શોધખોળ કરો

EV Scooter માં લાગી શકે છે આગ, Charging સમયે ન કરો આ 5 ભૂલો

EV Scooter: આપણા દેશમાં હવે ઈલેક્ટ્રિક સ્કૂટર્સની ડિમાન્ડ વધી ગઈ છે. કારણ કે, પેટ્રોલના વધતા જતા ભાવને જોતા હવે ભારતીય ગ્રાહકો EV તરફ શિફ્ટ થઈ રહ્યા છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઘરે EV ચાર્જ કરતા સાવચેતી, આગ/શોર્ટ સર્કિટ જોખમ.
  • નબળા સોકેટ, બેકાર એક્સ્ટેન્શન વાયરથી ઓવરહિટિંગ થાય.
  • ઓવરચાર્જિંગ બેટરી સેલ બગાડે, થર્મલ રનઅવે કરાવે છે.
  • ગરમ જગ્યા, ડુપ્લિકેટ ચાર્જર ટાળો, મૂળ વાપરો.

EV Scooter: આપણા દેશમાં હવે ઈલેક્ટ્રિક સ્કૂટર્સની ડિમાન્ડ વધી ગઈ છે. કારણ કે, પેટ્રોલના વધતા જતા ભાવને જોતા હવે ભારતીય ગ્રાહકો EV તરફ શિફ્ટ થઈ રહ્યા છે. પરંતુ એવું જોવામાં આવે છે કે, મોટાભાગના ઈવી માલિકો પોતાના સ્કૂટરને ઘરે જ પોર્ટેબલ ચાર્જરની મદદથી ચાર્જ કરવાનું પસંદ કરે છે. ઘરે ચાર્જિંગ અત્યંત સરળ અને સુવિધાજનક તો છે પરંતુ થોડીક બેદરકારી એક બહુ મોટા અકસ્માતનું કારણ બની શકે છે.

કારણ કે, તાજેતરના દિવસોમાં ચાર્જિંગ દરમિયાન ઈલેક્ટ્રિક વાહનોની બેટરીમાં અચાનક આગ લાગવાની કે શોર્ટ સર્કિટ થવાની ઘણી ઘટનાઓ સામે આવી છે. જેના કારણે ઘરે કોઈ પણ નોર્મલ સર્કિટમાં EV ને ચાર્જ કરવું યોગ્ય માનવામાં આવતું નથી. જો તમે પણ તમારા ઘરે કે ગેરેજમાં ઈ-સ્કૂટર ચાર્જ કરો છો તો સુરક્ષાની દ્રષ્ટિએ તમારા માટે સાવચેત રહેવું અત્યંત જરૂરી છે. ચાલો જાણીએ ચાર્જિંગ દરમિયાન કરવામાં આવતી તે 5 મોટી ભૂલો વિશે જે આખા ઘરમાં આગ લાગવાનો ખતરો ઊભો કરી શકે છે.

આ પણ વાંચો....Maruti Fronx hybrid નવા અવતારમાં થશે લોન્ચ: મળશે 35 KMPL થી વધુ માઇલેજ અને ADAS

નબળા બોર્ડનો ઉપયોગ

આપને જણાવી દઈએ કે, ઈલેક્ટ્રિક સ્કૂટરને ચાર્જ કરવા માટે ખૂબ જ વધારે વીજળીની જરૂરિયાત હોય છે. ઘણા લોકો તેને ઘરના સાધારણ 5A વાળા લોકલ સોકેટ અથવા ખરાબ ક્વોલિટી વાળા બોર્ડમાં પ્લગ-ઈન કરી દે છે. આટલો ભારે ઈલેક્ટ્રિક લોડ સહન ન કરી શકવાના કારણે સોકેટ ઓવરહીટ થઈને પીગળવા લાગે છે અને શોર્ટ-સર્કિટના કારણે આગ લાગી જાય છે. ઈવી ચાર્જ કરવા માટે હંમેશા ઘરમાં 15A અથવા 16A નું હેવી-ડ્યુટી પાવર સોકેટ જ વાપરવું જોઈએ. જો તમે આવું કરો છો તો ક્યારેય કોઈ સમસ્યા નહીં આવે.

બેકાર ક્વોલિટીની એક્સ્ટેન્શન વાપરવી

ત્યાં જ, ચાર્જિંગ કરતી વખતે જો તમારો પાવર પ્લગ સ્કૂટર સુધી નથી પહોંચી રહ્યો તો વિચાર્યા વગર ઘરમાં પડેલા સાધારણ એક્સ્ટેન્શન બોર્ડનો ઉપયોગ ન કરો. નોર્મલ એક્સ્ટેન્શન વાયર સતત મળતા હાઈ કરંટને સહન નથી કરી શકતા અને તે અંદરને અંદર બળવા લાગે છે. જો એક્સ્ટેન્શન લગાવવું અત્યંત જરૂરી હોય તો માત્ર હેવી-ડ્યુટી અને આઈએસઆઈ (ISI) માર્ક વાળા સર્ટિફાઈડ વાયરનો જ ઉપયોગ કરો. જેનાથી જોખમ ખૂબ ઘટી જાય છે.

ઓવરચાર્જિંગ કરવાની બેદરકારી ન કરો

અવારનવાર એ પણ જોવામાં આવે છે કે, લોકો રાત્રે સૂતી વખતે સ્કૂટરને ચાર્જ પર લગાવી દે છે અને સવાર સુધી પ્લગ ઓન છોડી દે છે. જોકે, આધુનિક ચાર્જર ઓટો કટ-ઓફ ફીચર સાથે આવે છે પરંતુ રાત્રિના સમયે વોલ્ટેજમાં થતા ઉતાર-ચઢાવ અથવા ચાર્જર અતિશય ગરમ થવાથી બેટરીના સેલ્સ ડેમેજ થઈ શકે છે. બેટરી ઓવરહીટ થઈને થર્મલ રનઅવેનો શિકાર બની શકે છે એટલા માટે 100% ચાર્જ થતાં જ સ્વિચ બંધ કરી દેવી જોઈએ. આનાથી તમારા સ્કૂટરની બેટરી વધુ દિવસો સુધી ચાલે છે.

ડુપ્લિકેટ ચાર્જરનો ખતરો

આપને જણાવી દઈએ કે, ઈ-સ્કૂટરને ક્યારેય સીધા તડકામાં કે અતિશય ગરમ જગ્યા પર ચાર્જ ન કરો કારણ કે ચાર્જિંગ દરમિયાન બેટરી પોતે ગરમ થાય છે અને બહારનું તાપમાન તેને ખતરનાક સ્તર સુધી પહોંચાડી શકે છે.

જ્યારે આ સિવાય ક્યારેય સસ્તું કે ડુપ્લિકેટ ચાર્જર ન ખરીદો. ડુપ્લિકેટ ચાર્જરમાં પ્રોપર વોલ્ટેજ રેગ્યુલેશન નથી હોતું જેનાથી લિથિયમ-આયન બેટરીમાં બ્લાસ્ટ કે આગ લાગી શકે છે. હંમેશા કંપનીના ઓરિજિનલ ચાર્જરનો જ ઉપયોગ કરો. જો તમે આ બધી વાતોનું ધ્યાન રાખો છો તો તમને EV ચાર્જ કરવામાં કોઈ મુશ્કેલી નથી આવતી.

Frequently Asked Questions

EV ને ઘરે ચાર્જ કરતી વખતે મુખ્ય જોખમો શું છે?

ઘરે ચાર્જિંગ દરમિયાન બેટરીમાં અચાનક આગ લાગવી કે શોર્ટ સર્કિટ થવાના બનાવો સામે આવ્યા છે. નોર્મલ સર્કિટમાં EV ને ચાર્જ કરવું યોગ્ય માનવામાં આવતું નથી.

ઈ-સ્કૂટર ચાર્જ કરવા માટે કયા પ્રકારના સોકેટનો ઉપયોગ કરવો જોઈએ?

ઈલેક્ટ્રિક સ્કૂટરને ચાર્જ કરવા માટે ખૂબ જ વધારે વીજળીની જરૂર પડે છે. હંમેશા 15A અથવા 16A નું હેવી-ડ્યુટી પાવર સોકેટ વાપરવું જોઈએ.

ઓવરચાર્જિંગ શા માટે ટાળવું જોઈએ?

રાત્રે વોલ્ટેજમાં ઉતાર-ચઢાવ કે ચાર્જર ગરમ થવાથી બેટરીના સેલ્સ ડેમેજ થઈ શકે છે. બેટરી ઓવરહીટ થઈને થર્મલ રનઅવેનો શિકાર બની શકે છે.

ડુપ્લિકેટ ચાર્જરનો ઉપયોગ શા માટે ખતરનાક છે?

ડુપ્લિકેટ ચાર્જરમાં પ્રોપર વોલ્ટેજ રેગ્યુલેશન હોતું નથી. આનાથી લિથિયમ-આયન બેટરીમાં બ્લાસ્ટ કે આગ લાગી શકે છે, તેથી હંમેશા કંપનીના ઓરિજિનલ ચાર્જરનો ઉપયોગ કરો.

Advertisement

ટોપ સ્ટોરી

₹1 લાખથી ઓછા બજેટમાં સ્પોર્ટી લુક! યુવાનો માટે બેસ્ટ છે આ 5 બાઇક, જુઓ લિસ્ટ
₹1 લાખથી ઓછા બજેટમાં સ્પોર્ટી લુક! યુવાનો માટે બેસ્ટ છે આ 5 બાઇક, જુઓ લિસ્ટ
ક્રેટાની ઊંઘ ઉડાડવા આવી Honda Elevate! ₹12 લાખથી ઓછી કિંમત, જાણો માઇલેજ અને ફીચર્સ
ક્રેટાની ઊંઘ ઉડાડવા આવી Honda Elevate! ₹12 લાખથી ઓછી કિંમત, જાણો માઇલેજ અને ફીચર્સ
27 KM માઈલેજ, સનરુફ સાથે દમદાર SUV, 5.64 લાખથી કિંમત શરુ, તહેવારમાં લાવો ઘરે 
27 KM માઈલેજ, સનરુફ સાથે દમદાર SUV, 5.64 લાખથી કિંમત શરુ, તહેવારમાં લાવો ઘરે 
Tata ની દશેરા ધમાકા ઓફર! 1.25 લાખ સુધી સસ્તી થઈ કાર, Tiago થી Nexon પર છૂટ 
Tata ની દશેરા ધમાકા ઓફર! 1.25 લાખ સુધી સસ્તી થઈ કાર, Tiago થી Nexon પર છૂટ 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
અભિનેતા નાના પાટેકરે બચાવવા 45 મિનિટ સુધી આપ્યું CPR, ઘરમાં બેભાન હાલતમાં મળ્યો મૃતદેહ
અભિનેતા નાના પાટેકરે બચાવવા 45 મિનિટ સુધી આપ્યું CPR, ઘરમાં બેભાન હાલતમાં મળ્યો મૃતદેહ
Embed widget