શોધખોળ કરો
ઓછા સમયમાં 1.5 લાખ કારનું વેચાણ કરી Kia એ ધૂમ મચાવી, આ કારનું પણ થયું જોરદાર વેચાણ
કંપનીએ અત્યાર સુધીમાં ભારતમાં 1.5 લાખ કારનું વેચાણ કર્યું છે. કિઆ મોટર્સે ગત વર્ષે ઓગસ્ટમાં જ ભારતમાં દસ્તક દિધી હતી.
ભારતીય કાર બજારમાં Kia Motors એ કારના વેચાણના મામલે શાનદાર કમાણી કરી છે. કંપનીએ અત્યાર સુધીમાં ભારતમાં 1.5 લાખ કારનું વેચાણ કર્યું છે. કિઆ મોટર્સે ગત વર્ષે ઓગસ્ટમાં જ ભારતમાં દસ્તક દિધી હતી. ત્યારબાદ કંપનીને ખૂબ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. કિઆએ ભારતમાં પોતાની પ્રથમ કાર Kia Seltos ને લોન્ચ કરી હતી.
ગત મહિને થયું જોરદાર વેચાણ
કિઆ ફેસ્ટિવ સીઝન દરમિયાન ગત મહિને સૌથી વધારે વેચાણ કર્યું છે. કંપનીએ ગત મહિને 21,021 કારનું વેચાણ કર્યું છે. કિઆએ માત્ર 14 મહિનામાં 1.5 લાખ યૂનિટ્સનું વેચાણ કર્યું છે.
કંપનીએ આ વર્ષે લોન્ચ કરી Kia Sonet
Kiaએ આ વર્ષે પોતાની કાર Kia Sonet લોન્ચ કરી છે. આ કારને ભારતીય બજારમાં ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કિઆ સોનેટની ભારતમાં શરૂઆતની કિંમત 6.71 લાખ રૂપિયા છે. આ કારના ટોપ મોડલની કિંમત 11.99 લાખ રૂપિયા છે. કિઆ સોનેટને આંધ્ર પ્રદેશના અનંતપુર પ્લાન્ટમાં મેન્યુફેક્ચર કરવામાં આવી છે. આ કાર iMT અને વાયરસ પ્રોટેક્શ જેવા હાઈટેક ફીચર્સ સાથે રજૂ કરવામાં આવી છે.
Hyundai Creta એ પોતાના સેગમેન્ટમાં ફરી એક વખત ટોપ કર્યું છે. આ કાર પોતાના સેગમેન્ટમાં સૌથી વધુ વેચાતી કાર બની ગઈ છે. એસયૂવી સેગમેન્ટમાં આ કાર ગત મહિને 14 હજાર કરતા વધારે યુનિટનું વેચાણ કરવામાં આવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement