શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં રાત્રે ઠંડીનો ચમકારો, લોકોને રાહતઃ આગામી પાંચ દિવસ માટે શું છે હવામાન વિભાગની મોટી આગાહી ?
હવામાન વિભાગે (IMD) જણાવ્યું છે કે, ‘ગુજરાતમાં હાલ ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશાનો પવન છે. તેના કારણે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યભરમાં સૂકું વાતાવરણ રહેશે અને ઠંડીમાં આંશિક વધારો જોવા મળશે
અમદાવાદઃ અમદાવાદના વાતાવરણમાં ભારે પલટો આવી ગયો છે અને હવે જોરદાર બફારા બાદ ઠંડીનો ચમકારાનો શહેરીજનોને અનુભવ થઈ રહ્યો છે. ગરમા અને બફારામાંથી મુક્તિ મળી અને ઠંડીનો ચમકારો અનુભવાતાં જ લોકોને રાહત થઈ છે. ઠંડીનો ચમકારો વધતાં વર્તમાન સિઝનમાં શનિવારે રાત્રે પ્રથમવાર લઘુતમ તાપમાન 20 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. અમદાવાદમાં 19.1 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે આગાગી કરી છે કે, રાજ્યમાં આગામી પાંચ દિવસમાં હજુ ઠંડી વધશે.
હવામાન વિભાગે (IMD) જણાવ્યું છે કે, ‘ગુજરાતમાં હાલ ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશાનો પવન છે. તેના કારણે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યભરમાં સૂકું વાતાવરણ રહેશે અને ઠંડીમાં આંશિક વધારો જોવા મળશે. શનિવારે અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન 36.2 ડિગ્રી નોંધાયું હતું પણ રાત્રે તાપમાન ઘટ્યું હતું, હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ દરમિયાન અમદાવાદમાં સરેરાશ લઘુતમ તાપમાન 19 અને સરેરાશ મહત્તમ તાપમાન 36 ડિગ્રીની આસપાસ રહેશે. અમદાવાદમાં દિવસે ગરમી-રાત્રે ઠંડી એમ ડબલ સિઝન અનુભવાઇ શકે છે.
ગુજરાતનાં બીજાં શહેરોમાં પણ ઠંડીનો ચમકારો નોંધાયો છે. રાજ્યમાં 18 ડિગ્રી સાથે નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. 19.4, કંડલામાં 19.9 સાથે 20 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં 22.7, સુરતમાં 26.2, ગાંધીનગરમાં 22, વડોદરામાં 23.2 ડિગ્રી લઘુતમ તાપમાન હતું. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં નવેમ્બરના પ્રથમ સપ્તાહથી ઠંડી વધવા લાગશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement