સસ્તી Maruti Fronx ખરીદવી છે? જાણો રૂ. 1 લાખના ડાઉન પેમેન્ટ પર દર મહિને કેટલો EMI આવશે
સૌથી સસ્તી Maruti Fronx ખરીદવી છે? જાણો રૂ. 1 લાખના ડાઉન પેમેન્ટ પર દર મહિને કેટલો EMI આવશે
સિંગલ ચાર્જમાં 1003 KM રેન્જ, BYD ની આ નવી EV ની ખૂબ થઈ રહી છે ચર્ચા
સિંગલ ચાર્જમાં 1003 KM રેન્જ, BYD ની આ નવી EV ની ખૂબ થઈ રહી છે ચર્ચા
19 kmpl માઇલેજ અને 6 એરબેગ્સ સાથે ફેમિલી માટે બેસ્ટ સસ્તી કાર! જાણો કિંમત
19 kmpl માઇલેજ અને 6 એરબેગ્સ સાથે ફેમિલી માટે બેસ્ટ સસ્તી કાર! જાણો કિંમત

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Embed widget