(Source: ECI | ABP NEWS)
આ દિવાળીએ 1.14 લાખ રૂપિયાથી ઓછી કિંમતે મળી રહી છે Hyundai Aura,મારુતિ ડિઝાયરને આપે છે ટક્કર
GST ઘટાડા બાદ હ્યુન્ડાઇ ઓરાની કિંમત સસ્તી થઈ ગઈ છે. હોન્ડા અમેઝ અને મારુતિ ડિઝાયરની કિંમતમાં પણ ઘટાડો થયો છે.

GST Reforms 2025: GST ઘટાડા બાદ હ્યુન્ડાઇ ઓરાની કિંમત સસ્તી થઈ ગઈ છે. હોન્ડા અમેઝ અને મારુતિ ડિઝાયરની કિંમતમાં પણ ઘટાડો થયો છે. ભારતીય બજારમાં સેડાન સેગમેન્ટમાં હ્યુન્ડાઇ ઓરા મારુતિ ડિઝાયર સાથે જોરદાર સ્પર્ધા કરે છે. ડિઝાયર પછી HyundaiAura બીજી સૌથી વધુ વેચાતી કાર બની ગઈ છે.
તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે અને ઓટોમોબાઈલ બજારમાં ફરી એકવાર રોનક જોવા મળી રહી છે. જો તમે આ સિઝનમાં નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો અને તમારું બજેટ ₹10 લાખ કે તેથી ઓછું છે, તો હ્યુન્ડાઈ પાસે તમારા માટે ઘણા ઉત્તમ વિકલ્પો છે. કંપનીની કાર ફક્ત વિશ્વસનીય જ નથી પણ સ્ટાઇલ, પરફોર્મન્સ અને માઇલેજ વચ્ચે ઉત્તમ સંતુલન પણ પ્રદાન કરે છે.
GST2.0 પછી, આ કારની કિંમતમાં₹76,316 નો ઘટાડો થયો છે, જેનાથી કાર ખરીદવી વધારે સરળ બની છે. Hyundai Auraની શરૂઆતની કિંમત ઘટીને માત્ર ₹5.98 લાખ થઈ ગઈ છે. તે ઉપરાંત કંપની ₹38,000 સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. આનાથી દિવાળીમા કુલ લાભ ₹1.14 લાખ થાય છે.
Hyundai Aura કિંમત કેટલી ?
Hyundai Auraની શરુઆતની કિંમત E વેરિઅંટ ₹6.54 લાખ રૂપિયા હતી, GST 2.0 થી ₹ 55 હજાર 780 રૂપિયા ઘટીને 5.98 રૂપિયા થઈ ગઈ છે. Aura SX+ વેરિઅન્ટની કિંમતમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. શરૂઆતમાં તેની કિંમત ₹8 લાખ 94 હજાર 900 હતી, જે હવે ઘટાડીને ₹8 લાખ 18 હજાર 584 કરવામાં આવી છે. આ કિંમત ₹76 હજાર 316 નો ઘટાડો દર્શાવે છે. Maruti Dzireની કિંમત હવે ₹6.25 લાખ એક્સ-શોરૂમ છે. આ કિંમતમાં ₹87 હજાર 700નો ઘટાડો કરવામાં આવ્યો છે.આ કારમાં GNCAP સેફટી રેટિંગ સાથે પ્રીમિયમ સુવિધા છે, જે તેને વધુ મૂલ્યવાન બનાવે છે.
Honda Amazeના ભાવમાં પણ ઘટાડો થયો છે
Honda Amaze સેડાનની નવી કિંમતો હવે વેરિઅન્ટના આધારે બદલાય છે. ન્યૂ જનરેશન Amazeની કિંમતમાં ₹72 હજાર 800 સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. થર્ડ જનરેશન Amazeની કિંમતમાં પણ ₹95 હજાર 500 સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે.
દિવાળીના તહેવાર પહેલા જો તમે પણ એક શાનદાર કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ કાર તમારા માટે બેસ્ટ વિકલ્પ બની શકે છે.





















