(Source: ECI/ABP News/ABP Majha)
130 કિલોમીટરની રેંજવાળા 2 પાવરફૂલ ઈલેક્ટ્રિક સ્કૂટર ભારતમાં થયા લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
Electric Scooter: સ્કૂટરમાં Find My Scooter, 30L બૂટ સ્પેસ, પાર્કિંગ આસિસ્ટન્ટ અને USB ચાર્જિંગ જેવી સુવિધાઓ પણ મળે છે.
iVOOMi એનર્જીના ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) વિભાગે ભારતીય બજારમાં બે નવા ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યા છે. કંપનીએ ભારતમાં iVOOMi S1 અને Jeet શ્રેણીના ઇલેક્ટ્રિક સ્કૂટર્સ રજૂ કર્યા છે. કંપનીનો દાવો છે કે તેના નવા ઇલેક્ટ્રિક સ્કૂટર ફુલ ચાર્જ પર 130 કિમી સુધીની રેન્જ આપવામાં સક્ષમ છે.
બંને સ્કૂટર્સની શું છે ખાસિયત
iVOOMi S1 વિશે વાત કરીએ તો, આ ઇલેક્ટ્રિક સ્કૂટરને સિંગલ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યું છે. તેમાં 2kWની ઇલેક્ટ્રિક મોટર છે. તેની ટોપ સ્પીડ 65 kmph છે. ઇલેક્ટ્રિક સ્કૂટરને 60V, 2kWh સ્વેપ કરી શકાય તેવી Li-ion બેટરી પેક મળે છે. તે સિંગલ ફુલ ચાર્જ પર 115 કિમીની રાઈડિંગ રેન્જ ઓફર કરવાનો દાવો કરે છે અને 3-4 કલાકમાં ફુલ ચાર્જ થઈ જાય છે. તેનું કુલ વજન 75 કિલો છે.
iVOOMi જીત બે વેરિઅન્ટમાં સ્ટાન્ડર્ડ અને પ્રો, સ્ટાન્ડર્ડ ઉપલબ્ધ છે. iVOOMi જીતના ઇલેક્ટ્રિક સ્કૂટરને 1.5kWh બેટરી પેક મળે છે જ્યારે Pro વેરિયન્ટને 2kWhનું મોટું યુનિટ મળે છે. બંને ઈલેક્ટ્રિક સ્કૂટર સિંગલ ચાર્જ પર 130 કિમી સુધીની રેન્જ આપવાનો દાવો કરે છે. iVOOMi જીત સિરીઝ લાલ, વાદળી અને ગ્રે ત્રણ રંગોમાં ઉપલબ્ધ છે.
કેટલી છે કિંમત
iVOOMi S1 ઇલેક્ટ્રિક સ્કૂટરને સિંગલ વેરિઅન્ટમાં 84,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યું છે. જ્યારે iVOOMi Jeetની કિંમત 82,999 રૂપિયા અને iVOOMi જીત પ્રોની કિંમત 92,999 રૂપિયા એક્સ-શોરૂમ છે. આ સ્કૂટર્સનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 170 mm છે, જેને ભારતીય રસ્તાઓ અનુસાર ડિઝાઇન કરવામાં આવ્યું છે. નવા મોડલ 100% ભારતમાં બનેલા ઇલેક્ટ્રિક વાહનો છે, જેનું ઉત્પાદન માત્ર ભારતીય OEM અને સ્થાનિક ઓટો પાર્ટ્સ ઉત્પાદકો સાથે મળીને કરવામાં આવ્યું હતું. સ્કૂટરમાં Find My Scooter, 30L બૂટ સ્પેસ, પાર્કિંગ આસિસ્ટન્ટ અને USB ચાર્જિંગ જેવી સુવિધાઓ પણ મળે છે.