શોધખોળ કરો
Advertisement
(Source: Poll of Polls)
Maruti Suzuki offers: મારુતિ સુઝુકીની સરકારી કર્મચારીઓ માટે સ્પેશિયલ ઓફર, કાર ખરીદવા પર મળશે આટલી છૂટ
સપ્ટેમ્બરમાં મારુતિ સુઝુકીનું બંપર વેચાણ થયું છે. કંપનીએ 1 લાખ 48 હજાર ગાડી વેચી છે.
નવી દિલ્હીઃ તહેવારોની સીઝનમાં દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયાએ સરકારી કર્મચારીઓ માટે સ્પેશિયલ ઓફર લઈને આવી છે. મારુતિની નવી ઓફર અંતર્ગત સરકારી કર્મચારીઓને વિવિધ મોડલોની કાર પર 11,000 રૂપિયા સુધીનો લાભ મળશે.
કંપનીએ જણાવ્યું કે, જાહેર ક્ષેત્રના એકમો, પેરા મિલિટ્રી ફોર્સ સહિત કેન્દ્રીય અને રાજ્ય સરકારના કર્મચારી મારુતિ સુઝુકીની નવી ગાડી ખરીદતી વખતે આ લાભ ઉઠાવી શકશે. આ ઓફર અંતર્ગત વિવિધ મોડલો પર છૂટ આપવામાં આવશે. સપ્ટેમ્બરમાં મારુતિ સુઝુકીનું બંપર વેચાણ થયું છે. કંપનીએ 1 લાખ 48 હજાર ગાડી વેચી છે.
મારુતિ સુઝુકીના કાર્યકારી અધ્યક્ષ (માર્કેટિંગ એન્ડ સેલ્સ) શશાંક શ્રીવાસ્તવે કહ્યું, સરકારે કોવિડ-19 મહામારી દરમિયાન ઉપભોક્તા ખર્ચ વધારવા માટે અનેક પગલા ભર્યા છે. અર્થતંત્રને સમર્થન આપી અને સકારાત્મક ધારણાને આગળ વધારવી અમારું પણ કર્તવ્ય છે. તેમણે કહ્યું, વિવિધ કેન્દ્રીય અને રાજ્ય સરકારોના વિભાગોમાં સરકારી કર્મચારીઓની સંખ્યા એક કરોડથી વધારે છે. મારુતિ સુઝુકીના ગ્રાહકોનો વિશાળ વર્ગ છે. જેને ધ્યાનમાં રાખી અમે સરકારી કર્મચારીઓ માટે વિશેષ પેકેજની જાહેરાત કરી છે.
ગુજરાતમાં રાત્રે ઠંડીનો ચમકારો, લોકોને રાહતઃ આગામી પાંચ દિવસ માટે શું છે હવામાન વિભાગની મોટી આગાહી ?
વડોદરાઃ માતાએ 7 દિવસની બાળકીને તરછોડી, શરીર પર ચડી ગઈ હતી કીડીઓ
લોકડાઉનમાં મોરેટોરીયમનો લાભ નહીં લીધો હોય તેને પણ મોદી સરકાર કેટલું કેશબેક આપશે ? જાણો મહત્વની વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion