(Source: ECI/ABP News/ABP Majha)
Electric Cars: આ ઈલેક્ટ્રીક કાર પાછળ ઘેલા છે ભારતીયો, આ બાઈક પણ મચાવે છે ધૂમ
કારના રજીસ્ટ્રેશન માટેની સરકારી વેબસાઈટ વાહન પરથી મેળવેલા ડેટા અનુસાર ગયા મહિને ઓક્ટોબરમાં દેશમાં ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ 1.15 લાખ યુનિટના આંકને સ્પર્શી ગયું હતું.
Electric Cars Sales: ઈલેક્ટ્રિક વાહનો તરફ ભારતીય લોકોનો ટ્રેન્ડ સતત વધી રહ્યો છે. આપણે ગત મહિને પણ તેનું ઉદાહરણ જોઈ ચુક્યા છએ. ઓક્ટોબરમાં તહેવારોની સિઝનને કારણે ભારતમાં ઈલેક્ટ્રિક કારનું જોરદાર વેચાણ થયું હતું જે એક નવો રેકોર્ડ બન્યો હતો. પરંતુ તહેવારોની સિઝન વીતી ગયા બાદ પણ ઈલેક્ટ્રિક વાહનોના વેચાણ અને માંગમાં કોઈ ઘટાડો થયો નથી. હવે એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે, આ મહિને પણ ઈવીના વેચાણના આંકડા ગત મહિનાના રેકોર્ડ જેટલા જ રહી શકે છે.
ઓક્ટોબરમાં કેટલું વેચાણ?
કારના રજીસ્ટ્રેશન માટેની સરકારી વેબસાઈટ વાહન પરથી મેળવેલા ડેટા અનુસાર ગયા મહિને ઓક્ટોબરમાં દેશમાં ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ 1.15 લાખ યુનિટના આંકને સ્પર્શી ગયું હતું. આ જ ટ્રેન્ડ આ મહિને પણ ચાલુ છે અને નવેમ્બરમાં અત્યાર સુધીમાં ઈલેક્ટ્રિક વાહનોના 99,000 યુનિટ વેચાયા છે. જેના કારણે એવું માનવામાં આવે છે કે આ મહિને પણ આ વાહનોના વેચાણના આંકડા ઓક્ટોબરના વેચાણની બરાબર રહી શકે છે.
કારણ શું છે?
ઈલેક્ટ્રિક કારની સાથે દેશના લોકો ઈલેક્ટ્રિક ટુ વ્હીલર પણ ખૂબ પસંદ આવી રહ્યાં છે. ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ઉત્પાદક કંપની ઓલા ઇલેક્ટ્રિકે ગયા મહિને જ 20 હજાર યુનિટ વેચ્યા હતાં. આ સાથે ઓલા ઈલેક્ટ્રિક વાહનોના સેગમેન્ટમાં સૌથી વધુ વેચાણના મામલે નંબર વન બ્રાન્ડ બની ગઈ છે. ઇલેક્ટ્રિક વાહનોના ઊંચા પ્રમાણમાં વેચાણનું કારણ તેનો ઓછો મેન્ટેનંસ ખર્ચ અને ઓછી કિંમત છે.
વધુ રેન્જવાળી કાર ફેવરીટ
ઇલેક્ટ્રિક કાર ખરીદનારાઓ વધુ રેન્જ ધરાવતી કાર પર વધુ આધાર રાખે છે કારણ કે તેઓ તેનો ઉપયોગ માત્ર શહેરમાં ડ્રાઇવિંગ માટે જ નહીં પરંતુ લાંબી સફર માટે પણ કરવા માગે છે. Jato Dynamics ના રિપોર્ટ મુજબ, 58% ગ્રાહકો ઈચ્છે છે કે તેમની કાર એક ચાર્જ પર ઓછામાં ઓછા 400 KM ચાલે.'
મહિન્દ્રાએ તેની આ સૌથી લોકપ્રિય SUV કારને પાછી ખેંચી, સામે આવી મોટી ખામી
કાર કંપની મહિન્દ્રા કે જે તેની શક્તિશાળી SUV કાર માટે જાણીતી છે. તેની XUV 700 તેની સૌથી લોકપ્રિય SUV SUVમાંની એક છે જેના કેટલાક યૂનિટ્સને કંપનીએ પાછા ખેંચવાનું નક્કી કર્યું છે. કંપની આ કારને અગાઉ પણ રિકોલ કરી ચૂકી છે. હવે આ વાહનમાં એક નવી ખામી જોવા મળી છે જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
રિપોર્ટ્સ અનુસાર XUV 700 SUVના સસ્પેન્શનમાંથી આવતા અવાજની સમસ્યાને કારણે મહિન્દ્રાએ ફરી એકવાર તેની લક્ઝરી SUVને પરત મંગાવી છે. છેલ્લા કેટલાક સમયથી ઘણા ગ્રાહકો આ સમસ્યાને લઈને ફરિયાદ કરી રહ્યા હતા. ત્યાર બાદ મહિન્દ્રાએ આ નિર્ણય લીધો છે.