શોધખોળ કરો

લોકડાઉનમાં મોરેટોરીયમનો લાભ નહીં લીધો હોય તેને પણ મોદી સરકાર કેટલું કેશબેક આપશે ? જાણો મહત્વની વિગત

સરકારે બે કરોડ સુધીની લોન પર મોરેટોરિયમ દરમિયાન વ્યાજના વ્યાજ પર છૂટ આપવાની જાહેરાત કરી છે.

નવી દિલ્હીઃ લોનદારોક માટે સારા સમાચાર સામે આવ્યા છે. લોનધારકોએ હવે વ્યાજ પર વ્યાજ નહીં ભરવું પડે. નાણા મંત્રાલયે શુક્રવારે કહ્યું કે, જો કોઈ લોનધારકે લોન મોરેટોરિયમ દરમિયાન સતત બેંકના હપ્તા ભર્યા હશે તો તેને બેંક કેશબેક પણ આપશે. સરકારે બે કરોડ સુધીની લોન પર મોરેટોરિયમ દરમિયાન વ્યાજના વ્યાજ પર છૂટ આપવાની જાહેરાત કરી હતી. એનો મતલબ એ કે, જો તમે લોકડાઉન દરમિયાન મોરેટોરિયમનો લાભ નહીં ઉઠાવ્યો હોય અને દરેક હપ્તો ચુકવ્યો હશે તો બેંક તરફથી તમને કેશબેક મળશે. યોજનાનો લાભ ન ઉઠાવનાર અને સમયસર હપ્તા ચુકવનારને સરકાર અન્યાય નહીં થવા દે. નાણાં મંત્રાલયે લોન મોરટોરિયમ સંબંધિત વ્યાજમાંથી મુક્તિ આપવા માર્ગદર્શિકા જાહેર કરી છે. કોવિડ -19  કટોકટીને લીધે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) દ્વારા લોનની ચુકવણી માટે સમય આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ અંતર્ગત, સરકાર રૂ. બે કરોડ સુધીની લોન પર છ મહિનાના સમયગાળા માટે સંચિત વ્યાજ, એટલે કે વ્યાજ પરના વ્યાજ અને સરળ વ્યાજ વચ્ચેના તફાવતની સમાન રકમ ચૂકવશે. ભારતીય સુપ્રીમ કોર્ટે આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી મુદત અંતર્ગત 2 કરોડ રૂપિયા સુધીની લોન પર વ્યાજ માફી યોજના વહેલી તકે લાગુ કરવા કેન્દ્રને નિર્દેશ આપ્યો હતો. તે પછી આ માર્ગદર્શિકા આવી છે.
હાઉસિંગ લોન, ઓટો લોન, એમએસએમઇ લોન, ક્રેડિટ કાર્ડ બિલ, એજ્યુકેશન લોન, કન્ઝ્યુમર ડ્યુરેબલ લોન, પર્સનલ લોન અને કન્ઝમ્પશન લોન લીધેલી હશે અને લોકડાઉનમાં ઈએમઆઈ સમયસર ભર્યા હશે તેમને આ લાભ મળશે. જે મુજબ એક વર્ષ પહેલા 50 લાખની લોન લીધી હોય તો આશરે 3723 રૂપિયા કેશબેક, દોઢ વર્ષ પહેલા 10 લાખની ઓટો લોન લીધી હોય તો 917 રૂપિયા, દોઢ વર્ષ પહેલા 5 લાખની પસર્નલ લોન પર આ 710 રૂપિયા જેટલું કેશબેક મળી શકે છે. નાણાકીય સેવાઓ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા માર્ગદર્શિકા અનુસાર, ઋણ લેનાર સંબંધિત લોન ખાતા પર યોજનાનો લાભ મેળવી શકે છે. આ લાભ 1 માર્ચ, 2020 થી 31 ઓગસ્ટ, 2020 ના સમયગાળા માટે છે. આ પ્રમાણે 29 ફેબ્રુઆરી સુધીના કુલ ઋણ 2 કરોડથી વધુ નહીં હોય તેવા લોન લેનારાઓ આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર બનશે. આ યોજના અંતર્ગત હાઉસિંગ લોન, એજ્યુકેશન લોન, ક્રેડિટ કાર્ડના લેણાં, ઓટો લોન, એમએસએમઇ (માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગો) માટેની લોન અને વપરાશ માટેની લોન કેંદ્ર સરકારે શુક્રવારે લોન મોરેટોરિયમ દરમિયાન વ્યાજ પર વ્યાજને લઈને પોતાના નિર્ણયની જાણકારી આપી છે. લોન મોરેટોરિયમને 1 માર્ચથી 31 ઑગસ્ટ સુધી લાગૂ કરાયું હતું. આ દરમિયાન લેણદારોને EMI ચુકવવામાંથી રાહત અપાઈ હતી. જો કે, બાદમાં આ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો અને સરકારે કહ્યું- લોનધારકોએ વ્યાજ પર વ્યાજ નહીં ભરવું પડે. સરકારના આ નિર્ણયથી સરકારી તિજોરી પર આશરે 7 હજાર કરોડનો બોજો આવશે. સરકાર બે કરોડ સુધીની લોન પર વ્યાજનું વ્યાજ માફ કર્યું હતું. આ અંગે સરકારે સુપ્રીમ કોર્ટમાં પણ સોગંદનામું પણ દાખલ કર્યું હતું. અને આ અંગે સુપ્રીમ કોર્ટે લોકોની દિવાળી સુધારવી કે બગાડવી તેનો નિર્ણય કેંદ્ર સરકાર પર છોડ્યો હતો. જો કે, હવે કેંદ્ર સરકારના આ નિર્ણયથી લોકોની દિવાળી સુધરી જશે.

ટોપ સ્ટોરી

8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
પતિએ પત્નીના ખાતામાં 71 લાખ જમા કરાવ્યા તો શું પત્નીએ ટેક્સ ભરવો પડશે? જાણો નવો નિયમ
પતિએ પત્નીના ખાતામાં 71 લાખ જમા કરાવ્યા તો શું પત્નીએ ટેક્સ ભરવો પડશે? જાણો નવો નિયમ
SBI ના ગ્રાહકો ધ્યાન આપે: 1 ઓક્ટોબરથી રોકડ ઉપાડના નિયમો બદલાશે, લાગશે આટલો ચાર્જ
SBI ના ગ્રાહકો ધ્યાન આપે: 1 ઓક્ટોબરથી રોકડ ઉપાડના નિયમો બદલાશે, લાગશે આટલો ચાર્જ
PNG New Scheme: હવે LPG  સિલિન્ડરની ઝંઝટ ખતમ! PNG પર સરકાર લાવી રહી છે નવી સ્કીમ, જાણો 
PNG New Scheme: હવે LPG  સિલિન્ડરની ઝંઝટ ખતમ! PNG પર સરકાર લાવી રહી છે નવી સ્કીમ, જાણો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
Embed widget