શોધખોળ કરો

ઈથેનોલ ફ્યુઅલથી ગાડીના કયા પાર્ટ્સ સૌથી પહેલા થઈ શકે છે ખરાબ? એક ક્લિકમાં જુઓ આખું લિસ્ટ

Ethanol Fuel Engine Damage: શું ઈથેનોલ પેટ્રોલ તમારી ગાડીને નુકસાન પહોંચાડી રહ્યું છે? જાણો જૂની અને નોન-E20 કારોના એવા કયા 5 જરૂરી પાર્ટ્સ છે, જે ઈથેનોલના કારણે સૌથી પહેલા ખરાબ થઈ શકે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઇથેનોલ મિશ્રિત ઇંધણ વાહન એન્જિનને નુકસાન પહોંચાડવાનો ભય.
  • જૂના વાહનોના રબર હોઝ, ફ્યુઅલ લાઇન્સ જલ્દી બગડે.
  • ઇથેનોલ ભેજ શોષીને પંપ-ઇન્જેક્ટર્સને કાટ લગાડે છે.
  • ગંદકી ફિલ્ટરમાં જમા થઇ એન્જિન પ્રદર્શન બગાડે છે.

Ethanol Fuel Engine Damage: ભારતમાં અત્યારે સૌથી વધુ ચર્ચા ઈથેનોલ ફ્યુઅલને લઈને છે. દેશભરમાં હવે ઈથેનોલ દરેક પંપ પર મળી રહ્યું છે અને આ ફ્યુઅલને લઈને હવે ઘણા પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. જણાવી દઈએ કે, દેશમાં પ્રદૂષણ ઓછું કરવા માટે પેટ્રોલમાં આની માત્રા વધારી દેવામાં આવી છે. પરંતુ આ દરમિયાન સોશિયલ મીડિયા અને કાર મિકેનિક્સ વચ્ચે એક નવી ચર્ચા છિડાઈ ગઈ છે કે આ ફ્યુઅલ ગાડીઓના એન્જિનને નુકસાન પહોંચાડી રહ્યું છે.

પરંતુ સરકાર આ દાવાઓને અફવા ગણાવે છે જ્યારે ઓટો ઇન્ડસ્ટ્રીનું માનવું છે કે જે ગાડીઓ જૂની છે અથવા E20 કમ્પેટેબલ નથી, તેમના કેટલાક ભાગો પર આની અસર પડી શકે છે. તો ચાલો જાણીએ કે ઈથેનોલ મિક્સ પેટ્રોલથી ગાડીના કયા પાર્ટ્સ સૌથી પહેલા ખરાબ થવાનો ખતરો રહે છે.

આ પણ વાંચો...પેટ્રોલ કેટલું એથનોલ મિશ્રિત છે? આ સરળ રીતોથી જાતે જ કરો તપાસ, નહીં તો એન્જિનને થઈ શકે નુકસાન

રબર હોઝ અને ફ્યુઅલ લાઈન્સ જલ્દી થાય છે ખરાબ

તમને જણાવી દઈએ કે, ઈથેનોલમાં એક કુદરતી ગુણ હોય છે અને તે રબર અને કેટલાક ખાસ પ્રકારના પ્લાસ્ટિકને ધીમે-ધીમે ઓગાળવા કે સખત કરવા લાગે છે. જૂની ગાડીઓમાં ઇંધણને ટેન્કમાંથી એન્જિન સુધી પહોંચાડવા માટે જે રબર હોઝ અને પ્લાસ્ટિક પાઇપ્સનો ઉપયોગ થાય છે, તે આ ફ્યુઅલ માટે બન્યા ન હતા.

જ્યારે ઈથેનોલના સતત સંપર્કમાં રહેવાથી આ રબરના પાઇપ કડક થઈને તૂટવા લાગે છે. આનાથી ફ્યુઅલ લીક થવાનો ખતરો વધી જાય છે અને ગાડીમાં આગ લાગવા જેવી ગંભીર સમસ્યા પણ થઈ શકે છે.

ફ્યુઅલ પંપ અને ઇન્જેક્ટર્સ પર પડે છે અસર

તમે સાંભળ્યું જ હશે કે ઈથેનોલની સૌથી મોટી ખામી એ છે કે તે હવામાંથી ભેજ એટલે કે પાણીને ખૂબ જ ઝડપથી સોષી લે છે. જ્યારે ગાડીના ફ્યુઅલ ટેન્કમાં પાણીની માત્રા વધે છે ત્યારે તે ઇંધણ પ્રણાલીના મેટલ પાર્ટ્સમાં કાટ લગાડવા લાગે છે.

જેના કારણે આની સીધી અસર ગાડીના મોંઘા ફ્યુઅલ પંપ અને ફ્યુઅલ ઇન્જેક્ટર્સ પર પડે છે. કાટના નાના-નાના કણો ઇન્જેક્ટર્સના બારીક છિદ્રોને બંધ કરી દે છે, જેથી એન્જિનને યોગ્ય માત્રામાં તેલ મળતું નથી. આના કારણે ગાડી ચાલતા-ચાલતા ઝટકા મારવા લાગે છે.

ફ્યુઅલ ફિલ્ટર પણ થઈ જાય છે બ્લોક

જણાવી દઈએ કે, ઈથેનોલ એક ઉત્તમ સોલ્વન્ટ માનવામાં આવે છે. તેથી તે ટેન્કની અંદર વર્ષોથી જામી ગયેલી ગંદકી અને કચરાને પીગળાવી દે છે. આ બધો છૂટો પડેલો કચરો સીધો ફ્યુઅલ ફિલ્ટરમાં જઈને જમા થઈ જાય છે.

જેનાથી ફિલ્ટર ખૂબ જ જલ્દી ચોક એટલે કે બ્લોક થઈ જાય છે. આ સિવાય ભેજ અને કચરાના કારણે એન્જિનના સિલિન્ડર અને ઇનટેક વાલ્વ્સ પર કાર્બનનું પડ જામવા લાગે છે, જેનાથી ગાડીનું પિકઅપ અને માઇલેજ બંને ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થાય છે.

Frequently Asked Questions

શું ઇથેનોલ ફ્યુઅલ ગાડીના એન્જિનને નુકસાન પહોંચાડે છે?

સરકાર આ દાવાઓને અફવા ગણાવે છે. જોકે, ઓટો ઇન્ડસ્ટ્રી માને છે કે જૂની અથવા E20 કમ્પેટેબલ ન હોય તેવી ગાડીઓના કેટલાક ભાગો પર તેની અસર પડી શકે છે.

ઇથેનોલ મિશ્રિત પેટ્રોલથી ગાડીના કયા ભાગો સૌથી પહેલા ખરાબ થઈ શકે છે?

ઇથેનોલના સતત સંપર્કમાં આવવાથી જૂની ગાડીઓના રબર હોઝ અને ફ્યુઅલ લાઈન્સ કડક થઈને તૂટી શકે છે. આનાથી ઇંધણ લીક થવાનો અને આગ લાગવાનો ખતરો રહે છે.

ઇથેનોલ ગાડીના ફ્યુઅલ પંપ અને ઇન્જેક્ટર્સને કેવી રીતે અસર કરે છે?

ઇથેનોલ હવામાંથી ભેજ શોષીને ફ્યુઅલ ટેન્કના મેટલ પાર્ટ્સમાં કાટ લગાડે છે. આનાથી ફ્યુઅલ પંપ અને ઇન્જેક્ટર્સને નુકસાન થાય છે, અને ગાડી ઝટકા મારી શકે છે.

ઇથેનોલ મિશ્રિત પેટ્રોલથી ફ્યુઅલ ફિલ્ટર શા માટે જલ્દી બ્લોક થઈ જાય છે?

ઇથેનોલ ટેન્કની અંદર વર્ષોથી જામી ગયેલી ગંદકી અને કચરાને પીગળાવી દે છે. આ છૂટો પડેલો કચરો ફ્યુઅલ ફિલ્ટરમાં જમા થઈને તેને બ્લોક કરી દે છે.

Advertisement

ટોપ સ્ટોરી

ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
828 km Range અને 612 HP, BMW ની નવી iX4 કારે સૌને ચોંકાવ્યા
828 km Range અને 612 HP, BMW ની નવી iX4 કારે સૌને ચોંકાવ્યા
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Junagadh: આજથી સાસણમાં સિંહ દર્શન શરુ, 7 દિવસ વહેલું ખુલ્યું ગીર અભયારણ્ય
Junagadh: આજથી સાસણમાં સિંહ દર્શન શરુ, 7 દિવસ વહેલું ખુલ્યું ગીર અભયારણ્ય
બંગાળ પેટાચૂંટણીનું પરિણામ: ભાજપ માટે સારા સમાચાર, નંદીગ્રામ-રેજીનગરમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં આગળ
બંગાળ પેટાચૂંટણીનું પરિણામ: ભાજપ માટે સારા સમાચાર, નંદીગ્રામ-રેજીનગરમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં આગળ
CJP ના આંદોલન પહેલા રેલવેનો મોટો નિર્ણય, દિલ્હી આવતી તમામ મેલ-એક્સપ્રેસ ટ્રેનો રદ
CJP ના આંદોલન પહેલા રેલવેનો મોટો નિર્ણય, દિલ્હી આવતી તમામ મેલ-એક્સપ્રેસ ટ્રેનો રદ
IND vs WI: અભિષેક શર્માના નિશાને T20 નો વર્લ્ડ રેકોર્ડ, આજે રચશે ઇતિહાસ
IND vs WI: અભિષેક શર્માના નિશાને T20 નો વર્લ્ડ રેકોર્ડ, આજે રચશે ઇતિહાસ
સરકારી બેન્કોથી લોન લેવી હવે પડશે મોંઘી, રેપો રેટ પછી વ્યાજ દરમાં 0.25% નો વધારો
સરકારી બેન્કોથી લોન લેવી હવે પડશે મોંઘી, રેપો રેટ પછી વ્યાજ દરમાં 0.25% નો વધારો
સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરેડ માટે આવેલા 87 સેનાના જવાનો તાવની ઝપેટમાં, એકનું મોત
સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરેડ માટે આવેલા 87 સેનાના જવાનો તાવની ઝપેટમાં, એકનું મોત
Embed widget